જલ્સા કરોને જેંતીલાલ

જો તમે વધુ માત્રામાં બ્રેડ ખાતા હોવ તો સાવધાન! સ્વાસ્થ્ય પર થઇ શકે છે જોખમી અસર

બ્રેકફાસ્ટમાં બ્રેડ ખાવાનો કોનસેપ્ટ આજકાલ ખૂબ ચાલી રહ્યો છે. ફ્રિઝમાંથી બ્રેડ નિકાળી, ગરમ કરી, બટર લગાવ્યું અને ખાઈ લીધી. આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર 5 મિનિટનો જ સમય લાગે છે. ટાઈમ મેનેજમેન્ટ માટે આ જરૂરી છે પરંતુ બ્રેડ કઈ ખાવી જોઈએ તમને ખબર હોવી જોઈએ. એવું ન કરવાથી તમારો સમય તો બચશે પરંતુ બોડીને નુકસાન થશે અને તમારી મુશ્કેલીઓમાં વધારો થશે.અનેક લોકો સવારે અથવા સાંજે દરરોજ માટે નાસ્તામાં બ્રેડ ખાવાનું પસંદ કરતા હોય છે. તેઓ ટોસ્ટ અથવા તો સેન્ડવિચ તૈયાર કરી લે છે. અનેક લોકો માખણ સાથે સવાર સવારમાં બ્રેડ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. પરંતુ આજે અમે આપને જણાવી રહ્યાં છીએ કે, ખરેખર બ્રેડ ખાવાથી શું-શું નુકસાન થાય છે.

image source

ડોક્ટર્સના મતે, વ્હાઈટ બ્રેડમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. વ્હાઈટ બ્રેડ એટલે કે સફેદ બ્રેડ સામાન્ય રીતે મેંદામાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં ઘણા બ્લીચિંગ એજન્ટ્સ જેવા કે પોટેશિયમ બ્રોમેટ, એમોડિકાર્બોનામાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. જે બોડીના સેલ્સને નુકસાન પહોંચાડે છે અને જેનાથી કેન્સર પણ થઈ શકે છે. બ્રેડ પ્રોસેસિંગ દરમિયાન તેના પોષકતત્વોનો નાશ થઈ જાય છે, ફાયબર ઘટી જાય છે. જેના કારણે પાચન ધીમે થાય છે અને કબજીયાત થઈ શકે છે.

image source

હોલ ગ્રેન બ્રેડઃ હોલ ગ્રેન બ્રેડ એટલેકે મિક્સ અનાજથી બનેલી બ્રેડમાં વિટામિન અને મિનરલ્સ મોટાપ્રમાણમાં હોય છે જે શરીરને સારું રાખવા માટે જરૂરી છે. જેમાં ફાયબર પણ વધારે હોય છે અને પાચન ક્રિયા સારી રીતે થાય છે અને વજન ઘટાડવામાં પણ સહાયતા મળે છે.

મલ્ટીગ્રેન બ્રેડમાં ઓટ્સ, જવ, જવાર, અળસી અને અન્ય ઘણા અનાજ હોય છે. જે પોષક તત્વો અને ફાયબરથી ભરપૂર હોય છે. જો તમને બ્રેડ ખાવાનો શોખ હોય તો હોલ ગ્રેન બ્રેડ અને મલ્ટીગ્રેન બ્રેડ સારો વિકલ્પ છે.

બ્રેડ ખાવાથી થતા નુકસાન

image source

જો તમે સફેદ બ્રેડ ખાઓ છો તો તે મેંદાની બનેલી હોય છે કે જે આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. પાચન સાથે જોડાયેલી સમસ્યા પણ થઇ શકે છે.

બ્રેડમાં સોડિયમ વધારે માત્રામાં હોય છે. એટલાં માટે આ બ્લડ પ્રેશર અને હ્રદયના દર્દીઓ માટે બ્રેડ ખાવી એ હિતાવહ નથી. જો સતત તેનું સેવન કરશો તો તમને આ બીમારી થઇ શકે છે.

વર્કઆઉટ કર્યા બાદ બ્રેડ ખાવાથી શરીરમાં કૈલોરીની માત્રા પણ વધી જાય છે.

image source

બ્રેડ શુગર લેવલ પણ વધારી દે છે. એવામાં ડાયાબિટીઝના દર્દીઓઓ બ્રેડ ખાવાથી બચવું જોઇએ.

સફેદ બ્રેડમાં સેચ્યુરેટેડ અને ટ્રાન્સફેટ હોય છે કે જે શરીરમાં સીબમનું અધિક માત્રામાં ઉત્પાદન કરે છે. તેના કારણે બ્રેડ ખાવાથી ખીલ થવાની પણ સંભાવના રહેલી છે. આ સાથે તેમાં ઉપલબ્ધ સ્ટાર્ચ દાંતોમાં સડો પણ પેદા કરે છે.

image source

વ્હાઈટ બ્રેડ મેંદા માંથી બને છે. મેંદો આંતરડાઓમાં ચોંટી જાય છે જેનાથી પેપ્ટિક અલ્સર અથવા લિવર ડેમેજ થવાની સંભાવના રહે છે. બ્રેડમાં ગ્લૂટેનની માત્રા વધારે હોવાથી પેટમાં દુખાવો, ડાયરિયા પણ થઈ શકે છે. વ્હાઈટ બ્રેડમાં સેચુરેટેડ અને ટ્રાંસ ફેટ્સથી સ્કિન ખરાબ થઈ શકે છે.

image source

બ્રેડમાં કેલરીની માત્રા વધારે હોય છે. વ્હાઈટ બ્રેડની એક સ્લાઈસમાં 75 કેલરી, બ્રાઉન બ્રેડની એક સ્લાઈસમાં 73 કેલરી અને મલ્ટીગ્રેનની એક સ્લાઈડમાં 69 કેલરી હોય છે. યુરોપિયન કોંગ્રેસ ઓન ઓબેસિટીમાં રજૂ કરેલા એક રીસર્ચપેપરમાં રોજ 3 સ્લાઈસથી વધુ વાઈટ બ્રેડ ખાવાથી વજન વધવાની શક્યતા 40% સુધી વધી જાય છે. અન્ય એક રીસર્ચ મુજબ વાઈટ બ્રેડ વધુ ખાવાથી ટાઈપ-2 ડાયાબીટીસનું જોખમ પણ વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version