બ્રેન સર્જરી દરમિયાન દર્દીની પાસે ડોક્ટર્સે વગાડાયુ વાયોલિન, કારણ છે જોરદાર, જાણીને ચોંકી જશો તમે પણ

લંડનની કિંગ્સ કોલેજની હોસ્પિટલમાં એક અનોખી ઘટના બની હતી. આ હોસ્પિટલમાં વાયોલિનવાદક પોતાની બ્રેન સર્જરી માટે આવ્યા હતા. આ વાયોલિનવાદકને બ્રેન સર્જરી દરમિયાન પણ વાયોલિન વગાડવાનું કહેવામાં આવ્યું હતું. બધાને નવાઈ લાગે તેમ વાયોલિન વાદકે બ્રેન સર્જરી દરમિયાન વાયોલિન વગાડવાનું ચાલુ રાખ્યું હતું. આ કોઈ દેડકા પર કરવામાં આવેલ પ્રયોગ તરીકે નહિ પરંતુ આ પ્રયોગ તેઓની ચકાસણીના ભાગરૂપે આમ કરવામાં આવ્યું હતું.

image source

કિંગ્સ કોલેજ હોસ્પિટલના સર્જને ૫૩ વર્ષીય ડાગમાર ટર્નરને બ્રેન સર્જરી દરમિયાન વાયોલિન વગાડવાનું કહેવામાં આવ્યું હતું, કારણ કે ડાગમાર ટર્નર વ્યવસાયે એક વાયોલિન વાદક છે. ઉપરાંત આમ કરવાનું ખાસ એટલા માટે કહેવાયું કારણકે દિમાગની ગાંઠ દૂર કરતી વખતે દિમાગના અન્ય કોઈ ભાગને નુકસાન થઈ રહ્યું છે કે નહિ. કારણકે ડાગમાર ટર્નરના દિમાગમાં આગળની તરફ જ્યાં ગાંઠ હતી તે જગ્યા અન્ય મહત્વની જગ્યાઓની ખૂબ જ નજીક હતી.

image source

આ ભાગ તેના ડાબા હાથમાં નાજુક હલનચલન કરવા માટે જવાબદાર છે. વાયોલિન વગાડવા માટે આ ભાગ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ડાગમાર ટર્નરના દિમાગમાં ગાંઠનું અંતર દિમાગના મહત્વપૂર્ણ ભાગોથી એક ક્રેડિટ કાર્ડની જાડાઈ કરતાં પણ ઓછું હતું.

આ વિષયમાં વાત કરતાં ૧૮ ફેબ્રુઆરીના રોજ એક સમાચાર પત્રમાં જણાવે છે કે “વાયોલિન મારુ પેશન છે, હું દસ વર્ષની હતી ત્યારથી વાયોલિન વગાડી રહી છું. એટલે મારા માટે વાયોલિન વગાડવાની ક્ષમતા ગુમાવવાનો વિચાર હ્રદયને થથરાવી દેનાર હતો.”

ઓપરેશન દરમિયાન નવા પ્રયોગનો વિચાર કિંગ્સ કોલેજ હોસ્પિટલના ન્યૂરો સર્જન ડો. કોઈમર અશ્કનને આવ્યો હતો. ડો. અશક્ન જણાવે છે કે ” અમે દર વર્ષે ૪૦૦ જેટલા રિસેક્શન(ગાંઠ દૂર કરવી) કરીએ છીએ, જેમાં ઘણીવાર દર્દીના ભાષા પરીક્ષણો કરવામાં આવે છે, પરંતુ આ પહેલીવાર હતું, જ્યારે મે કોઈને વાજિંત્ર વગાડવાનું કહીને દર્દીની ક્ષમતાની ચકાસણી કરી હતી.”

image source

ઓપરેશનની પ્રક્રિયા પહેલા, તબીબી નિષ્ણાતોની ટીમને વાયોલિન વગાડતા સમયે દિમાગનો કયો વિસ્તાર સક્રિય હતો તે શોધવા માટે ડાગમાર ટર્નરના દિમાગનું મેપિંગ કરવા માટે લગભગ બે કલાક જેટલો સમય લાગ્યો હતો.

ડોકટરો ડાગમાર ટર્નરની વાયોલિન વાદન કુશળતાને નુકસાન પહોંચાડ્યા વગર ૯૦% વધારે ગાંઠને સફળતાપૂર્વક કાઢી શક્યા છે. આ બધી કાર્યવાહીના ત્રણ દિવસ પછી ડાગમાર ટર્નર તેના પતિ અને પુત્ર પાસે ઘરે ગઈ હતી.

image source

આ અંગે ડાગમારે સર્જરી પછી ખૂબ ઉત્સાહથી જણાવ્યું હતું કે “હું ખૂબ જ ટુંક સમયમાં જ મારા ઓરકેસ્ટ્રા સાથે પાછી ફરવાની આશા રાખું છું.” ડાગમાર ટર્નર આઈલ ઓફ વિટ સિમ્ફની ઓરકેસ્ટ્રામાં વાયોલિન વાદક તરીકે સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ