‘બોર્બોન બિસ્કીટ’ ઘરે બનાવો, બાળકો ખુશ થઇ જશે બોલશે, સબસે ટેસ્ટી મમ્મી કા બિસ્કીટ!

મિત્રો ! બોર્બોન બિસ્કીટ યાદ છે ને ? બાળકોના અને સૌના ફેવરીટ! આ મકરસંક્રાંતિએ આ મજેદાર બિસ્કીટને ઘરે જ બનાવો!

બોર્બોન બિસ્કીટ બનાવવાની રીત :

સામગ્રી

1 કપ મેંદો,
1/4 કપ માખણ,
1/2 કપ ખાંડ,
1/2 tsp તૈયાર કોફી પાવડર (Optional),
1/2 tsp ખાવાનો soda,
1/2 tsp બેકિંગ પાવડર (Baking Powder ),
1 tbsp કોકો,
3/4 tsp વેનીલા એસેન્સ,
1 1/2 tsp મધ,
3-4 tbsp દૂધ,

ક્રીમ માટે

1/4 કપ માખણ,
1/3 કપ આઈસીંગ સુગર,
1 tsp કોકો,
1 tsp વેનીલા એસેન્સ,

રીત :

૧. મેંદો,ખાવાનો સોદા,બેકિંગ પાવડર અને કોકોને એક સાથે ચાળી લો.
૨. વાડકામાં માખણ,ખાંડ,વેનીલા એસેન્સ,અને મધ ભેળવી લો.
૩.હવે,ચાળેલી સુકી સામગ્રી ,કોફી પાવડર,અને ઉપર જણાવેલી માખણ અને ખાંડ વાળી સામગ્રી ભેળવી લો . અને થોડું થોડું દૂધ મેળવી ને નરમ લોટ બાંધી લો.
૪.પ્લાસ્ટિક પાથરી એના પર કોરા લોટ ભભરાવી દો. હવે, બાંધેલા લોટ ને એના પર વણી લો. લોટ ના એક સરખા ચોરસ ટુકડા કરી લો.
૫. તેના પર ખાંડ ભભરાવો અને કાંટા થી એક સરખા અંતરે ત્રણ કાણા પાડો.
૬. બેકિંગ ટ્રે પર માખણ કે ઘી નું આછું સ્તર બનાવી ને બિસ્કીટ ને 325 F પર 15 મિનીટ બેક થવા દો.
૭. થોડી મીનીટો પછી ઠંડુ પાડવા દો.
૮. એક બિસ્કીટ પર ક્રીમ ચોપડો અને બીજી બિસ્કીટ એના પર લગાવી દો.
૯. એને હવા ચુસ્ત ડબ્બા (air tight ) માં ભરી લો.

રસોઈની રાણી : રચના ચોકસી (કેલીફોર્નીયા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી