બ્રેડ પિઝા – બ્રેડ વધી છે તો બનાવો આજે આ બ્રેડ પીઝા જે બનાવવા સાવ સહેલા છે ને ટેસ્ટી પણ…..

બ્રેડ પિઝા(Bread pizza)

પીઝા અનેક પ્રકારના બનાવવામાં આવતા હોય છે અને માર્કેટમાં પણ તૈયાર મળતા હોય છે. બઝારમાં તૈયાર અડધા (હાફ બેક) તૈયાર (શેકેલા) પીઝા બેઇઝ પર તમોને મન પસંદ ટોપિંગ (લેર) લગાવી અને ઘેર બેક કરી શકાય છે.

મિત્રો આપણે પિઝા ખાવાનું મન થાઈ અને ઘર માં પિઝા બેઝ હાજર નાં હોઇ તો શુ કરવું?

હવે આ વિચાર છોડી દો,બ્રેડ તો ગમે ત્યારે હોઇ જ ઘર માં તૌ ચાલો બ્રેડ માંથી બનાવીએ

સામગ્રી

 • 5 થી 6 સ્લાઈસ વાઈટ બ્રેડ,
 • 1 કપ ઝીણું સમારેલ કેપ્સીકમ,
 • 1 કપ ઝીણી સમારેલ ડુંગળી,
 • 1 કપ ઝીણા સમારેલ ટામેટા,
 • સ્વાદ અનુસાર મીઠું,
 • 1 ચમચી ઓરેગાનો,
 • 1 ચમચી ચીલી ફલેકસ,
 • 1 કપ ચીઝ,
 • 1/2 ચમચી મરી પાવડર,
 • 1/2 ચાટ મસાલો,
 • 2 ટી સ્પૂન તેલ,
 • 1 કપ પિઝા સોસ,
 • 1 થી 2 ચમચી બટર.

રીત

સૌ પ્રથમ ઍક બાઉલ માં કેપ્સીકમ,ટામેટા અને ડુંગળી નાખી મિક્સ કરો.હવે તેમાં તેલ અને મીઠું ઉમેરી મિક્સ કરો.હવે તેમાં થોડુ ચીઝ,મરી પાવડર,ઓરેગાનો,ચીલ્લી ફલેકસ અને ચાટ મસાલો આ બધું થોડુ થોડુ ઉમેરો(બધુ નથી ઉમેરવાનું) હવે બધું એક્દમ સરખી રીતે હલાવી અને મિક્સ કરો.હવે એક બ્રેડની સ્લાઈસ લો…

હવે બ્રેડ ની સ્લાઈસ પર પિઝા સોસ લગાડી તેનાં પર આ મિશ્રણ નાખો,

હવે તેનાં પર ખમણેલું ચીઝ નાખો તેનાં પર ચાટ મસાલો,ઓરેગાનો અને ચીલી ફલેકસ નાખી.

નોનસ્ટિક તવા પર બટર લાગવી પિઝા ને તવા પર મુકી 4 થી 5 મિનીટ ઢાંકી ને મીડીયમ ફલેમ પર શેકવો.તો હવે જ્યારે પિઝા બનાવો કે પિઝા ખાવાનું મન થાઈ ત્યારે આ બ્રેડ પીઝા જરૂર બનાવજો.તૌ તૈયાર છે બ્રેડ પિઝા

પીઝા બાળકોને ખુબ પસન્દ હોય છે અને બીજા બધાં લોકોને પિઝા ખુબ પસંદ છે. બ્રેડ પિઝા ખુબ સરળ અને ઓછા સમયમાં બની જાય છે.

નોંધ:પિઝા સોસ નાં હોઇ તૌ ટોમેટો સોસ લગાવી શકાય

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી