આ ૫ અભિનેત્રીઓના બાળકો લાગે છે તેમની કાર્બન કોપી – જુઓ ફોટા..

બોલીવૂડની આ સેલિબ્રીટીઝ છે તેમના પેરેન્ટ્સની કાર્બન કોપી

માતાપિતાનું પોતાના સંતાનોમાં ઘણું બધું ઉતરતું હોય છે. ખાસ કરીને તેમની ટેવો-કુટેવો અને તેમનો દેખાવ. ટેવો કુટેવો વિષે તો બહારની વ્યક્તિ વધારે નથી જાણી શકતી પણ તેમના દેખાવને તરત જ લોકો તેમના માતાપિતા સાથે કંપેર કરવા લાગે છે. અને તેઓ ભલે સંપુર્ણ તેમના માતાપિતા જેવા ન લાગતા હોય પણ તેમની આંખો કે પછી નાક કે પછી હોઠ કે પછી તેમના દાંત કે પછી તેમનું સ્મિત આમાંનું કંઈકને કંઈક તો માતાપિતા સાથે મળતું જ આવતું હોય છે.

પણ કેટલાક બાળકો તો તેમના માતા કે પિતાની અદલ ફોટો કોપી જેવા જ લાગતા હોય છે. તેમના માત્ર નાક અને આંખ જ નહીં પણ તેમનો સંપુર્ણ દેખાવ પણ તેમના માતાપિતા જેવા જ હોય છે. આજના આ લેખમાં અમે તમને બોલીવૂડની કેટલીક હસ્તીઓ વિષે જણાવીશું કે તેઓ તેમની માતા જેવા લાગે છે કે પિતા જેવા.

image source

સામાન્ય લોકો કરતાં સ્ટારકીડ્સ પર તેમના માતા કે પિતા જેવા દેખાવા કે હોવાનું ઘણું બધું પ્રેશર રહેલું હોય છે. તેમને વારંવાર તેમા પિતા કે માતા સાથે સરખાવવામાં આવે છે પછી તેમનો દેખાવ હોય તેમની અભિનય ક્ષમતા હોય કે પછી તેમની કેરીયરની ચડતી પડતી હોય.

જો તમને સારા અલિ ખાનને જોઈને વારંવાર અમૃતા સિંહની યાદ આવી જતી હોય તો તમને જણાવી દઈએ કે માત્ર સારાઅલિ ખાન જ નહીં પણ બોલીવૂડના બીજા કેટલાક સ્ટાર્સ પણ પોતાના માતા કે પિતા જેવા જ લાગે છે. તેમને આપણે તેમના પેરેન્ટ્સની કાર્બન કોપી પણ કહી શકીએ.

image source

સારા અલિ ખાન – અમૃતા સિંહ

સારા અલિ ખાન, સૈફ અલિ ખાન અને અમૃતા સિંહની દીકરી છે. સામાન્ય રીતે દીકરીઓ પોતાના પિતા પર વધારે જતી હોય પણ અહીં થોડું ઉંધું છે અહીં સારા અલિ ખાન પોતાના પિતા પર નહીં પણ પોતાની માતા અમૃતા સિંહ પર ગઈ છે. તે અદલ પોતાની માતા જેવી જ દેખાય છે. સૈફ અને અમૃતા વર્ષો પહેલાં એકબીજાથી છુટ્ટા પડી ગયા હતા અને સૈફ પણ તેણીથી છુટ્ટા પડ્યા બાદ કેટલીક રીલેશનશીપમાં રહ્યો છે અને હાલ કરીના કપુર સાથે લગ્ન કરીને સ્થાયી થયો છે.

સારા અલી ખાને બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. તેણી એક નવાબી કુટુંબમાંથી આવવા છતાં તેનો સામાન્ય લોકો તેમજે ઇન્ડસ્ટ્રીના લોકો પ્રત્યેનો જે ડાઉન ટુ અર્થ એટીટ્યુડ છે તેના માટે તેણીને ખુબ જ પસંદ કરવામા આવી રહી છે. તમને જણાવી દઈએ કે સારા અલિખાન અમૃતા સિંહ જેવ લાગે છે તો વળી તેનો ભાઈ તેના પિતા જેવો લાગે છે.

image source

કરીના કપૂર ખાન અને તૈમુર અલી ખાન

ફરી એકવાર અહીં દીકરો માતા પર ગયો છે. હા, કરીના કપૂર ખાનનો સુપરસ્ટાર બેબી બૉય તૈમુર અલીખાન તેની માતા જેવો જ દેખાય છે. કરીનાની નાનપણની ઘણી બધી તસ્વીરો આજે સોશિયલ મિડિયા તેમજ ગુગલ પર અવેલેબલ છે માટે તે બન્ને મા-દીકરાને એકબીજા સાથે સરખાવવા જરા પણ અઘરા નથી.

image source

તૈમુર આજે દેશનો સૌથી ફેમસ સ્ટાર કીડ છે. તેની તસ્વીરો લેવા પાપારાઝીઓ રીતસરની પડાપડી કરે છે. તમને જણાવી દઈએ કે તૈમુર અલી ખાન તસ્વીરોના રેટ કાર્ડમાં સૌથી ઉપરનુ સ્થાન ધરાવે છે. અમે તમને એ પણ જણાવી દઈએ કે તૈમુર અલી ખાન મૂળે પોતાના નાના પર ગયો છે. હા, કરીનાના પિતા રણધીર કપૂર અને તૈમુરનો દેખાવ અદલ સરખો છે. જો કે કરીના પણ તેના પિતાના દેખાવ પર જ ગયેલી છે.

image source

કાજોલ અને યુગ દેવગન

ઉપર જણાવ્યું તે પ્રમાણે હંમેશા એવું કહેવામા આવ્યું છે કે જો દીકરો પોતાની માતા પર ગયો હોય તો નસીબદાર કહેવાય અને દીકરી પોતાના પિતા પર ગઈ હોય તો નસીબદાર કહેવાય. કાજોલ-અજય દેવગનનો દીકરો યુગ દેવગન અદલ કાજોલ પર ગયો છે. કાજોલની નાનપણની તસ્વીર અને યુગની હાલની તસ્વીર તે બન્ને વચ્ચેની અદલ સામ્યતા દર્શાવે છે.

image soruce

આમ તો યુગની તસ્વીરો મિડિયામાં ઘણી ઓછી જોવા મળે છે. મોટે ભાગે કાજોલ જ તેના દીકરાની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કરતી જોવા મળે છે. થોડા સમય પહેલાં તેણીએ પોતાના દીકરાના બર્થડે વખતે કેટલીક તસ્વીરો શેયર કરી હતી.

image source

ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન

ઐશ્વર્યા રાય પોતે એક મોટી સ્ટાર છે માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં તેની એક અલગ ઓળખ છે. તે જ્યારે ક્યારેય પણ કેમેરા સામે આવે છે ત્યારે કેમેરા પણ અંજાઈ જાય છે. ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યાને હંમેશા પોતાની સાથે જ રાખે છે પછી તે લેક્મે ફેશન વિક હોય કે પછી કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ હોય કે પછી કેનેડામાં જઈ કોઈ ઉદ્ઘાટન કરવાનું હોય, તે હંમેશા પોતાની દીકરીને પોતાની સાથે જ રાખે છે.

image source

ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્યા ક્યારેક ખુશ થઈને પાપારાઝી સામે હાથ વેવ કરતી જોવા મળે છે તો ક્યારેક તેનાથી ડરતી પણ જોવા મળી છે. આરાધ્યા દેખાવે તેની માતા જેવી જ લાગે છે. ઐશ્વર્યાની નાનપણની તસ્વીર જોઈએ તો તેમા તે આરાધ્યા જેવી જ લાગે છે.

image source

ટ્વીંકલ ખન્ના અને નિતારા ખન્ના

ટ્વીંકલ ખન્ના અને અક્ષય કુમાર પોતાના બાળકોને કેમેરા સામે લાવવાનું વધારે પસંદ નથી કરતાં. તેમ છતાં ઘણી બધી વાર તેઓ જાહેરમાં જોવા મળ્યા હોય તેમજ તેઓએ પોતે પણ સોશિયલ મિડિયા પર તસ્વીરો શેયર કરી હોય ત્યારે ત્યારે તેમની તસ્વીરો જોવામાં આવે છે. સાત વર્ષિય નિતારા ટ્વીંકલની બેબી એડીશન લાગે છે. આ બન્નેની બાળપણની તસ્વીરો લગભગ સરખી જ લાગે છે.

image source

ટ્વીંકલ પણ એક સ્ટાર કીડ છે તેણી રાજેશ ખન્ના અને ડીમ્પલ કાપડિયાની દીકરી છે. તેણીનું નાનપણ પણ તેની દીકરીની જેમ લાઈમલાઇટમાં જ પસાર થયું છે જો કે તે વખતે સોશિયલ મિડિયા નહોતું હોવાથી સ્ટાર કીડ્સને આટલા બધા કેમેરાઝનો સામનો નહોતો કરવો પડતો અને તેઓ છૂટથી બહાર ફરી પણ શકતાં હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ