જન્મેલાં બાળકો માટે ઉતમ છે માતાનું દૂધ, તો નવી માતાઓ જાણીલો સ્તનપાન વિશેની કેટલીક ટીપ્સ

અમે આશા રાખીએ છીએ કે તમે કમસે કમ તમારા બાળકને સ્તનપાન કરાવવાનો પ્રયાસ તો ચોક્કસ કરશો. જો કે આપણા ભારતમાં તેવી કોઈ સમસ્યા નથી પણ વિદેશમાં મોટે ભાગે સ્તનપાનને ટાળવામાં આવે છે અને સીધું જ બહારનું દૂધ બાળકને પીવડાવવામાં આવે છે. શું તમને ખબર છે કે તમારું જે પ્રથમ ધાવણ હોય છે તે અને શરૂઆતનું ધાવણ તેને કોલોસક્ટ્રમ કહેવામાં આવે છે અને તે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને બાળકને દરેક પ્રકારના રોગથી દૂર રાખે છે અને સ્તનપાન કરાવવું માતાના પોતાના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. પ્રથમ તેમજ શરૂઆતનું ધાવણ બાળકના પહેલાં વર્ષમાં જ તેની ઇમ્યુનસિસ્ટમનો સારો વિકાસ કરે છે.

પણ શું તમને ખબર છે કે સ્તનપાન કરાવવું તે તમારા પોતાના માટે પણ તેટલું જ લાભપ્રદ છે.

 • તે તમારા પેટને ગર્ભાવસ્થા પહેલાં જેવું હતું તેવું પાતળુ બનાવી દે છે અને પ્રસુતિબાદના રક્તસ્ત્રાવમાં પણ ઘટાડો કરે છે.

 • તે ગર્ભાવસ્થા દરમિયાન તમારા વધી ગયેલા વજનને ઘટાડે છે. (બાળકની સંભાળ લેવાથી એક દિવસમાં તમારી 500 કેલરી બળે છે.)
 • તે તમારી પ્રસ્તુતિ બાદનું ડિપ્રેશન ઘટાડે છે અને બ્રેસ્ટ કેન્સર અને ઓવેરિયન કેન્સરના જોખમને પણ ઘટાડે છે.

 • તે તમારા પિરિયર્ડ્સને પાછું આવતા ઠેલે છે અને તે એક પ્રકારનું ગર્ભનિરોધક પણ છે. (જો કે તમારે તેમ છતાં પણ ગર્ભનિરોધક વાપરવું જોઈએ.)
 • તે પૈસા પણ બચાવે છે (કોઈપણ જાતના ફોર્મ્યુલા દૂધને નથી ખરીદવામાં આવતું માટે)

સ્તન પાન એ આપો આપ શીખાતી પ્રક્રિયા છે, આપણામાંના કોઈ (બાળક પણ નહીં) કંઈ તે શીખીને જ નથી જન્મ્યા હોતા. તેમાં સફળતા મેળવવા માટેઃ

 • જન્મના પ્રથમ કલાકમાં જ બાળકને સ્તનપાન કરાવવાનો પ્રયાસ કરો. તે તમારા ગર્ભાશયને અનુબંધ કરવામાં મદદ કરે છે અને તે ખુબજ કિંમતી કોલોસ્ટ્રમ છે.
 • તમે જ્યારે હોસ્પિટલમાં હશો અને બાળકને સ્તનપાન કરાવતા હશો ત્યારે તમારી આસપાસ નર્સ પણ રહેતી હશે અને ડોક્ટર પણ તમારી તપાસ કરવા આવતા હશે ત્યારે તમે તમારી મુંઝવણ તેમને કહી શકો છો અને તેમની સલાહ લઈ શકો છો. તમને સ્તનપાન કરાવવામાં તકલીફ પડી શકે પણ તે પીડાદાયક ન હોવું જોઈએ. જો તમને દુઃખતું હોય તો બની શકે કે તમારી પોઝિશન બરાબર ન હોય. દરેક રીતે પ્રયાસ કરો.

 • ધીમે ધીમે સ્તનમાં દૂધ ભરાવવા લાગશે. તમે એટલું યાદ રાખો કે બાળક જેટલું દૂધ પીશે તેટલું જ દૂધ વધતું જશે. સુવાવડ દરમિયાન ખુલતા કપડાં પહેરવા જેથી કરીને તમે કમ્ફર્ટેબલ રહી શકો.
 • દર 24 કલાકે બાળકને 8થી વધારે વાર સ્તનપાન કરાવવાની ગણતરી રાખો. તમારું બાળક ભુખ્યું થયું હશે તો તરત જ તમને સિગ્નલ આપશે. મોઢું પહોળુ કરે રાખશે, મોઢામાં આંગળી નાખશે અને એકદમ સજાગ બની જશે. સામાન્ય રીતે તાજુ જન્મેલું બાળક માત્ર જાડો-પેશાબ કર્યો હોય ત્યારે ઉઠે છે અને ભૂખ લાગી હોય છે ત્યારે જ ઉઠે છે. આ ઉપરાંત તમને જો તેની ભુખનો ખ્યાલ ન આવતો હોય તો સમજવું કે બાળક જેટલીવાર જાડો-પેશાબ જાય છે તેટલી વાર ભુખ્યું થઈ જાય છે કારણ કે તેની હોજરી ખુબ નાની હોય છે અને તેનું પેટ વધારે ખોરાકની ક્ષમતા ધરાવતું નથી હોતું.
 • હમેશા બાળક ભુખ્યું થયું છે તેવું લાગે ત્યારે જ ફીડીંગ કરાવો.
 • જ્યાં સુધી સ્તનપાન વ્યવસ્થિત રીતે બાળક દ્વારા અપનાવી લેવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તેના પર કોઈ બોટલ અથવા નીપ્પલ અથવા કોઈપણ જાતના પેસિફાયરનો પ્રયોગ કરવો નહીં. આમ કરવાથી બાળક મુંઝવણમાં મુકાઈ જાય છે અને પછી સરખી રીતે સ્તનપાન કરતાં પણ શીખી શકતું નથી અને ભુખ્યું રહે છે તેમજ તેને પુરતું પોષણ મળી શકતું નથી.
 • હંમેશા શરીરમાં પ્રવાહીનું પ્રમાણ પુરતું રાખો જેથી કરીને તમારા બાળક માટે તમારા શરીરમાં પુરતું દૂધ બની શકે.
 • બાળકને હંમેશા શાંત વાતાવરણમાં ફિડિંગ કરાવો. બરાબર સ્થિતિમાં સ્તનપાન કરાવો.

સ્તનપાનની સામાન્ય અડચણો

અહીં કેટલીક સ્તનપાનની ખુબ જ સામાન્ય સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને તમે અમે જણાવેલા ઉપાયો દ્વારા દૂર કરી શકો છો.

 1. સખત તેમજ તીરાડવાળી નિપલ્સઃ જ્યારે બાળક સ્તનપાન કરતું હોય ત્યારે તમારી પોઝિશન પર જરા ધ્યાન આપો. દરેક સ્તનપાન બાદ કોમળ કપડાંથી સ્તન સાફ કરો. અને તમારી નિપ્પલને વ્યવસ્થિત સુકાવા દો. એક પછી એક સ્તનમાંથી સ્તનપાન કરાવો. બન્ને તરફ 5થી 10 મિનિટ સ્તનપાન કરાવે. બાળકને વ્યવસ્થિત પકડો તેનું માથું પણ વ્યવસ્થિત રીતે પકડો જેથી કરીને તે વ્યવસ્થિત તરીતે સ્તનપાન કરી શકે.
 2. દૂધથી સ્તન ભરાઈ જવા અથવા દૂધ બ્લોક થઈ જવુઃ જો આમ થાય તો સ્તન પર હુંફાળું પાણી નાખવું અથવા કોબીના પાન રાખવાથી પણ દૂધ બહાર નીકળે છે. જો તમારે દૂધ પુષ્કળ આવતું હોય તો તમે તેને પંપ દ્વારા પણ બહાર કાઢી શકો છો.
 3. સ્તન ઇન્ફેક્શનઃ જો તમને શરદી જેવું હોય અને તમારું એક સ્તન લાલ અને ગરમ થઈ ગયું હોય તો બની શકે કે તમને ઇન્ફેક્શન થયું હોય. તે માટે તમારે એન્ટિબાયોટિક પણ લેવી પડે જેથી કરીને સ્તનમાંથી ઇન્ફેક્શન દૂર થઈ શકે. આ દરમિયાન સ્તનપાન કરાવવાનું ચાલુ રાખો અથવા તો પંપિગ દ્વારા દૂધ બહાર કાઢવાનું ચાલુ રાખો. પછી તમને પીડા થાય તો પણ ચાલુ રાખો. ઇન્ફેક્શનના ફેલાવાને રોકવા માટે એ વાતની ખાતરી રાખો કે તમે તમારા સ્તનમાંથી દૂધને નિયમિત ખાલી કરતા રહો.
 4. સ્તન પાકી જવાઃ આ એક ફુગ ટાઈપનું ઇન્ફેક્શન છે જે તમારા સ્તન દ્વારા તમારા બાળકના મોઢામાં પણ પહોંચી શકે છે. વધારે પડતી ભીની છાતી, કડક અથવા તીરાડવાળી નિપલ્સ આ બધા જ લક્ષણો તમે જ્યારે ઉચ્ચ શર્કરાવાળો અથવા ઇસ્ટવાળો ખોરાક લેતા હોવ અથવા એન્ટિબાયોટિક્સ લેતા હોવ, ગર્ભનિરોધક ગોળી લેતા હોવ અથવા સ્ટેરોડઈડ લેતા હોવ તો તેનાથી તમારા શરીરનું જે કુદરતી યિસ્ટ લેવલ છે તે વધી શકે છે અને તેના કારણે તમારા સ્તન પાકી શકે છે. તેના લક્ષણો છે, કડક નીપલ્સ, દુઃખતાં સ્તન અથવા ગુલાબી, ચમકતી, ખજવાળવાળી અથવા તીરાડવાળી નીપલ્સ.

બની શકે કે તમારા બાળકના મોઢામાં એક નાનકડો ધોળો ડાઘ હોય, અથવા તો ડાયપર રેશ હોય અને તે રુઝાતા ના હોય. તો તમારે તમારા સ્તન તેમજ તમારા બાળકના મોઢામાં ડોક્ટરે લખી આપેલી એન્ટિફંગલ ક્રિમ લગાવવી જોઈએ. છાતીને પાકતી રોકવા માટે નિપ્પલને બરાબર સુકાવા દો. સ્વચ્છ બ્રા પહેરો, અને તમારા ખોરાકમાં શર્કરા તેમજ યિસ્ટવાળી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરી દો.

દૂધ વધારવા માટેઃ

સ્તનપાન એ માંગ-અને –પૂરવઠાવાળી પ્રવૃત્તિ છે. તમે બાળકને જેટલું વધારે સ્તનપાન કરાવશો તેટલું જ વધારે દૂધ તમારું શરીર બનાવશે. માટે તે વિષે તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારે માત્ર નિયમિત બાળક માંગે તેટલું સ્તનપાન કરાવવાની જરૂર છે. બાકી બધું આપોઆપ થશે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

સ્વાસ્થ્યવર્ધક તેમજ હેલ્થને લગતી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ 

 

 

 

ટીપ્પણી