યમ્મી એન્ડ ટેસ્ટી બોમ્બે વેજ.ચીઝ સેન્ડવીચ બનાવો આજે ઘરે ને ખવડાવો તમારા વ્હાલા બાળકોને ……

બોમ્બે વેજ.ચીઝ સેન્ડવીચ

આ ખુબજ ઇઝી રેસીપી જે બધા જ લોકો ને ફેવરીટ ડીશ હોય છે. જે નાના બાળકો થી માંડી ને મોટા બધાની ફેવરીટ ડીશ છે.આ એક બોમ્બે નુ સ્ટ્રીટ ફુડ/ ફાસ્ટફુડ છે.જેમાં સ્પાઇસી ગ્રીન ચટણી, સેન્ડવીચ મસાલા તેમજ થોડો જીરા પાવડર નાખી અલગ ટેસ્ટ આપ્યો છે. આ સેન્ડવીચ ને ડીનર માં,બપોર નાં નાસ્તા તરીકે,બાળકો ને તથા ઓફિસ નાં લંચ બોક્સ માં તમે લઇ જઇ શકો છો, તેમજ જો તમારે બાળકો ને આ બ્રેડ ના આપવા હોઇ તો ઘઊં નાં બ્રેડ સ્લાઇઝ ની સેન્ડવીચ ને બનાવી ને આપી શકો છો. આ પાર્ટી સ્નેક્સ માં પણ બનાવી શકાય છે..

સામગ્રી :

 • ૪ બ્રેડ સ્લાઇઝ
 • ૨ ટમેટા (રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
 • ૨ મિડીયમ કાંદા (રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
 • ૨ મિડીયમ બટેકા( બાફી ને રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
 • ૧-૨ કાકડી (રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
 • ૧ બીટ
 • મીઠું
 • સેંડવીચ મસાલો
 • ચીઝ
 • સોસ
 • જીરા પાવડર
 • લીલી ચટણી

રીત :

૧) સૌ પ્રથમ બે બ્રેડ સ્લાઇઝ ને લઇ તેની ચારેય બાજુની કોર કાઢી લો. તેમાં બટર લગાવી .

૨) હવે એક બાજુ બધા વેજ. ને રાઉંન્ડ કાપી લો. આ જ રીતે બીટ અને કાંદા પણ કાપી લેવા.

૩)કોથમીરની ચટણી લગાવી સ્પ્રેડ કરી અને તેમાં સેન્ડવીચ મસાલો તેમજ થોડું મીઠું અને જીરું પાવડર સ્પ્રીંકલ કરો. હવે સૌ પ્રથમ પીક્સ માં બતાવ્ય મુજબ કાકડીનું લેયર કરી લો. અને તેનાં ઉપર સેન્ડવીચ મસાલો અને મીઠું સ્પ્રીંકલ કરી લો.

૪) હવે પીક્સ માં બતાવ્ય મુજબ બટેકા નુ લેયર ને ગોઠવી લો. અને તેનાં ઉપર સેન્ડવીચ મસાલો અને મીઠું સ્પ્રીંકલ કરી લો.

૫) હવે પીક્સ માં બતાવ્ય મુજબ ટમેટાં નુ લેયર ને ગોઠવી લો. અને તેનાં ઉપર સેન્ડવીચ મસાલો અને મીઠું સ્પ્રીંકલ કરી લો.

૬) હવે પીક્સ માં બતાવ્ય મુજબ કાંદા અને બીટ નુ લેયર ને ગોઠવી લો. અને તેનાં ઉપર સેન્ડવીચ મસાલો અને મીઠું સ્પ્રીંકલ કરી લો.

૭) હવે બધા લેયર ગોઠવ્યા બાદ તેનાં પર બીજી સ્લાઇઝ ગોઠવી લો.અને તેને ચાર પીસ માં કાપી લો. અને તેના પર ચીઝ નાખી ટુથપીક નાંખી એને સર્વ કરો .

નોંધ :

આ વેજ સેન્ડવીચ માં ચટણી નાં બદલે જામ વેજ.સેન્ડવીચ અને બટર વેજ સેન્ડવીચ પણ બનાવી શકાય છે. બીટ કાંદા ઓપ્શનલ છે જેમને નથી નાખવું એ એના વગર બનાવી શકે છે. આ સેન્ડવીચ પર કેચપ ચીઝ સાથે નાયલોન સેવ નાખી ને બટેકાની વેફર્સ સાથે પણ સર્વ કરી શકાય છે.

રસોઈની રાણી: ખુશ્બુ દોશી (સુરત)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી