ટેક્સી ડ્રાઇવરે યુવતિને મોતને ઘાટ ઉતારી ! ઓનલાઈન બુકીંગની આ એક ભૂલે પૂજાનું અસ્તિત્વ મિટાવી દીધું.

શું તમે નિયમિત ઓનલાઈન ટેક્સી બુક કરાવો છો ? તો આ ચોંકાવનારો કીસ્સો ચોક્કસ વાંચો

જે લોકો ઓનલાઈન સેવાઓ દ્વારા નિયમિત રીતે ભાડાની કારનો ઉપયોગ કરતાં હશે તેમના માટે આ વાત જરા પણ અજાણી નહીં હોય. અને જો અજાણી હોય તો આ લેખ ખાસ વાંચે. ઘણીવાર જ્યારે ટેક્સી ભાડે આપતી કંપનીની એપ કે પછી તેની વેબસાઇટ પરથી ટેક્સી બુક કરવામા આવે છે ત્યારે કોઈ બહાને ડ્રાઈવર ટ્રીપ કેન્સલ કરાવી દે છે અને પછી ફરી સંપર્ક કરીને તમને કંપનીના જ ભાવે રાઈડ આપવાનું વચન આપે છે.

આવો જ એક પ્રસંગ કોલકાતાની એક યુવતિ સાથે બની ગયો. તેણીએ કાર માટે એપ પર બુકીંગ તો કરાવી લીધું પણ ડ્રાઈવરે તે કેન્સલ કરાવીને તેણીનો સીધો જ કોન્ટેક્ટ કરીને તેણીને તે જ ભાવે ડ્રાઈવ આપવાની ઓફર કરી. વાસ્તવમાં આ ડ્રાઈવરે કંપનીને બાજુ પર મુકીને સીધો જ ગ્રાહકનો સંપર્ક કર્યો અને તેણીને રાઈડ આપી.

તમે જ્યારે કાર રેન્ટ માટેની જે ઓનલાઈન સેવાઓ હોય છે તેનો ઉપયોગ કરો છો ત્યારે તમને તેમાં સસ્તા ભાડાનો તો લાભ મળે જ છે પણ તે એપ્લિકેશન કે વેબસાઈટ પર જે તે ડ્રાઈવરનું નામ, તેમજ તેનું લોકેશન તેમજ તેની ગાડી જ્યાં છે ત્યાંનુ લોકેશન પણ કંપની પાસે અને જો તમે તમારી રાઈડ તમારા કોઈ નજીકના વ્યક્તિ સાથે શેયર કરી હોય તો તેને તમારું લોકેશન મળતું રહે છે.

પણ આવી ડાયરેક્ટ સંપર્કવાળી રાઈડમા તમને માત્ર ભાડામાં જ લાભ મળે છે પણ તેની સામે તમે તમારી સુરક્ષાને પણ દાવ પર લગાવો છો. પોલીસે આ બાબતે ઘણીવાર લોકોને ચેતવણી આપી છે કે એપ્લિકેશનમાં નોંધાયેલા ડ્રાઈવરનો ક્યારેય સીધો જ સંપર્ક ન કરવો.

બસ આ જ ભુલ કોલકાતાની પુજા સીંઘે બેંગલુરુમાં કરી. તેણી કોલકાતામાં એક મોડેલ તેમજ ઇવેન્ટ મેનેજર છે. પુજા રહે છે તો કોલકાતામાં પણ પોતાના કામ અર્થે બેંગલુરુના પારાપ્પોલા અગ્રહારા ખાતે આવેલી સ્ટાર હોટેલમાં એક ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં આવી હતી. તેણી જ્યારે બેંગલુરુના એરપોર્ટ પરથી હોટેલ પર આવી ત્યારે તેણીએ એક ઓલા કેબ બુક કરાવી હતી અને તેના ડ્રાઈવરને સૂચના આપી હતી કે 31 જુલાઈએ તેણીને હોટેલ પરથી એરપોર્ટ મુકી જવામાં આવે. પણ તેણી માટે આ એક ભયાનક ભુલ સાબિત થઈ.

31મી જુલાઈએ, સ્થાનિક પોલીસ સ્ટેશનનો લેન્ડલાઈન રણકીઉઠે છે. ફોન પર કોઈ અજાણ્યો અવાજ છે તે જણાવે છે કે કોઈ અજાણી યુવતિનું શવ તેને મળ્યું છે, જે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલના પાછલા ગેટ પાસે આવેલા કોઈ ખેતરમાં પડ્યું છે. શરીર પર ચપ્પાના અગણિત ઘા મારવામાં આવ્યા છે. છાતી, પેટ, ગળા અને હથેળી બધું જ ઘાથી ભરેલું છે.

જ્યારે પેલીસ તપાસ શરૂ થઈ ત્યારે તેઓ આ ગુનાનો ભોગ બનનાર સ્ત્રીને ન ઓળખી શક્યા કારણ કે તેણી પાસે તેણીની ઓળખ આપે તેવા કોઈ જ દસ્તાવેજ નહોતા મળ્યા. પોલીસ માટે આ યુવતિને ઓળખવી એ મોટો પડકાર હતો.

તેણીની આંગળીમાંની વીંટી અ તેણીના ચહેરા પરના ફિચર્સ તેણી પશ્ચિમ બંગાળ કે પછી ઉત્તર ભારતની હોય તેવું દર્શાવતા હતા. તરત જ એક ટીમને દીલ્લી તેમજ પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી. જેથી કરીને ત્યાંના પોલિસ સ્ટેશનમાં જો કોઈ યુવતિના ગાયબ થવાની ફરિયાદ નોંધાઈ હોય તો તેના પરથી કોઈ માહિતી મળે.

પોલિસ માટે જો કોઈ પગેરું હોય તો તે હતા તેણીએ પહેરેલો ડ્રેસ, તેના ચપ્પલ અને તેની કાંડા ઘડિયાળ. અને આ કાંડા ઘડિયાળમાંના એક અસામાન્ય નંબર પરથી પોલિસે તેના ખરીદનારની શોધખોળ શરૂ કરી. તપાસ કરતાં તેમને કોઈ જ માહિતી ન મળી શકી.

પણ પશ્ચિમ બંગાળ માટે રવાના થયેલી ટીમે શોધી કાઢ્યું કે કોલકાતાના ન્યુ ટાઉન પોલિસ સ્ટેશનમાંથી પુજા સિંઘ ડેના ગાયબ થવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ત્યાં પુજા સિંઘના પરિવારનો સંપર્ક કરતાં તેમના હસબન્ડ સુદીપ ડે દ્વારા જાણ થઈ કે પહેલી ઓગસ્ટે તેમના ફોન પર પુજાના ફોન પરથી એક મેસેજ મોકલવામાં આવ્યો હતો જેમાં તેણીના અકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કેહવામાં આવ્યું હતું. તેણે તરત જ પુજાને ફોન કર્યો, પણ તેણીએ જવાબ ન આપ્યો અને ત્યારબાદ ફોન સતત સ્વિચ્ડ ઓફ આવતો હતો.

પુજાના મોબાઈલ કોલના રેકોર્ડ અને ઇમેઈલ અકાઉન્ટ દ્વારા જાણવા મળ્યું કે તેણી આગલી રાત્રે એક ટેક્સીમાં મુસાફરી કરી હતી અને ત્યારબાદથી તેણી ગાયબ છે. તપાસ કરતાં પ્રથમ જ પ્રયાસે પોલીસને પગેરુ મળ્યું. ડ્રાઈવરને પકડી લાવવામાં આવ્યો જેનું નામ હતું એચ.એન નાગેશ. પોલીસ પુછપરછમાં નાગેશે પોતાનો ગુનો કબૂલી લીધો.

આખરે શું થયું હતું પુજા સાથે ?

વાસ્તવમાં પુજાએ 29 જુલાઈએ ઓલા એપ પરથી બેંગલુરુના એરપોર્ટ પરથી હોટેલ જવા માટે ટેક્સી બુક કરાવી હતી. અને ફરીવાર ટેક્સી બુક કરવવાની આળસે તેણીએ તે જ ડ્રાઈવરને 31મીએ સવારે વહેલા 4 વાગ્યે હોટેલ પરથી લઈને એરપોર્ટ પર મુકી જવા જણાવ્યું. બસ આ ભુલ થઈ ગઈ પુજાથી.

ઓલાનો આ ડ્રાઈવર એટલે કે નાગેશે હમણાથી જ ડ્રાઈવીંગ શરુ કર્યું હતું અને છેલ્લા કેટલાક વખતથી તે આર્થિક સંકડામણમાં હતો અને તેની ગાડીના હપ્તા પણ તેણે નહોતા ચુકવ્યા. તેણે વિચાર્યું પુજા પૈસાદાર હતી અને એકલી પણ હતી તો તેને એરપોર્ટ જતાં રસ્તામાં લૂંટી લેવી.

વહેલી સવાર હોવાથી તેમજ કામથી થાકેલી હોવાથી પુજા એરપોર્ટ જતાં રસ્તામાં સુઈ ગઈ. નાગેશે આ તકને ઝડપી લીધી અને ટેક્સીને કોઈ બીજાજ વેરાન રસ્તે ફંટાવી દીધી. એક વિરાન જગ્યાએ તેણે ગાડી રોકી અને એક છરી તેમજ ગાડીમાં રાખવામાં આવેલા જેકના સળિયાથી તેણીને ત્યાં સુઘી ઘા જીક્યા જ્યાં સુધી તેણી બેભાન ન થઈ ગઈ.

જ્યારે તેણી ભાનમાં આવી અને તેણીએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે નાગેશે એક ઇંટ લઈ તેણીની હત્યા કરી નાખી.
નાગેશ તરત જ તેણીનો મોબાઈલ ફોન, પર્સ, તેનો સામાન બધું જ લઈને તેણીની લાશને ફેંકીને ત્યાંથી ભાગી ગયો. નાગેશે જ્યારે તેનું પર્સ તપાસ્યું ત્યારે તેને તેમાંથી માત્ર 500 રૂપિયાની એક નોટ અને કેટલાક એટીએમ કાર્ડ સિવાય બીજું કંઈ જ ન મળ્યું.

આપણી એક નાની અમથી ભુલ આપણને કેટલી ભયંકર મુસિબતમાં મુકી દે છે ! નાગેશમાં પુજાને લૂંટવાની હીંમત એટલા માટે આવી કારણ કે તેની રાઈડ એપમાં નોંધાયેલી નહોતી એટલે તેને કોઈ ટ્રેસ કરી શકે તેમ નહોતી. તેને લાગ્યું કે તે ગુનો કરીને સરળતાથી બચી જશે પણ તેમ ન થયું. તેને તો માત્ર 500 રૂપિયા સિવાય કંઈ ન મળ્યું પણ પુજા પોતાનો જીવ ખોઈ બેઠી અને તેની પાછળ કકળતા પરિવારને છોડી ગઈ.

એક ગરીબ નિરાશ, નાસિપાસ થયેલા વ્યક્તિએ એક સુંદર જીવન કે જેણે તો હજું પાંગરવાનું હતું તેને વેરવિખેર કરી નાખ્યું. ખરેખર આવી ઘટનાઓ વિષે જાણીને અત્યંત દુખ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ