બર્બન બિસ્કિટમાં કાણા શા માટે હોય છે ?

શું તમને એ જાણવાની ક્યારેય ઉત્સુકતા થઈ છે કે બરબન બિસ્કીટ્સમાં કાણા શા માટે હોય છે ? તો આ રહ્યું તે પાછળનું કારણ. કોને બર્બન બિસ્કિટ્સ નહીં ગમતા હોય ? આ નાનકડા બિસ્કિટ અત્યંત લલચામણા હોય છે !


આ લંબચોરસ ચોકોલેટ કૂકીઝ અત્યંત સ્વાદિષ્ટ હોય છે, બર્બન તેમાંના ઉત્તમોત્તમ બિસ્કિટ છે. આ પહેલાં આપણે ક્યારેય બર્બન બિસ્કિટ વિષે કોઈ પ્રશ્ન નથી કર્યો, આપણી પાસે કોઈ કારણ જ નહોતું. તેમ છતાં આપણને હંમેશા આ એક બાબત વિષે જાણવાનું કૂતુહલ તો હંમેશા રહ્યું છે.

બર્બન બિસ્કિટમાં જે નાનકડા કાંણા હોય છે તે માત્ર દેખાવના જ હોય છે ? માત્ર બર્બન બિસ્કિટમાં જ આ નાનકડા કાણા બિસ્કિટની બન્ને બાજુ પાડવામાં આવેલા હોય છે જ્યારે અન્ય બિસ્કિટ્સમાં તમે જોયું હશે કે આવા કોઈ જ કાણા નથી હોતા જેમ કે ‘હાઇડ એન્ડ સિક’, ‘ગુડ ડે’.


ચેનલ 4ની ફૂડ અનરેપ્ડ સિરિઝની હોસ્ટ કેટ ક્વિલ્ટને મેક્વિટિઝ ટીમના મેનેજર, માર્ક ગ્રીનવેલે આ રહસ્યનું ઉદ્ઘાટન કરવા જણાવ્યું કે શા માટે બર્બન બિસ્કિટ્સમાં કાણા હોય છે અને અન્ય બિસ્કિટ્સમાં નથી હોતા. તો તે પાછળ એક નક્કર કારણ છે જે તેના સ્વાદને પણ અસર કરે છે.

તેઓ જણાવે છે, “જો તેમાંના કાંણા ન હોય, તો વરાળ બિસ્કિટ્સમાં જ રહી જાય છે. અને તેમ થવાથી બિસ્કિટ ટુટી જાય છે અને તમારો તેના પર અંકુશ રહેતો નથી,”


વધારામાં તેઓ જણાવે છે, “અમે કાણા દ્વારા બિસ્કિટ્સમાંની વરાળ બહાર કાઢી તેનું ઇવન ટેક્ષચર મેળવીએ છીએ.”

જોકે શોની હોસ્ટને આટલાથી સંતોષ નહીં થતાં તેણે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે બર્બન બિસ્કિટની જેમ અન્ય બિસ્કિટ્સમાં શા માટે કાણા નથી હોતાં.

અને તેણીને જાણવા મળ્યું કે, કારણ કે બિસ્કિટ્સમાં જ વરાળ રહી જતી હોવાથી, તેમાં પુરાયેલી ગરમી ખાંડને ચાસણીમાં ફેરવી નાખે છે, અને ખાંડનું કાચ જેવું સ્ટ્રક્ચર બની જાય છે, તમે કદાચ ઉકાળેલી મીઠાઈઓમાં આવા લક્ષણો જોયા જ હશે, અને માટે જ જીન્જર નટ્સમાં પણ આ જ લક્ષણો જોવા મળે છે.


તો અમે તમારા કૂતુહલને પોષી લીધું છે. મને ખાતરી છે કે તમને આ જાણીને આજે સારી ઉંઘ આવી જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ