આ કોફી પીવાથી પેટની ચરબી ઉતરી જાય છે સડસડાટ, કરો ટ્રાય તમે પણ

બ્રોકોલી કોફી:- વજન ઘટાડવા માટે કોફીના આ નવા હેલ્ધી સ્વાદને ટ્રાય કરો. તેનાથી તમને ઘણા વધુ ફાયદા મળશે.

image source

વજન ઘટાડવા માટેની ટિપ્સ:- બ્રોકોલી કોફી કોફીનો એક નવો ટ્રેન્ડ છે, જે સ્વસ્થ-સ્વાદિષ્ટ અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

જો તમે વજન ઘટાડવા માટે સ્વસ્થ-સ્વાદિષ્ટ ચા અથવા કોફી શોધી રહ્યા છો, તો બ્રોકોલીથી બનેલી કોફી આ જરૂર અજમાવો. આ બ્રોકોલી કોફી એક હેલ્ધી કોફી છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે. ઓસ્ટ્રેલિયામાં કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને હોર્ટ ઇનોવેશન દ્વારા બ્રોકોલી કોફીનો ખ્યાલ વિકસાવવામાં આવ્યો હતો.

image source

એક અધ્યયન મુજબ, ઑસ્ટ્રેલિયામાં સરેરાશ વ્યક્તિ દરરોજ પૂરતી શાકભાજી ખાતો નથી અને બ્રોકોલી પાવડર આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે સાથે સાથે વજન ઘટાડવાની સમસ્યા દૂર કરવા માટે એક મહાન વિચાર સાબિત થઈ શકે છે.

વજન ઘટાડવા માટે બ્રોકોલી કોફી કેવી રીતે મદદગાર છે?

image source

બ્રોકોલી કોફી તમને વજન ઘટાડવામાં મદદરૂપ બની શકે છે કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઇબર વધારે હોય છે. બ્રોકોલીમાં વજન ઘટાડવા માટેના તમામ જરૂરી પોષક તત્વો હોય છે, જેનાથી તે તમને સંપૂર્ણ અને સંતુષ્ટ અનુભવ કરાવે છે. આ બ્રોકોલી કોફીમાં હાજર સૂક્ષ્મ પોષકતત્વો ચરબી તોડીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

1 કપ બ્રોકોલી કોફી તમને દરરોજ 100 ટકા વિટામિન સી અને વિટામિન કે આપે છે. તે લીલી વેજિ કોફી ફોલેટ, વિટામિન એ, વિટામિન બી 6 અને પોટેશિયમનો સારો સ્રોત પણ છે. બ્રોકોલીને આમપણ વજન ઘટાડવામાં મદદગાર માનવામાં આવે છે.

image source

તેમાં ફાયટોકેમિકલ્સ, સલ્ફોરાફેન અને ઇન્ડોલ-3 કાર્બેનોલનો એક સારો સ્રોત છે, જે માનવામાં આવે છે કે શરીરનું વજન ઘટાડે છે. બ્રોકોલીમાં વિટામિન સી, ક્રોમિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો ભરપુર હોય છે, જે વજન ઘટાડવામાં મદદગાર છે.

બ્રોકોલી કોફી કેવી રીતે બનાવવી?:-

image source

બ્રોકોલી કોફી બનાવવી ખૂબ જ સરળ છે. તમે અહીં આપેલા પગલાંને અનુસરીને આ કોફી તૈયાર કરી શકો છો.

સૌ પ્રથમ બ્રોકોલીને સૂકવી લો અને તેને પીસીને બારીક પાવડર બનાવી દો. જો તમે ઇચ્છતા હોવ તો, તમે બ્રોકોલી કોફી પાઉડર પણ લઈ શકો છો, જે તમને ઓનલાઇન પણ મળી શકે છે.

આ પછી, દૂધ સાથે કોફી પાવડરને બદલે 2 ચમચી બ્રોકોલી કોફી પાવડર મિક્સ કરો. જો તમે ઈચ્છો છો, તો થોડી માત્રામાં કોફી પાવડર પણ ઉમેરી શકો છો.

image source

આ રીતે તમારી બ્રોકોલી કોફી તૈયાર છે. આમ તમને બ્રોકોલીના તમામ સ્વાસ્થ્ય લાભ મળી શકે છે અને આ લીલી શાકભાજી ખાવાની એક સરસ રીત છે જે આપણે ખરેખર ખાતા હોતા નથી.

* બ્રોકોલી કોફીના ફાયદા:-

1. બ્રોકોલી કોફી તમને હૃદયરોગ અને કેન્સરથી દૂર રાખવામાં મદદગાર છે.

image source

2. તે તમારા ચયાપચયને (મેટાબોલિઝમ) પ્રોત્સાહન આપીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

3.આ કોફી તમારા માટે સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ કોફી છે, જે તમારી સુસ્તીને દૂર કરી તમને એનર્જેટિક રાખવામાં મદદ કરે છે.

image source

4. જો તમે તેને કોફી તરીકે પી શકતા નથી તો તમે તેને તમારી સોડામાં, સ્મૂધીમાં, ફળો, ઓટ્સ અથવા સલાડમાં પણ ઉમેરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ