બોર મટાડશે રોગ : હા મિત્રો બોર જે આપણે ખાતા હોઈએ છીએ એ જાણો કયા રોગમાં આપશે ફાયદો…

આમ તો આપણે જાણીએ જ છીએ કે ફળ ખાવા એ સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે, પણ તમને જણાવી દઈએ કે દરેક ફળના અલગ અલગ ફાયદા હોય છે. આજે અમે તમને જે ફળ વિષે જણાવવાના છે એ ફળને આરોગવાથી આપણે ઘણા બધા રોગોને જડમૂળમાંથી દૂર કરી શકીએ છીએ. તમે વિચારતા હશો કે આવું કયું ફળ છે જેનાથી રોગ એ જડમૂળમાંથી મટી જશે. તો તમને જણાવી દઈએ કે એ ફળ બીજું કોઈ નહિ પણ બધાને પસંદ આવતા બોર છે. નાનપણથી અત્યાર સુધી કેટલીય વાર આપણે ખાધા હશે. ઘણા તો એવા મિત્રો પણ હશે જેઓએ બોરડી પરથી ડાયરેક્ટ તોડીને પણ ખાધા હશે.

બોર એક એવું ફળ છે જેને આરોગવાથી આપણા શરીરના ઘણા બધા રોગો જડમૂળથી દૂર થઇ જાય છે. આવો તમને જણાવી દઈએ કે બોર ખાવાથી શું ફાયદો થાય છે. BTW તમને કેવા બોર ખાવા પસંદ છે ? કોમેન્ટમાં જણાવજો.

જે પણ મિત્રોને વારંવાર મોઢું આવી જવું એટલે કે મોઢામાં ચાંદા પાડવા વગેરે જેવી તકલીફ થતી હોય છે જેના કારણે આપણે આપનું મનપસંદ ભોજન નથી કરી શકતા, આવા મિત્રોએ એક કામ કરવાનું છે જેનાથી તેમની આ તકલીફ દૂર થઇ જશે, તમારે ફક્ત બોરના પાનને પીસીને તેનો કાવો બનાવવાનો છે પછી એ કાવાથી દિવસમાં ૨ થી ૩ વાર કોગળા કરવાના રહેશે. જો તમે સતત બે દિવસ સુધી આ ઉપાય કરો છો તો તમારા મોઢામાં પડેલ ચાંદા દૂર થઇ જશે.

તમને જણાવી દઈએ કે જો તમારું પાચનતંત્ર નબળું છે તો તમારા માટે બોર એ કોઈ વરદાનથી ઓછા નથી, બોરમાં એવા મિનરલ્સ હોય છે જે આપણા પાચનતંત્રને મજબુત બનાવે છે. તમારે તમારા પાચનતંત્રને મજબુત બનાવવા માટે દિવસમાં ઓછામાં ઓછા ૩ થી ૪ બોર ખાવાના છે. આમ કરવાથી તમારું પાચનતંત્ર મજબુત થઇ જશે.

બોરમાં ભરપુર માત્રામાં ફાયબર હોય છે જે તમને કબજિયાતમાં રાહત આપે છે. સાથે સાથે જે મિત્રોને રાત્રે ઊંઘ નથી આવતી કે પછી ઓછી ઊંઘ આવે છે તેમના માટે પણ બોર ફાયદાકારક છે. તમને જાણીને નવાઈ લાગશે પણ બોર નિયમિત ખાવાથી જે મિત્રો તણાવમાં હોય છે તેમનો માનસિક તણાવ દૂર થાય છે. બોર ખાવાથી સીધી અસર એ આપણા શરીરમાં રહેલ રીલેક્સ હોર્મોન પર થાય છે જેનાથી વ્યક્તિના મનમાંથી બધી ચિંતાઓ દૂર થાય છે અને તેમને સારું ઊંઘ આવે છે.

બોરમાં વિટામીનની સાથે કેલ્સિયમ પણ હોય છે જે વ્યક્તિના હાડકાં મજબુત કરવામાં મદદ કરે છે. હાડકા મજબુત કરતુ આ ફળ એ તમારા બાળકોને ખાસ ખવડાવજો. તમે કેવા બોર ખાવાના પસંદ કરો છો કોમેન્ટમાં જણાવો.