બ્રેડ પકોડા લગભગ બધાને ભાવે ને એમાય ચોમાસામાં તો ખાવાની મજા અલગ હોય…

ચોમાસુ ચાલુ થઈ ગયું છે એટલે વરસાદ તો દરરોજ આવશે અને દરરોજ આપણે ને કંઈક ને કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય પછી પેલો વિચાર ભજીયા નો આવે અને એ તો કાલે વરસાદ આવ્યો તો બનાવ્યા હવે આજે પાછું કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય છે તો ચાલો

આજે સાંજે ડિનર માં બનાવીએ સૌ ની મનપસંદ વાનગી

બ્રેડ પકોડા લગભગ બધા ને ખૂબ જ પસંદ હોય અને આ વાનગી ચોમાસા માં જ ખાવાની મજા આવે તો હવે વરસાદ ચાલુ હોય અને આ ટેસ્ટી વાનગી ખાતા હોઈ તો વરસાદ ની મજા જ કંઈક ડબલ થઈ જાય સાચી વાત ને!

તો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઈ ને બનાવો આજે સાંજે

બ્રેડ પકોડા (bread pakoda)

સામગ્રી:

 • 1 નાનું પેકેટ બ્રેડ,
 • 6 થી 8 નંગ બાફેલા બટાટા,
 • 2 નંગ ઝીણી સમારેલ ડુંગળી,
 • 2 ચમચી લીંબુ નો રસ,
 • 1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ,
 • મીઠું સ્વાદ અનુસાર,
 • 1 ચમચી ખાંડ(ઓપસનલ),
 • 2 ચમચી લાલ મરચું પાવડર,
 • ચપટી હળદર,
 • 1/2 હિંગ,
 • 2 મોટી વાટકી બેસન,
 • ચપટી સોડા,
 • તેલ તળવા માટે,
 • પાણી જરૂર મુજબ

સૌ પ્રથમ બાફેલા બટાટા ને મેસ કરી તેમાં ડુંગળી,આદુ મરચાં ની પેસ્ટ,મીઠું,ખાંડ,લીંબુ નો રસ,લાલ મરચું, અને હળદર નાખી બધું મિક્સ કરી માવો તેયાર કરો.

હવે એક મોટા બાઉલ માં બેસન,મીઠું,હિંગ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી પાતળું ખીરું તેયાર કરો.હવે એ ખીરા માં ચપટી સોડા ઉમેરી તેના પર 2 ટીપા લીંબુ ના નાખી પાછું મિક્સ કરો

તો હવે ખીરું અને પુરણ તેયાર છેઃ

હવે પાટલા પર 2 બ્રેડ ની સ્લાઈસ લો.એક સ્લાઈસ પર તેયાર કરેલ બટાટા નું પુરણ ભરો.હવે તેને સેન્ડવીચ ની જેમ ત્રિકોણ આકાર માં ક્ટ કરી બેસન ના ખીરા માં બોળી ગરમ તેલ માં ગોલ્ડન તળી લો.

નોંધ:ચણા ના લોટ નું ખીરું બને એટલું પાતળું રાખવું જેથી પકોડા ક્રિસ્પી બને.

મેં આમાં ડુંગળી ઝીણી સમારી ને તરત ઉમેરી દીધી છે તમને કાચી પસન્દ ના હોઈ તો પેન માં થોડું તેલ મૂકી ફ્રાય કરી શકાય

લસણ ની ખાટી મીઠી ચટણી અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

તો તેયાર છે બ્રેડ પકોડા

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી