જલ્સા કરોને જેંતીલાલ

બ્રિટેનની સુરક્ષા હવે ગુજરાતી મૂળના પ્રિતિ પટેલના હાથમાં. આ ઉપરાંત બ્રિટેનની કેબિનેટમાં બીજા બે મૂળ ભારતીયો નો સમાવેશ

ભારતીય મૂળના પ્રિતિ પટેલ બ્રિટેનના બોરિસ જોનસન સરકારના ગૃહ મંત્રી બન્યા. પૂર્વ પ્રધાનમંત્રી થેરેસામેની બ્રેક્સીટ રણનીતીના મુખ્ય આલોચકોમાં પ્રિતિ પટેલનો પણ સમાવેશ થાય છે. જેને બ્રિટેનના નવા વડાપ્રધાન બોરિસ જોનસનની કેબિનેટમાં ગૃહમંત્રીનું મહત્ત્વનું પદ આપવામાં આવ્યું છે.


બ્રિટેનના રાજકીય ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ભારતીય મૂળની વ્યક્તિ ગૃહમંત્રી બની છે. આ પહેલાં પાકિસ્તાન મૂળના સાજિદ જાવિદ ગૃહ મંત્રી તરીકે હતા.

47 વર્ષિય પ્રિતિ પટેલ સૌ પ્રથમવાર વિટહેમમાંથી 2010માં સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતા. 2015 અને 2017માં પણ તેમણે આ સીટ પર જીત મેળવી હતી. આ પહેલાં તેણી ડેવિડ કેમરૂન સરકારમાં રોજગાર રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રિતિ પટેલના માતાપિતા મૂળે ગુજરાતના વતની હતા જેઓ વર્ષોથી યુગાન્ડામાં રહેતા હતા અને ત્યાર બાદ 60ના દાયકામાં તેઓ ઇંગ્લેન્ડમાં આવી ગયા હતા.


પ્રિતિ પટેલનો રાજકીય ઇતિહાસ ખુબ જ મજબુત છે તેમ છતાં તેમણે એક વિવાદના કારણે થેરેસા મેની સરકારમાંથી રાજીનામું આપવું પડ્યું હતું, વાસ્તવમાં 2017માં પોતાના વ્યક્તિગત પ્રવાસ દરમિયાન તેમણે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્યામિન નેતન્યાહૂ અને અન્ય ઇઝરાયેલી અધીકારીઓની મુલાકાત લીધી હતી


જેની જાણકારી તેમણે બ્રીટેનની સરકાર કે પછી ઇઝરાયેલ ખાતેના બ્રીટેનના દૂતાવાસને નહોતી આપી. આ એક પ્રોટોકોલનું ઉલંઘન હતું. જેના કારણે તેમણે આંતરરાષ્ટ્રિય વિકાસ મંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જો કે હાલ તેમણે બે વર્ષ બાદ સીધા જ ગૃહમંત્રી બનીને એક જોરદાર પુનરાગમન કર્યું છે.


પ્રિતિ કંઝરવેટિવ પાર્ટીના નેતૃત્વ માટે બેક બોરિસ અભિયાનની મુખ્ય સભ્ય હતી અને પહેલાંથી જ શક્યતા હતી કે તેને નવા કેબિનેટમાં કોઈ મહત્ત્વનું પદ મળે. તમને જણાવી દઈએ કે પ્રિતિ પટેલ બ્રિટેનમાં થતાં ભારતીય મૂળના લોકોના બધા જ પ્રકારના મહત્ત્વના કાર્યક્રમોમાં મહેમાન હોય છે અને તેને બ્રિટેનમાં પ્રધાનમંત્રી મોદીના એક ઉત્સાહિત પ્રશંસક તરીકે માનવામાં આવે છે.


પ્રિતિનો જન્મ લંડનમાં થયો હતો. તેમણે પોતાનો અભ્યાસ કીલે યુનિવર્સિટિ તેમજ યુનિવર્સિટિ ઓફ એસેક્સમાંથી પૂર્ણ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કન્ઝર્વેટીવ રીસર્ચ ડીપાર્ટમેન્ટમાં તેમની નિમણુક કરવામં આવી. જ્યાં તેમણે 1995થી 1997 સુધી કામ કર્યું.


1997માં પટેલે કન્ઝર્વેટીવ પાર્ટી જોઈન કરી અને તેમને વિલિયમ હેગ નામના નવા નેતા સાથે પ્રેસ ઓફિસમાં કામ કરવા માટે તેમને એક પોસ્ટ ઓફર કરવાં આવી. 2000માં પ્રિતિએ કન્ઝર્વેટીવ પાર્ટી છોડી દીધી અને વેબર શેન્ડવીક નામની એક પીઆર કન્સલ્ટીંગ પેઢી સાથે કામ કરવાનું શરુ કર્યું.


પ્રિતિ પટેલે એલેક્સ સોયર સાથે 2004માં લગ્ન કર્યા હતા. સોયર સ્ટોક એક્સચેન્ઝ નેસડેકમાં એક માર્કેટીંગ કન્સલ્ટન્ટ છે. તે કન્ઝર્વેટીવ કાઉન્સેલર પણ છે અને સાથે સાથે કોમ્યુનીટીના કેબિનેટ મેંબર પણ છે. સોયરે 2014થી 2017 સુધી તેણીના ઓફિસ મેનેજર તરીકે પાર્ટટાઈમ કામ પણ કર્યું છે. તેમને ફ્રેડી સોયર નામનો દીકરો પણ છે.


તમને જણાવી દઈએ કે પ્રિતિ ઉપરાંત ભારતીય મૂળના બીજા બે કેબિનેટ મંત્રીઓ છે. જેમાં નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનાકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત એક મંત્રી પાકિસ્તાન મૂળના પણ છે.


પ્રિતિ પટેલને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે તો ઇન્ફોસિસના સહસંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનાકને ટ્રેજેરી મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે જ્યારે આલોક શર્માને આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે. જોનસને એ દરેક મંત્રીઓને ઉંચા પદ આપ્યા છે જેમણે બ્રેક્સિટ મુદ્દામાં તેમનો સાથ આપ્યો હતો.


પ્રિતિ પોતાને મળેલા આ મહત્ત્વના પદ વિષે જણાવે છે, “હું મારા કાર્યકાળ દરમિયાન એ પ્રયાસ કરીશ કે અમારો દેશ અને તેના લેકો સુરક્ષિત રહે. છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ પર પણ ઘણી બધી હિંસાઓ જોવા મળી છે, અમે તેના પર પણ અંકુશ લગાવીશું. અમારી સામે ઘણા બધા પડકારો છે પણ અમે તેનો સામનો કરીશું.”


નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનાક કોણ છે

38 વર્ષિય ઋષિ સુનાકનો જન્મ બ્રિટેનમાં થયો હતો તેમની માતા ફાર્માસિસ્ટ છે અને પિતા બ્રિટિશ નેશનલ હેલ્થ સર્વિસમાં જનરલ પ્રેક્ટિશનર છે. સુનાકે ઓક્સફોર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટિમાં અભ્યાસ કર્યો છે. સુનાક રિચમંડથી કન્ઝર્વેટીવ પાર્ટીની ટીકીટ પર 2015માં ચુંટણી લડીને જીત્યા હતા. બ્રેક્સિટ સમર્થક હોવાના કારણે સુનાકને ગયા વર્ષે થેરેસા મેના કેબિનેટમાં સમાવવામાં આવ્યા હતા. તેમને હાઉસિંગ કમ્યુનિટીઝ વિભાગમાં જૂનિયર મિનિસ્ટ્રી આપવામાં આવી હતી.


તમને જણાવી દઈએ કે ગુજરાતી મૂળના પ્રિતિ પટેલને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે તો પાકિસ્તાન મૂળના સાજીદ જાવિદને યુકેના ફાઇનાન્સ મિનિસ્ટર બનાવવામાં આવ્યા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version