લોકો પોતાની જિંદગીના સૌથી મહત્વના વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે ઘણીવાર એમના નામનું ટેટુ કરાવે છે અને એમાં આપના બૉલીવુડ સ્ટાર્સ પણ પાછળ નથી. અમુક ફિલ્મ સ્ટાર્સ પણ ટેટુ બનાવીને પોતાના લોકો પ્રત્યેનો પ્રેમ અને ડેડીકેશન બતાવી ચુક્યા છે. તો ચાલો જાણી લઈએ આ સ્ટાર્સના ટેટુની રસપ્રદ કહાનીઓ.
અર્જુન કપૂર.

અર્જુન કપૂરે હાલમાં જ પોતાની બહેન અંશુલા કપૂરના નનું ટેટુ પોતાના હાથ પર કરાવ્યું જેની ખૂબ જ ચર્ચા થઈ. અર્જુને સોશિયલ મીડિયા પર ટેટુનો ફોટો શેર કરીને ઇમોશનલ પોસ્ટ પણ લખી. અર્જુને આ ટેટુમાં આલ્ફાબેટ A અને હુકમનો સિમ્બોલ બનાવ્યો છે. બન્ને સિમ્બોલને એકસાથે જોડીને અર્જુને જણાવ્યું કે એમની બહેન એમના માટે ખૂબ જ પાવરફુલ છે. એ પહેલાં અર્જુન પોતાના કાંડા પર માઁ ટેટુ પણ બનાવી ચુક્યા છે.
અક્ષય કુમાર.

અક્ષય કુમાર જેટલા સારા પ્રોફેશનલ એકટર છે એટલા જ સારા ફેમીલી મેન પણ છે. અક્ષય કુમારના ટેટુમાં પણ એમના પરિવાર પ્રત્યેનો ચોખ્ખો દેખાય છે. એમના ડાબા ખભા પર એમની પત્ની ટીના એટલે કે ટ્વીનકલના નામનું ટેટુ છે. જમણા ખભા પર દીકરી નિતારાના નામનું અને પીઠ પર દીકરા આરવના નામનું ટેટુ છે.
પ્રિયંકા ચોપરા.

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા એમના પિતાની લાડલી હતી અને પિતા સાથેનું એમનું એટેચમેન્ટ એમના ટેટુમાં પણ દેખાય છે. પ્રિયંકાએ એમના જમણા હાથની હથેળી પાસે daddy s lil girl ટેટુ કરાવ્યું છે. આ ટેટુ એમને એમના પિતા અશોક ચોપરમી હેન્ડરાઇટિંગમાં લખેલું છે.
અર્જુન રામપાલ.

એકટર અર્જુન રામપાલના ભલે વાઈફ મેહર સાથે ડિવોર્સ થઈ ગયા હોય પણ એમની બન્ને દીકરીઓને એ ખૂબ જ પ્રેમ કરે છે.આ રાજુને પોતાના બન્ને હાથ પર દીકરીઓના નામના ટેટુ પણ કરાવ્યા છે. એક હાથ પર માહિકા લખ્યું છે તો બીજા હાથ પાસે માયરા લખ્યું છે.
સૈફ અલી ખાન.

સૈફ અલી ખાન એમની બેગમ કરીના કપૂર ખાનને કેટલો પ્રેમ કરે છે એ તો બધા જાણે છે. સૈફ અને કરીનાએ ફિલ્મ ટશનના સેટ પર ડેટિંગની શરૂઆત કરી હતી અને એના થોડા દિવસ પછી જ પોતાના પ્રેમ પર વિશ્વાસ અપાવવા માટે સૈફએ હિન્દીમાં કરીના નામનું ટેટુ બનાવડાવ્યું હતું. સૈફ આને પ્રેમનું શગુન માને છે.
ઋત્વિક રોશન

ઋત્વિક રોશન અને સુઝેન ખાન જ્યારે હેપીલી મેરિડ કપલ હતા ત્યારે બન્નેએ પોતાના કાંડા પર સ્ટારનું ટેટુ કરાવ્યું હતું. એ સિવાય ઋત્વિકના કંડાની અંદરની તરફ સુઝેનના નામનું ટેટુ પજ છે. જો કે બન્નેનું સેપરેશન થઈ ચૂક્યું છે પણ ઋત્વિકના ટેટુમાં આજે પણ સુઝેનનું નામ છે.
હર્ષવર્ધન કપૂર.

અનિલ કપૂરના દીકરા અને સોનમ કપૂરના હેન્ડસમ ભાઈ હર્ષવર્ધન કપૂર પણ પોતાની ફેમિલીની ખૂબ જ નજીક છે ખાસ કરીને પોતાની બહેનો સોનમ અને રિયાને એ ખૂબ જ પ્રેમ કરે છે. અને પોતાની બહેનો પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે હર્ષવર્ધને પોતાની પીઠની બન્ને બાજુ સોનમ અને રિયાના નામનું ટેટુ કરાવ્યું છે.
કુણાલ ખેમુ.

કુણાલ ખેમુ એમની દીકરી ઇનાયાને કેટલો પ્રેમ કરે છે એ તો બધા જાણે છે. ઇનાયા એમના દિલની ધડકન છે અને ઘણીવાર એ સોશિયલ મીડિયા પર દીકરી સાથે ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. ગયા વર્ષે કુનાલે ઇનાયાના નામનું ટેટુ પણ કરાવ્યું છે જે ખૂબ જ સુંદર છે
.ઇમરાન ખાન.

એકટર ઇમરાન ખાન ભલે જ વાઈફ અવંતિકા મલિકથી લાંબા સમયથી અલગ રહી રહ્યા છે પણ આ ક્યૂટ કપલની દિલરી ઇમારા છે જે ઇમરાનના દિલની ધડકન છે. દીકરી પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે ઇમરાને પોતાની ચેસ્ટ પર ખભાની નજીક દીકરી ઇમારાની ફૂટપ્રિન્ટનું ટેટુ કરાવ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong