બોલીવુડની આ રિયલ લાઈફ જોડીને જોઈને તમે વિચારશો કે શું ખરેખર તેમણે લગ્ન કરેલા છે?

બોલીવૂડના ઓકવર્ડ કપલ્સ

આમ જોવા જઈએ તો બોલીવૂડે જ આપણને કયા હીરો સાથે કઈ હીરોઈન વધારે શોભે છે તે શીખવ્યું છે. મૂળે તો આ જોડીનો ખ્યાલ જ બોલીવૂડે સામાન્ય મામસના મગજમાં નાખ્યો છે. બોલીવૂડમાં નીતુ કપૂર – રીશી કપૂર, કાજોલ-શાહરુખ, માધુરી – અનિલ કપૂર, અને લેટેસ્ટમાં રણવીર – દીપીકાની જોડી પોતપોતાના સમયમાં ખૂબ ધૂમ મચાવી ચૂકી છે. અને આજે પણ આ કપલ્સને લોકો એક સાથે જોવા આતૂર રહે છે.

image source

પણ ઘણીવાર એવું બનતું હોય છે આપણને કેટલીક જોડીઓ નથી ગમતી હોતી. જેમ કે રોબોટ મુવીમાં રજનીકાંત અને ઐશ્વર્યાની જ જોડી લઈ લઈએ. તેમની જોડીને ઘણા બધા ફેન્સ દ્વારા રીજેક્ટ કરવામાં આવી હતી. જો કે આ જોડી તો ઠીક છે કે એક ફિલ્મ કરીને છુટ્ટી થઈ જાય છે પણ જે રીલ પર નહીં પણ રીયલમાં આ પ્રકારની જોડીઓ છે તેનું શું ? જો કે જોડી કેવી લાગે છે એ દરેક વ્યક્તિનો પોતાનો અલગ જ દ્રષ્ટિકોણ છે. પણ મૂળે તે જે બે વ્યક્તિએ એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું છે તેઓ જ જાણી શકે છે કે તેમની જોડી કેટલી કંપેટીબલ છે ? પણ જો માત્ર દેખાવની દ્રષ્ટિએ જોવા જઈએ તો બોલીવૂડની આ વાસ્તવિક જોડીઓ તમારી આંખો ચાર કરી દેશે.

તો ચાલે જાણીએ બોલીવૂડની એવી જોડીઓ વિષે જે દેખાવે એકબીજાને જરા પણ કોમ્પ્લિમેન્ટ નથી કરતી.

શ્રીદેવી – બોની કપૂર

image source

શ્રી દેવીના મૃત્યુને એક વર્ષ ઉપર થઈ ગયું છે. જો કે જે વર્ષે શ્રીદેવીએ બોલીવૂડ ફિલ્મ પ્રોડ્યુસર અને પ્રખ્યાત બોલીવૂડ અભિનેતા અનિલ કપૂર સાથે લગ્ન કર્યા હતા ત્યારે ભારે ચકચાર મચી ગઈ હતી. શ્રીદેવી અને બોની કપૂરનું જ્યારે અફેર ચાલી રહ્યું હતું ત્યારે બોની કપૂર પરણિત હતો અને તેને બે સંતાનો પણ હતા. પણ શ્રીદેવી સાથે લગ્ન કરવા માટે તેણે પોતાની પહેલી પત્ની સાથે છુટ્ટા છેડા લીધા હતા.

image source

બોની કપૂરના પહેલી પત્નીથી બે સંતાન છે એક દીકરો અને એક દીકરી. દીકરા અર્જુન કપૂરને આપણે સૌ જાણીએ છીએ. પિતાના માતાને ડીવોર્સ આપવાના પગલાથી અર્જુન ક્યારેય ખુશ નહોતો. તેણે હંમેશા શ્રીદેવી અને તેની દીકરીઓને પોતાનાથી દૂર જ રાખ્યા હતા. પણ શ્રીદેવીના મૃત્યુ બાદ તે પોતાના પિતાની સાથે આવી ગયો અને શ્રીદેવીની દીકરીઓ માટે પણ તે એક મોટાભાઈની જેમ અડીખમ ઉભો રહ્યો.

રાની મુખર્જી – આદિત્ય ચોપરા

image source

રાની મુખર્જીએ 90ના દાયકાના અંતમાં પોતાની એક્ટિંગ દ્વારા લોકોને પોતા દિવાના કરી મુક્યા હતા. તેણીએ સંજય લીલા ભણસાળીની ફિલ્મ બ્લેકમાં એક અંધ-બહેરી-ગુંગી વ્યક્તિનું જે પાત્ર નિભાવ્યું હતું તેના માટે તેણીને નેશનલ અવોર્ડ પણ મળી ચુક્યો છે.

image source

એક અહેવાલ પ્રમાણે રાણી મુખર્જી અમિતાભના દીકરા અભિષેક બચ્ચનને પોતાનુ દીલ દઈ બેઠી હતી તો વળી તેની વાતો ગોવિંદા અને વિવેક ઓબેરોય સાથે પણ ઉડી હતી. પણ છેવટે તેણીએ હીન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દીગ્ગજ ડીરેક્ટર યશ ચોપરાના મોટા દીકરા, દીલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી સદાબહાર રોમેંટીક ફિલ્મ બનાવનાર આદિત્ય ચોપરાને પોતાનું દીલ દઈ દીધું. અને તેણી કોઈપણ જાતના ભભકા વગર એક સાદી લગ્ન સેરેમનીથી આદિત્ય ચોપરા સાથે જીવનભર માટે જોડાઈ ગઈ.

image source

આજે આ બન્નેને એક નાનકડી દીકરી અદિરા છે. જેને તે બન્ને પાપારાઝીથી દૂર રાખવા માગે છે. આદિત્ય ચોપરા પોતે પણ કેમેરા સામે આવવાનું ટાળે છે. તે પોતે પણ એક ઉત્તમ ડીરેક્ટર છે તેમ છતાં તે પોતે કેમેરા સામે ક્યારેય નથી આવતો અને તેણે પત્ની રાનીને કડક સૂચના આપી છે કે તેની દીકરીની પણ પાપારાઝીઓ દ્વારા તસ્વીરો લેવામાં ન આવે. તેમના લગ્ન 2014માં થયા હતા. આજની તારીખમાં પણ તે બન્ને ભાગ્યે જ જાહેરમાં સાથે જોવા મળે છે.

જુહી ચાવલા – જય મેહતા

image source

જુહી ચાવલાએ પોતાની કારેકીર્દીનો સુરજ અસ્ત થાય તે પહેલાં જ પરણી જવાનું નક્કી કરી લીધું. તેણીએ મુંબઈ સ્થિત ગુજરાતી બિઝનેસ ટાઈકૂન જય મહેતા સાથે 1994માં લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો દીકરી જાહ્નવી અને દીકરો અર્જુન છે. જુહિ ચાવલા જય મેહતા કરતાં ઉંમરમાં ઘણી નાની છે.

image source

જુહી ચાવલા પોતાના પતિ સાથે શાહરુખ ખાનની કોલકાતા નાઇટ રાઇડર્સ આઈપીએલ ટીમ પણ ધરાવે છે. તેણી શાહરુખ ખાન સાથે રેડ ચીલી એન્ટરટેઇનમેન્ટની ભાગીદારી પણ ધરાવે છે જેમાં તેણીનો ભાઈ બોબી ચાવલા સીઈઓ હતો જે સ્ટ્રોક આવતા ચાર વર્ષ કોમામાં સરી પડ્યો હતો અને ત્યાર બાદ મૃત્યુ પામ્યો હતો તો તેણીની બહેન પણ કેન્સરથી 2012માં મૃત્યુ પામી હતી. હાલ તેણી પોતાના બાળકોની ટીન એજ એન્જોય કરી રહી છે અને ઇનસ્ટાગ્રામ પર પેતાના ફેન્સને પોતાની ખબર આપતી રહે છે.

ફારાહ ખાન – શિરિશ કુંદર

image source

54 વર્ષિય ફારાહ ખાન ફરહાન અખ્તરની માસીની દીકરી છે. તેણીએ ફિલ્મ એડીટર શિરિશ કુંદર સાથે 2004માં લગ્ન કર્યા હતા. શિરિશ ફારાહ કરતાં લગભગ 9 વર્ષ નાનો છે. તે ફિલ્મ એડીટીંગ ઉપરાંત ફિલ્મ રાઈટર, પ્રોડ્યુસર, ડીરેક્ટર અને કંપોઝર પણ છે. થોડા વર્ષો પહેલાં તેની અને શાહરુખ ખાન વચ્ચે કોઈ ઝઘડો થવાના સમાચાર પણ ઉછળ્યા હતા.

image source

ફારાહ અને શીરીશના ત્રણ બાળકો પણ છે જે ત્રીપલેટ છે. ફારાહ ખાન 80ના દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. જો કે તેની કીસમતનો તારો તેના ડીરેક્શન હેઠળની પહેલી ફિલ્મ મેં હુ ના 2004માં આવી ત્યારે ચમકી ઉઠ્યો હતો. જો કે તે પહેલાં તેણી ઇન્ડસ્ટ્રીની એક સ્થાપિત ડાન્સર સાબિત થઈ ચૂકી હતી.

સિમોન સિંઘ – ફહાદ સમર

image source

સિમોન સિંઘે ફિલ્મોમાં મોટે ભાગે ચારિત્ર્ય અભિનય જ કર્યો છે. તેણી ફિલ્મો કરતાં ટીવી સીરીઝ માટે વધારે જાણીતી છે. નેવુના દાયકામાં સોની ટીવી પર આવતી હીના સિરિઝથી તેણી ઘરે ઘરે પ્રખ્યાત થઈ ગઈ હતી.

image source

સિમોન એટલી સુંદર છે કે તેણી કેઈ સામાન્ય વ્યક્તિ સાથે ઉભી હોય તો તરત જ લોકોને તે બન્નેની જોડી થોડી ઓકવોર્ડ લાગે. જો કે આ બન્નેએ જ્યારે જ્યારે પણ જાહેરમાં દેખા દીધી છે ત્યારે બન્ને એકબીજા સાથે ખુશ હોય તેવું લાગ્યું છે. ફહાદ એક લોકપ્રિય લેખક છે. અને સાથે સાથે એક ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. તેના બે પુસ્તકો સ્કેન્ડલ પોઈન્ટ અને ફ્લેશ પોઇન્ટ વાંચકોમાં ઘણા પ્રિય છે.

કીમ શર્મા – અલી પંજાની

image source

કીમ શર્માને બોલીવૂડ કંઈ ખાસ ફળ્યું નહોતું. તેણીને જો કે દિગ્ગજ ડીરેક્ટર યશ ચોપરાની ફિલ્મ મુહેબત્તેમાં આદિત્ય ચોપરાની સામે મહત્ત્વનો રોલ મળ્યો છતાં તે અભિનયક્ષેત્રે આગળ નહોતી વધી શકી. જો કે તેણીએ ઘણા બધા એન્ડર્સમેન્ટ કર્યા હતા જેવા કે ક્લોઝ-અપ, સનસિલ્ક, પેપ્સી, તાતા સફારી, પોન્ડ્સ, ફેર એન્ડ લવલી, ક્લિન એન્ડ ક્લિયર અને લિરિલ જેવા પણ ફિલ્મોમાં તેણી સફળ ન જ થઈ શકી.

image source

કિમ શર્માનું ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ અફેયર હતું તેવા પણ અહેવાલ આવી ચુક્યા છે. અને છેલ્લે જ્યારે યુવરાજ સિંહે ક્રીકેટમાંથી રીટાયરમેન્ટ માટેની જે પાર્ટી આપી હતી ત્યાં હાજરી આપીને કીમે ચકચાર મચાવી દીધી હતી. હાલ કીમ શર્મા અલી પુંજાનીને ડેટ કરી રહી છે. અલિ દેખાવે એક સામાન્ય પુરુષ છે. જો કે થોડા સમય પહેલાં જ એવા સમાચાર ઉડ્યા હતા કે અલીએ કીંમને કોઈ અન્ય સ્ત્રી માટે ડંપ કરી દીધી હતી. હવે અહીં કોણે કોને ડંપ કરવું જોઈએ એ તમે જ વિચારી શકો છો.

તુલીપ જોશી – વિનોદ નાયર

image source

તુલીપ જોશીએ પણ યશ રાજ ફિલ્મથી પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. જો તમને હજુ પણ યાદ ન હોય તો જીમી શેરગીલ અને ઉદય ચોપરા અભિનિત મેરે યાર કી શાદીમાં તેણી લીડ રોલમાં હતી.

image source

તેણીની આ ફિલ્મ હીટ ગઈ હતી તેમ છતાં તેણી બેલીવૂડમાં પોતાના પગ નહોતા જમાવી શકી. તુલીપ જોશીએ એક્સ આર્મી મેન કેપ્ટન વિનોદ નાયર સાથે લગ્ન કર્યા છે. તેણીના પતિએ પંજાબ રેજિમેન્ટની 19મી બટાલીયનમાં છ વર્ષ સુધી સેવા આપી હતી.

image source

બોલીવૂડના સેલિબ્રિટિ એક નહીંને બીજી રીતે લાઈમલાઇટમા રહેતા જ હોય છે. તે પછી તેમની કોઈની સાથે જોડી જામી ગઈ હોય તો પણ તેઓ સમાચારમાં આવતા હોય છે અને ન જામતી હોય તો પણ સમાચાર તો બનતા જ હોય છે. એમ પણ કહ્યું જ છે કે જોડીઓ ઉપરવાળો બનાવે છે તો પછી ઉપરવાળાએ બનાવેલી વસ્તુ ઇમપર્ફેક્ટ કેવી રીતે હોઈ શકે. જો કે કેટલીક જોડીને જોઈને તો પેલી કહેવત કે પ્રેમ આંધળો છે તે સાચી સાબિત થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ