શાળાના દિવસોમાં બોલીવૂડના આ સિતારાઓ કંઈક આવા લાગતા હતા – આ સ્ટારને તો તમે ઓળખી જ નહીં શકો

શાળાના દિવસોમાં બોલીવૂડના આ સિતારાઓ કંઈક આવા લાગતા હતા – આ સ્ટારને તો તમે ઓળખી જ નહીં શકો

બોલીવૂડે આપણા જીવનના દરેક તબક્કે આપણને ક્યાંકને ક્યાંક અસર કરી છે. અને આપણે હંમેશા આ ગ્લેમર વર્લ્ડ તરફ આકર્ષાયેલા રહીએ છીએ. અને આપણા માનીતા અને ગમતા અભિનેતા અભિનેત્રીઓ વિશે હંમેશા કંઈક વધારે જાણવાની ઉત્સુકતા રાખતા હોઈએ છીએ. પણ હાલ સોશિયલ મિડિયાના કારણે ફેન્સ પોતાના સ્ટાર્સની ઘણી નજીક આવ્યા છે અને સ્ટાર્સ પણ પોતાની વણજોઈ બાજુને પોતાના ફેન્સને બતાવતા જરા પણ ખચકાતા નથી. અને માટે જ આજે અમે તમને બોલીવૂડના કેટલાક એવાસ્ટાર્સની શાળા સમયની તસ્વીરો બતાવીશું કે જેને જોઈને તમને વિશ્વાસ જ નહીં થાય કે તેઓ ખરેખર તે જ છે !?

પ્રિયંકા ચોપડા

image source

બોલીવૂડની જાણીતી અને ખ્યાતનામ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ સની દેઓલની ફિલ્મ ધ હીરોથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણી તે પહેલાં દેશને ગર્વ અપાવીના મિસ વર્લ્ડ બની હતી. આજે તેણી માત્ર બોલીવૂડ જ નહીં પણ હોલીવૂડનો પણ જાણીતો ચહેરો બની ગઈ છે. તેણીએ પોતાની અભિનય ક્ષમતાથી ખૂબ નામના મેળવી છે. જુઓ તેણી શાળાના દિવસાં કેટલી ક્યૂટ લાગતી હતી.

દીપિકા પાદુકોણ

image source

દીપિકા પાદુકોણ બોલીવૂડની સૌથી વધારે કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. તેણીના પિતા પ્રકાશ પાદુકોણ ઇન્ટરનેશનલ બેડમિન્ટન પ્લેયર રહી ચુક્યા છે. તેણી પણ નેશનલ લેવલ બેડમિન્ટન પ્લેયર રહી ચુકી છે. તેણી બોલીવૂડમાં પ્રવેશતા પહેલાં મોડેલિંગ કરતી હતી. પણ ફિલ્મ ઓમ શાંતિ ઓમ કર્યા બાદ તેણી બોલીવૂડનો જાણીતો ચહેરો બની ગઈ અને આજે તેણી બોલીવૂડની ટોપ એક્ટ્રેસીસમાંની એક છે. દિપિકા પાદુકોણ શાળાના દિવસોમાં કંઈક આવી લાગતી હતી. જુઓ આ તસ્વીરમાં.

અમિષા પટેલ

image source

ફિલ્મ કહોના પ્યાર હૈથી અમિષા પટેલે બોલીવૂડમાં ડેબ્યુ કર્યો હતો. પોતાની કેરિયરમાં તેણીએ ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. જો કે કેટલાક વર્ષો સુપરહીટ ફિલ્મો આપ્યા બાદ તેનો સીતારો આથમી ગયો અને તેણીને ફિલ્મો ઓછી મળવા લાગી અને હાલ તેણી ફિલ્મોમાં નથી જોવા મળતી. પણ તમને જણાવી દઈએ કે તેણી પોતાના અભ્યાસના વર્ષોમાં એક સ્કોલર સ્ટુડન્ટ રહી ચુકી છે. શાળાના દિવસોમાં પણ આજની જેમ જ અમિષા ખૂબ જ સુંદર લાગતી હતી.

સુશાંત સિંહ રાજપૂત

image source

સુશાંત સિંહ રાજપૂત બાળપણથી જ ડેશિંગ અને ચાર્મિંગ લાગતો હતો. તેના મૃત્યુ બાદ તેની બાળપણની ઘણી બધી તસ્વીરો અવારનવાર વાયરલ થતી રહે છે. તેણે ફિલ્મ કાયપો છે થી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તેને ખરી ઓળખ ફિલ્મ એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી મળી હતી. આ પહેલાં સુશાંત એકતા કપૂરના પ્રોડક્શન હેઠળ સિરિયલ પવિત્ર રિશ્તાથી જાણીતો બન્યો હતો. શાળાના દિવસોમાં સુશાંત સિંહ રાજપૂત ખૂબ નટખટ રહો. તમે તેની આજની અને નાનપણની તસ્વીર જોશો તો તમારા માટે તેને ઓળખવો મુશ્કેલ થઈ જશે.

માવરા હોકેન

image source

બોલીવૂડ ઇડસ્ટ્રીમાં પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેનને તમે સનમ તેરી કસમ ફિલ્મમાં જોઈ હશે. જો કે ત્યાર બાદ તેણીને બોલીવૂડમાં કંઈ વધારે કામ ન મળ્યું અને ત્યાર બાદ તેણી સાવ ગાયબ જ થઈ ગઈ. પણ તેણીની શાળા સમયની તસ્વીર તમે જોઈ શકો છો. શાળાના સમયમાં પણ તેણી ખૂબ સુંદર લાગતી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ