બોલિવૂડની આ ફિલ્મો વિશે જાણીને તમે પણ બોલી ઉઠશો સાવ આવું તો હોય કંઇ! થયુ કંઇક એવું કે…

બોલીવુડની આ ફિલ્મો નથી થઈ ક્યારેય રિલીઝ, ક્યારેક રહી વિવાદોમાં તો ક્યારેક રહી પૈસાની તંગી.

બોક્સ ઓફીસ પર ઘણી ફિલ્મો રિલીઝ થાય છે, ઘણા પ્રોડ્યુસર કરોડો રૂપિયા લગાવીને ફિલ્મ બનાવે છે. મુવી બજારમાં સારો નફો જોતા લોકો એની તરફ આકર્ષિત થઈ જાય છે પણ ફિલ્મ બની ગઈ તો ઠીક પણ જો વચ્ચે બંધ થઈ જાય તો પ્રોડ્યુસરના કરોડો રૂપિયા પાણીમાં ડૂબી જાય છે. એવી ઘણી ફિલ્મો છે જે શૂટ તો થઈ કે પછી એને બનાવવાની વાત કહેવામાં આવી પણ એ વચ્ચે જ અટકી ગઈ.

આ ફિલ્મોમાંથી એક છે અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ શુબાઈટ. આ ફિલ્મને બને ઘણા વર્ષો થઈ ગયા પણ હજી સુધી આ ફિલ્મ રિલીઝ નથી થઈ શકી. ચર્ચા છે કે શુબાઈટને હવે આટલા વર્ષો પછી રિલીઝ કરવા વિશે વિચારવામાં આવી રહ્યું છે. ફિલ્મ નિર્માતા ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી શકે છે. પણ હજી આ વાતની કોઈ પુષ્ટિ નથી થઈ.

image source

જો આ ફિલ્મ રિલીઝ થાય છે તો એને બિગ બીની મહેનતનું જ પરિણામ માનવામાં આવશે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી બિગ બી આ ફિલ્મને રિલીઝ કરવા માટે મેકર્સને વિનંતી કરી રહ્યા છે. વર્ષ 2018માં અમિતાભે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા એને રિલીઝ કરવાની વિનંતી કરી હતી. આ ફિલ્મના શૂટિંગ પુરી થઈ ગયા બાદ આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ એટલે રિલીઝ ન થઈ શકી.

image source

અક્ષય કુમાર આમ તો દરેક ફિલ્મ નક્કી કરેલા સમયે પુરી કરવા માટે જાણીતા છે. પણ ઘણા ઓછા લોકોને ખબર હશે કે અક્ષય કુમારની અમુક ફિલ્મો છે જે ક્યારેય રિલીઝ જ નથી થઈ. વર્ષ 1993માં અક્ષય કુમારે ફિલ્મ પરિણામ સાઈન કરી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે દિવ્યા ભારતી હતી. પણ ફિલ્મ શરૂ થાય એ પહેલા જ દિવ્યા ભારતીનું અવસાન થઈ ગયું. અને આ ફિલ્મ બંધ થઈ ગઈ.

image source

અક્ષય કુમારની જ એક અન્ય ફિલ્મ ચાંદ ભાઈ વર્ષ 2012માં રિલીઝ થવાની હતી. જેમાં એમની સાથે વિદ્યા બાલન હતી. ફિલ્મના ડાયરેકટર હતા નિખિલ આડવાણી. ફિલ્મ ચાંદ ભાઈ એક એવા છોકરાની વાર્તા હતી જે એક ગેંગસ્ટર બનવા માંગતો હતો. ફિલ્મ અનાઉન્સ તો થઈ પણ ક્યારેય બની ન શકી.

image source

વર્ષ 2018માં ખબર હતી કે કેટરીના કેફની બહેન બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. કેટરીનાની બહેન ઇઝાબેલ ફિલ્મ ટાઈમ ટુ ડાન્સ ફિલ્મ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં પગ મુકવાની હતી, ફિલ્મમાં ઇઝાબેલની સાથે સૂરજ પંચોલી પણ હતા. આ એક ડાન્સ ડ્રામા ફિલ્મ હતી પણ ફિલ્મના અમુક ભાગને ફરીવાર શૂટ કરવાનું બાકી હતી અને એવું ન થઈ શક્યું. ફિલ્મ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ હોવા છતાં હજી સુધી રિલીઝ નથી થઈ.

image source

શેખર કપૂરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ટાઈમ મશીન પણ હજી સુધી રિલીઝ નથી થઈ. વર્ષ 1992માં બનેલી આ ફિલ્મમાં આમિર ખાન, રવીના ટંડન, રેખા, નસરૂદિન શાહ જેવા મોટા કલાકારો હતા. ફિલ્મની શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું હતું. જો કે શેખર કપૂર પાસે પૈસા ખતમ થઈ ગયા હતા એટલે એનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું.

image source

ફિલ્મ ચલ મેરે ભાઈ પછી સલમાન ખાન અને સંજય દત્તે મુકુલ આનંદની ફિલ્મ દસ સાઈન કરી હતી. વર્ષ 1997માં સલમાન ખાન અને સંજય દત્તે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કર્યું હતું પણ એ દરમિયાન નિર્દેશક મુકુલ આનંદનું અવસાન થઈ ગયું અને ફિલ્મ અટકી ગઈ. આ ફિલ્મ હજી સુધી શરૂ નથી થઈ પણ એના એક ગીત દસ બહાનેએ ખૂબ ધૂમ મચાવી હતી.

રાજકુમાર સંતોષીની ફિલ્મ સામના વર્ષ 2005માં રિલીઝ થવાની હતી પણ આ ફિલ્મ અમુક વિવાદોના કારણે હજી સુધી રિલીઝ નથી થઈ શકી. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતા. ફિલ્મમાં અક્ષય સિવાય અજય દેવગન, નાના પાટેકર, રિતેશ દેશમુખ, ઉર્મિલા મારતોડકર અને મહિમા ચૌધરી જેવા મોટા કલાકારો સામેલ હતા.

image source

વર્ષ 2009માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને સંજય દતની ફિલ્મ બ્લુની સિકવલ ફિલ્મ આસમાનને અનાઉન્સ કરવામાં આવી હતી. ફિલ્મ આસમાન વર્ષ 2012માં રિલીઝ થવાની હતી. ફિલ્મ આસમાન માટે ફિલ્મ બ્લુના સ્ટાર કસ્ટન3 સાઈન કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત, લારા દત્તા, કેટરીના કેફ અને ઝાયેદ ખાન હતા. પણ અમુક કારણોસર ફિલ્મ બની ન શકી.

image source

ઋતુપર્ણો ઘોષે અભિનેતા દેવ આનંદની સુપરહિટ ફિલ્મ ગાઈડની રિમેક બનાવવાની જાહેરાત કરી હતી. ફિલ્મનું નામ રાહગીર રાખવામાં આવ્યું હતું. ઋતુપર્ણો ઘોષે ફિલ્મમાં અક્ષય કુમાર અને વિદ્યા બાલનને કાસ્ટ પણ કરી લીધા હતા પણ ફિલ્મ ન બની શકી. સુત્રોનું માનીએ તો ફિલ્મ ન બનવાનું એક કારણ દેવ આંનદ પણ હતા. દેવ આનંદ નહોતા ઈચ્છતા કે આ ફિલ્મની રિમેક બને.

image source

ફિલ્મ બનાવવામાં અને એને બોક્સ ઓફીસ પર રિલીઝ કરવામાં ઘણી મહેનત અને પૈસા લાગે છે. જો ફિલ્મ રિલીઝ થઈ જાય છે તો એ પોતાની મહેનત વસૂલી લે છે પણ જો ફિલ્મ ન રિલીઝ થાય તો એ ફિલ્મ પ્રોડ્યુસરનું મોટું નુકસાન કરીને જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ