જલ્સા કરોને જેંતીલાલ

બ્રહ્માકુમારીઝના ગુજરાત ખાતેના ઝોનલ હેડ શ્રી રાજયોગીની સરલા દીદીનું નીધન, નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું પોતાનું દુઃખ…

ગુજરાત ખાતે બ્રહ્માકુમારીઝના ઝોનલ હેડ રાજ યોગીની શ્રી સરલા દીદીનું નીધન.

સમગ્ર ભારતમાં ફેલાયેલા બ્રહ્મમા કુમારીઝના ભક્તો માટે દુઃખદ સમાચાર. બ્રહ્મા કુમારીઝ સમાજના ગુજરાત ખાતેના ડીરેક્ટર તેમજ ઝોનલ સંચાલીકા શ્રી બી.કે. સરલા દીદીનું દુઃખદ અવસાન થયું છે.

રાજ્યના મુખ્ય મંત્રીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજતી અર્પિત કરી છે. તેમણે લખ્યું છે કે રાજ યોગીની શ્રી સરલા દીદીના નિધનથી હું શોકમાં છું. તેણીએ ગુજરાતમાં બ્રહ્માકુમારીઝ સમાજ માટે સતત 50 વર્ષ કામ કર્યું છે. ઓમ શાંતિ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટર દ્વારા સરલા દીદીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે વધારામાં લખ્યું છે કે હું સદભાગી રહ્યો છું કે તેમણે હંમેશા મને શુભેચ્છા પાઠવી છે. તેમના પરિશ્રમ તેમજ સેવાઓને હું આદર આપતો આવ્યો છું. હું તેણીના કુટુંબ તેમજ તેમના અનુયાયીઓ પ્રત્યે મારો શોક વ્યક્ત કરું છે. ઓમ શાંતિ.

આ ઉપરાંત રાજ્ય પાલ ઓ.પી. કોહલીએ પણ સરલા દીદીના નીધન પર ઉંડો શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજતી આપી છે. તેમણે પણ દીદીની અપાર સેવાઓનો ઉલ્લેખ કરી જણાવ્યું છે કે બ્રહ્માકુમારીઝ સમાજના ગુજરાત ખાતેના વડા તરીકે સેવાઓ આપીને સંસ્થાના વિકાસમાં ખુબ મોટો ફાળો આપ્યો છે. લોકો હંમેશા તેમની સેવાને યાદ રાખશે.

તમને જણાવી દઈએ કે 79 વર્ષની ઉંમરે ગત ગુરુવારે તેમનું અવસાન થયું છે. તેઓ 1967થી બ્રહ્મા કુમારીની રાજ્ય અંતરગત સેવાઓમાં કાર્યરત હતા.

તેમની અંતિમ વિધિ બ્રહ્મકુમારીઝના મુખ્યાલય માઉન્ટ આબુમાં પૂર્ણ કરવામા આવશે. સરલા દીદીનો જન્મ 1940માં કચ્છના જખઉ ખાતે થયો હતો. તેમણે માત્ર 14 વર્ષની ઉંમરે પ્રજાપિતા બ્રહ્મ બાબા સાથે કામ કર્યું હતું. અને તેઓ રાજયોગીની દીદી જાનકીના ખુબ જ નજીકના વ્યક્તિ હતા.

રાજયોગીની સરલા દીદીને નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના હાથે જ ગુજરાત ગૌરવનો અવોર્ડ મળી ચુક્યો છે.

તેમના અંતિમ દર્શન ગુરુવારે રાત્રે સુખ-શાંતિ ભવન, કાંકરીયા ખાતે રાખવામાં આવ્યા હતા. અહીં તેમના દર્શન માટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, કરશનભાઈ પટેલ, શિવાનંદ આશ્રમના હેડ સ્વામી આધ્યાત્મોનંદ પણ આવ્યા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version