હૅશ બ્રાઉન પોટેટો – હવે તમારા રસોડે બનશે ઇન્ટરનેશનલ વાનગી પણ, ઓછી મહેનતે બનાવો ટેસ્ટી વાનગી…

હૅશ બ્રાઉન પોટેટો એ એક અમેરિકન વાનગી છે, અને આજ કાલ તો રેસ્ટોરાં માં લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ લેવાનું ટ્રેન્ડ વધી ગયું છે તો, તથા રેસ્ટોરાં જેવું ફૂડ ઘરે બનાવવાનું પણ ટ્રેન્ડ વધી ગયું છે બસ તો આ વાનગી પણ રેસ્ટોરાંના સવારના બ્રેકફાસ્ટ મળતી વાનગી છે અને સાથે સાથે ટેસ્ટી પણ ખરી.

આજ કાલ હવે બધા ને કઈ નવા નાસ્તા ની ડિમાન્ડ છે કારણ કે હવે સર્વે બટાટા પૌઆ, ઉપમા, ઈડલી, ઢોકળા વગેરે જૂની વાનગી લાગે છે તો અહીં કઈ કે નવું અને ઝડપી વાનગી આપ સર્વે સમક્ષ રજુ કરેલ છે.

વાનગી માંથી મળતા વિટામીન

પોટેટો : B6 & C

વાનગી માંથી મળતા ફાયદા

પોટેટો થી આપણને હાઈ બ્લડ પ્રેશર ઓછું થાય છે

પોટેટો માંથી પોતેશામ જેવા તત્વો મળી રહે છે

વાનગી નું પ્રમાણ : ૨ વ્યક્તિ માટે

વાનગી નો સમય : ૧૦ મિનિટ

સામગ્રી


બટાટા : ૪ નંગ

મીઠું : સ્વાદ પ્રમાણે

ચીલી ફ્લેક્સ : ૨ ટીસ્પૂન

ઓરેગાનો : ૪ ટીસ્પૂન

તેલ : જરૂર મુજબ

ગાર્નિશિંગ

ટોમેટો કેચપ

પધ્ધતિ


૧. સૌપ્રથમ બટાટા ને છાલ ઉતારી લો


૨. ત્યાર બાદ તેને ખમણી વડે ખમણી લો


૩. હવે ખમણ ને ૫ મિનિટ પલાળી રાખો અને ત્યાર બાદ ૩-૪ વખત પાણી તારવી લો.


૪. હવે તેમાંથી ચારણી વડે બધું પાણી કાઢી લો અને એકદમ ખમણ ને કોરું કરો


૫. હવે એક કડાઈ માં થોડું તેલ ગરમ કરો અને તેમાં બટાટા ના ખમણ ને થોડું શેકી લો


૬. હવે આ ખમણ માં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું નાખી મિક્સ કરી તેના નાના ટિક્કા બનાવો


૭. હવે એક કડાઈ માં થોડું તેલ ગરમ કરો અને ટિક્કા ને તેમાં મૂકી શેલો ફ્રાય કરો તથા ટિક્કા ને બ્રાઉન રંગ ના થવા દો


૮. હવે તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.


નોંધ

• આ વાનગી ને ઓવેન માં પણ બનાવો શકાય છે જેને માટે ઓવન નું તાપમાન ૧૬૦* એ ૧૦મિનિટ રહેશે.

• આ વાનગી ને જૈન બનાવવા માટે કાચા કેળા નો ઉપયોગ કરી શકીયે છીએ

• આ વાનગી માં બીજા શાકભાજી નો પણ ઉપયોગ કરી શકીયે છીએ.

• જો હૅશ બ્રાઉન પોતાતો બનાવતા સમય ખમણ છૂટું પડી જાય તો તેમાં થોડો મેંદા અથવા કોરકફલોર ઉમેરી શકાય.

શેફ – અમી ગણાત્રા (રસોઈ સ્ટુડીયો, રાજકોટ)કુકિંગ એકેડમી એક્સપર્ટ

સંપર્ક સૂત્ર – ૮૫૧૧૧૫૪૬૫૧