સાડી પહેરીને આ 3 યુવક પહોંચી ગયા કોલેજમાં, રસપ્રદ કારણ જાણી લો તમે પણ

આધુનિક જમાના જ્યાં વ્યક્તિને પહેરેલા કપડાથી ઓળખવામાં આવે છે. તેમજ આજકાલ સારા કપડાં પહેર્યા હોય તે વ્યક્તિને સારી ગણવામાં આવે છે. જ્યાં આજે લોકો સિરતને બદલે સુરતને વધારે મહત્વ આપવા લાગ્યા છે ત્યાં જ પુનાની ફર્ગ્યુસન કોલેજના વિદ્યાર્થીઓએ જેન્ડર ઈકવાલીટીનો દાખલો બેસાડવા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે. પૂણેની ફર્ગ્યુસન કોલેજના ત્રણ યુવાનો કોલેજના એન્યુઅલ ડે ના દિવસે સાડી પહેરીને કોલેજ પહોંચ્યા હતા.

image source

ગુરુવારના દિવસે પૂણેની ફર્ગ્યુસન કોલેજમાં એન્યુઅલ ડેનું ફંક્શન રાખવામાં આવ્યું હતું. આ દિવસ ખૂબ ખાસ હોવાથી કોલેજના દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે તૈયાર થઈને આવ્યા હતા. ત્યારે ફર્ગ્યુસન કોલેજના ત્રણ યુવાનોએ સાડી પહેરીને એન્યુઅલ ફંક્શનમાં જવાનું સાહસ કર્યું. આ યુવાનોનું નામ આકાશ પવાર, સુમિત હોનવાડકર અને ઋષિકેશ સનપ આ ત્રણેવ વિદ્યાર્થીઓએ ખૂબ સાહસિક પગલું ભર્યું હતું.

image source

એ વાતની બિલકુલ ચિંતા કર્યા વગર કે તેમના અન્ય મિત્રો કે વિદ્યાર્થી, પ્રોફેસર્સ શુ કહેશે કે તેમના વિશે શું વિચારશે. આ વિદ્યાર્થીઓએ ઇન્ડિયા ટુ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “એવું ક્યાં લખેલું છે કે છોકરાઓએ છોકરાના જ કપડાં પહેરવા જોઈએ અને છોકરીઓએ સાડી, સલવાર, કમીજ કે સ્કર્ટ જ પહેરવા જોઈએ. એટલે અમે નક્કી કર્યું કે અમે સાડી પહેરીને જઈશું.”

image source

વધુ જણાવતા આકાશ કહે છે કે તેણે બાકીના લોકો શુ વિચારશે તેની જરાય ચિંતા કરી નથી. સાડી પહેરવામાં થોડી તકલીફ જરૂરથી પડી પણ તેમની ફ્રેન્ડ શ્રધ્ધાએ તેમને ખૂબ મદદ કરી હતી. આ ત્રણ વિદ્યાર્થીઓનું કહેવું છે કે સાડી પહેર્યા પછી ખ્યાલ આવ્યો કે સાડી પહેરવામાં અને પહેર્યા પછી તેને સંભાળવા માટે કેટલી મહેનત કરવી પડે છે.

image source

પૂણેની ફર્ગ્યુસન કોલેજમાં આ પહેલા પણ એક વિદ્યાર્થીએ સાડી પહેરવાનું સાહસ કર્યું હતું. તેનું નામ સચિન ચૌહાણ છે જ્યારે સચિને સાડી પહેરી હતી ત્યારે તેને એક ટ્રાન્સજેન્ડર દિશા પિન્કીની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે જ્યારે આકાશ, સુમિત અને ઋષિકેશે સાડી પહેરી ત્યારે કોલેજના પ્રોફેસર્સ અને અન્ય વિદ્યાર્થીઓએ પણ તેઓને વધાવી લીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ