બ્રિટનના ‘ગુલામ’ દેશો રમે છે કોમનવેલ્થ ગેમ્સમાં, જાણો ક્યારે થઇ હતી શરૂઆત

બ્રિટનના ‘ગુલામ’ દેશો રમે છે કોમનવેલ્થ ગેમ્સમાં, જાણો ક્યારે થઇ હતી શરૂઆત

ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા 21મા કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વેઇટલિફ્ટિંગ ખેલાડી સંજીતા ચાનૂ અને મીરાભાઇ ચાનૂએ ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે દીપક લાઠરે બ્રોન્ઝ અને ગુરુરાજા પુજારીએ સિલ્વર મેડલ મેળવ્યા હતા. આ વર્ષે 70 દેશ ભાગ લઇ રહ્યા છે અને 275 મેડલ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ બધા વચ્ચે શું તમે કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ જાણો છો.કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત બ્રિટને કરી હતી. આ રમતમાં એ દેશોને સામેલ કરવામાં આવ્યા હતા જે કોઇ સમયમાં બ્રિટનના ‘ગુલામ’ હતા. એવું કહેવામાં આવે છે કે આ ગેમ્સમાં તે દેશો ભાગ લે છે જેના પર બ્રિટને રાજ કર્યું છે. જેમાં ભારતનું નામ પણ સામેલ છે. અંગ્રેજ અધિકારી રિવરેન્ડ એશ્લે કૂપરે આ આઇડિયા બ્રિટિશ હકુમતને આપ્યો હતો. તેણે કહ્યું હતું કે જે દેશો પર બ્રિટનનું શાસન છે તેના દેશો વચ્ચે આ પ્રકારનું આયોજન કરવામાં આવે. કોમનવેલ્થ દેશો વચ્ચે આ પ્રકારના રમતોનું આયોજન કરવા પાછળ લોકતંત્ર, સાક્ષરતા, માનવાધિકાર, સારુ પ્રશાસન, મુક્ત વ્યાપાર અને વિશ્વ શાંતિને પ્રોત્સાહન આપવાનો હતો.

પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ 1930માં કેનેડામાં રાખવામાં આવી હતી. ત્યારથી દર ચાર વર્ષે આ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવે છે. ફક્ત વર્ષ 1942 અને 1946 વચ્ચે આ રમતોનું આયોજન કરવામાં આવ્યું નહોતું કારણ કે આ વર્ષોમાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું.આ અગાઉ 1928માં કેનેડિયન મૂળના એથ્લિટ બોબી રિબનસનને પ્રથમ કોમનવેલ્થ ગેમ્સની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ કેનેડા શહેરના હેમિલટને ભાગ લેનારા દેશોના ખેલાડીઓના પ્રવાસના ખર્ચ પેટે 30 હજાર ડોલર રૂપિયા આપ્યા હતા.આ ગેમ્સનું આયોજન કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન દ્ધારા કરવામાં આવે છે. જેનું હેડક્વાર્ટર લંડનમાં છે. કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત ક્વિન્સ બેટલ રીલેથી થાય છે. જે બર્મિગહામ પેલેસથી શરૂ થઇને આયોજીત સ્થળ પર સમાપ્ત થાય છે. અગાઉ આ કોમનવેલ્થ ગેમ્સનું નામ બ્રિટિશ એમ્પાયર ગેમ્સ હતું. સાથે આ ગેમ્સને બ્રિટિશ એમ્પાયર ગેમ્સ, બ્રિટિશ એમ્પાયર તેમજ કોમનવેલ્થ ગેમ્સ અને બ્રિટિશ રાષ્ટ્રમંડલ નામથી ઓળખવામાં આવતું હતું. વર્ષ 1998માં મલેશિયાની રાજધાની કોઆલામ્પુરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ટીમ રમતોને સામેલ કરવામાં આવી હતી. પ્રથમવાર 50 ઓવરોની ક્રિકેટ મેચ, હોકી, નેટબોલ, રગ્બીને સામેલ કરાઇ હતી. ભારત માટે કોમનવેલ્થ ગેમ્સ મહત્વની છે. 2010માં પોતાની યજમાનીમાં ભારતે 101 મેડલ જીત્યા હતા. 2014માં ભારત 65 મેડલ જ જીતી શક્યું હતું.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

દુનિયાભરની રમતજગતના સમાચાર અને વાઈરલ ન્યુઝ વાંચવા માટે અમારું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” લાઈક કરવાનું ભૂલતા નહિ ...

ટીપ્પણી