“મોટા ભાઈએ નાના 6 વર્ષના બાળકનો હાથ લાંબો સમય ન ઝાલી શક્યો. અને સર્જાઈ કરુણાંતિકા “

મોટો ભાઈ નાના 6વર્ષના બાળકનો હાથ લાંબો સમય ન ઝાલી શક્યો અને સર્જાઈ કરુણાંતિકા, અત્યંત દુઃખદ 6 વર્ષનું કુમળ બાળક પડ્યું બોરવેલમાં…

આપણા સાંભળવામાં અવારનવાર આવતું હોય છે કે ખુલ્લા બોરવેલમાં નાનકડા બાળકો પડી જાય છે જેમાંથી કેટલાકને મહામહેનતે બહાર કાઢીને બચાવી લેવામાં આવે છે તો વળી કેટલાક મૃત્યુને ભેટે છે. તાજેતરમાં આવી જ ઘટના સુરત ખાતે બની છે. અહીંના ચીખલી તાલુકાના જોગવાડ ગામે એક સરકારી બોરવેલમાં છ વર્ષનું નાનકડું બાળક રમતું રમતું પડી ગયું હતું. મહામહેનતે છેક દોઢ બે કલાક બાદ તેને બહાર તો કાઢી લેવામાં આવ્યું હતું પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. આખાએ પરિવારજનો પર આ કરુણ ઘટનાથી માતમ છવાઈ ગયું હતું.

image source

આખોએ ઘટનાક્રમ કંઈક આ પ્રમાણે હતો

ઘટના સુરતના ચીખલી તાલુકાના જોગવાડ ગામના ગામતળ વિસ્તારની છે. અહીંની ખુલ્લી જગ્યામાં કેટલાક બાળકો રમી રહ્યા હતા. રમતા રમતાં આશરે 3.45 વાગ્યે અર્સદ અબ્દુલ અઝીઝ પઠાણ નામનું 6 વર્ષનુ બાળક ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું, તેની સાથે તેનો મોટો ભાઈ મારુક પણ રમી રહ્યો હતો. તેણે શરૂઆતમાં તો ભાઈનો હાથ પકડી રાખ્યો પણ તેનાથી અર્સદનો હાથ છૂટી ગયો અને તે બોરવેલમાં ઉંડે ઉતરી ગયો. આમ થતાં તરત જ મારૂકે બૂમરાણ મચાવી દીધી હતી અને સ્થાનિક લકો ત્યાં દોડી આવ્યા હતા.

image source

તરત જ અર્શદને બહાર કાઢવા માટે ત્રણ જેસીબીએ ખોદકામ શરૂ કરી દીધું હતું. અને છેક બે કલાક બાદ આશરે છ વાગ્યાની આસપાસ માસુમ બાળકને બહાર કાઢવામાં આવ્યું અને તેને તાત્કાલિક 108માં નજીકમાં આવેલી ટાંકલ સીએચસી હોસ્પિટલમાં લઈ જવામા આવ્યો હતો. જ્યારે તેને હોસ્પિટલપર પહોંચાડવામાં આવ્યો ત્યારે ફરજ પરના ડોક્ટરે તેની તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો હતો. આ સમાચારથી આખાએ કુટુંબમાં તેમજ સ્થાનિક લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

image source

ઘટનાની જાણ થતાં જ વિસ્તારના મામલતદાર પ્રિયંકા બેન, ડીવાયએસપી રમેશભાઈ ફળદૂ, નાયબ મામલતદાર વિજયભાઈ રબારી, જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ.અમીતાબેન, પીઆઈ ડી.કે. પટેલ, ધારા સભ્ય નરેશભાઈ, નાયબ ટીડીઓ બળવંતભાઈ સોલંકી, ધારા સભ્ય અનંત પટેલ ત્યાં દોડી આવ્યા હતા. મૃતક છ વર્ષિય બાળક અર્સદના પિતા અઝીઝભાઈ પોતે કડિયા કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે તેમને ચાર બાળકો છે જેમાંના સૌથી નાના પુત્ર અર્સદનું બોરવેલમાં પડી જવાથી મૃત્યુ નીપજ્યુ હતુ.

image source

મળેલા અહેવાલ પ્રમાણે આ બોરવેલ વર્ષો જૂનો હતો. તેમાં પાણી ન આવતા તેમાંની પાઈપો કાઢી લેવામાં આવી હતી અને તેને પૂરવા માટે જે તે સમયે તેમાં માટી પણ નાખવામાં આવી હતી પણ સમયપસાર થતાં તે માટી નીચે બેસી ગઈ હશે અને બોરવેલનું કાણુ પુરાયુ નહીં હોય અને આ કરુણ ઘટના સર્જાઈ હતી. આ સરકારી બોરવેલની ઉંડાઈ 120 ફૂટ જેટલી છે, માસુમ અર્સદ 20 ફૂટની ઉંડાઈમાં ફસાઈ ગયો હતો. પણ લાખ પ્રયત્ન છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો.

image source

એવું નથી કે આ કોઈ પહેલી ઘટના હોય. આખાએ દેશમાં આવી દૂર્ઘટના અનેકવાર બનતી હોય છે. તેમ છતાં આ સમસ્યાનો ક્યારેય કોઈ કાયમી ઉકેલ લાવવાનું પ્રશાસન દ્વારા ક્યારેય વિચારવામાં નથી આવી રહ્યું. આ બાબત પર કોઈ કાયમી ઉપાય શોધવો ખૂબ જરૂરી બની ગયું છે. નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ દ્વારા મળેલા અહેવાલ પ્રમાણે 2009થી અત્યાર સુધીમાં 40 કરતાં પણ વધારે બાળકો બોરવેલમાં પડીને મૃત્યુ પામ્યા છે. અને રેસ્ક્યુ ઓપરેશનમાં 70 ટકા નિષ્ફળતા મળી છે જે એક નિરાશાજનક આંકડો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ