જલ્સા કરોને જેંતીલાલ

કોરોનામાં સપડાયેલો આ દેશ બનાવી રહ્યો છે ઈશુ ખ્રિસ્તની સૌથી ઉંચી પ્રતિમા, શું તમે જાણો છો આ વિશે?

બ્રાઝિલ કોરોના રોગચાળોનો સામનો કરી રહ્યો છે, તે વિશ્વનો પહેલો દેશ હશે જે સાત અજાયબીઓમાં સામેલ ‘ક્રિસ્ટ ધ રિડીમર’ કરતા વધારે ઉચી ઈસુ ખ્રિસ્તની પ્રતિમા બનશે. ચાલો અમે તમને જણાવી દઈએ કે દર વર્ષે વિશ્વભરમાંથી લાખો લોકો રિયો ડી જાનેરોની ક્રાઈસ્ટ ધ રિડીમરની મૂર્તિ જોવા માટે આવે છે. વિશ્વના સાત અજાયબીઓમાં સામેલ આ પ્રતિમાની ઉંચાઇ 30 મીટર છે. બ્રાઝિલમાં હવે બનાવવામાં આવી રહેલી નવી પ્રતિમાનું નામ ‘ક્રાઈસ્ટ ધ પ્રોટેક્ટર’ રાખવામાં આવ્યું છે.

image source

ક્રિસ્ટ ધ પ્રોટેક્ટરનું નિર્ણાણ બ્રાઝિલના એનકાંતાડોમાં કરવામાં આવી રહ્યું છે. બ્રાઝિલ આ શહેરમાં ધાર્મિક આસ્થા અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ પ્રતિમા બનાવી રહ્યું છે. આ પ્રતિમાની ઉંચાઇ આશરે 43 મીટરની હશે અને તેને જોવા માટે આવતા લોકો દ્વારા શહેરમાં પર્યટનને પ્રોત્સાહન મળશે.

image source

તમને જણાવી દઈએ કે આ નવી પ્રતિમા બનાવવાનો પ્રોજેક્ટ ફ્રેન્ડ્સ ઓફ ક્રાઈસ્ટ નામની સંસ્થા ચલાવી રહી છે. વર્ષ 2019 માં શરૂ થયેલું બાંધકામ આ વર્ષે ઓક્ટોબરમાં ક્રિસ્ટ ધ રિડીમર સ્ટેચ્યુના 90 મા જન્મદિવસ પૂર્વે પૂર્ણ થઈ જશે. આ પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ ઓછામાં ઓછો 350,000 ડોલર હોવાનો અંદાજ છે. જો કે, આ પ્રોજેક્ટના ભંડોળનો એક મોટો ભાગ દાનમાં મળેલ પૈસાનો છે.

image source

રવિવાર સુધીમાં આ નવી પ્રતિમાના 8 મીટર પહોળાઈના બન્ને હાથનું નિર્માણ પૂર્ણ થયું હતું. તમને જણાવી દઈએ કે, ક્રાઈસ્ટ ધ રિડીમરની મુર્તિ ને ખ્રિસ્તી ધર્મનું સાર્વત્રિક પ્રતીક માનવામાં આવે છે. આ પ્રતિમા વિશ્વના સાત અજાયબીઓમાંની એક છે. આ સાથે તે બ્રાઝિલના સૌથી લોકપ્રિય પર્યટક આકર્ષણોમાંનું એક પણ છે, જે દર વર્ષે લાખો લોકો મુલાકાત લે છે. આ પ્રતિમાને લીધે, રિયો ડી જાનેરો શહેરનો પર્યટન ઉદ્યોગ પણ ચાલે છે.

ક્રાઈસ્ટ ધ રિડીમર

image source

ક્રિસ્ટ ધ રિડીમર, બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સ્થાપિત ક્રાઈસ્ટની પ્રતિમા છે, જે વિશ્વની બીજી સૌથી મોટી આર્ટ ડેકો પ્રતિમા ગણાય છે. આ પ્રતિમા તેના 9.5 મીટર (31 ફૂટ)આધાર સહિત 39.6 મીટર (130 ફૂટ)લાંબી અને 30 મીટર (98 ફૂટ) પહોળી છે. તેનું વજન 635 ટન (700 શોર્ટ ટન) છે અને તે તિજકા ફોરેસ્ટ નેશનલ પાર્કમાં કોર્કોવાર્ડો પર્વતની ટોચ પર સ્થિત છે. 700 મીટર(2300 ફૂટ) અને જ્યાથી સમગ્ર શહેર દેખાય છે. તે વિશ્વમાં તેની જાતની સૌથી ઉંચી પ્રતિમાઓમાંની એક છે. (બોલીવિયાના કોચાબંબામાં સ્થિત ક્રિસ્ટો ડી લા કોનકોર્ડિયાની પ્રતિમા થોડી વધારે ઉંચી છે). ખ્રિસ્તી ધર્મના પ્રતીક તરીકે આ પ્રતિમા રિયો અને બ્રાઝિલની ઓળખ બની ગઈ છે. તે મજબૂત કોંક્રિટ અને સોપસ્ટોનથી બનેલી છે, જેનું નિર્ણાણ 1922 થી 1931 ની વચ્ચે કરવામાં આવ્યું હતુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version