જલ્સા કરોને જેંતીલાલ

ફિલ્મી પડદા પર જેમનાથી ધ્રુજે છે લોકો, તે ૭ વિલનોની પત્નીઓ છે બિલકુલ સીધીસાદી.

બોલીવુડની ફિલ્મોમાં જેટલુ મહત્વ હીરોનું હોઈ છે એટલુ જ વિલનનું. ક્યારેક-ક્યારેક તો ફિલ્મો ફક્ત વિલન ને કારણે હિટ થઈ જાય છે. અમરીશ પુરી, પ્રેમ ચોપડા સહિત ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એવા ડઝનો વિલન થયા જેમની ધમક હિરોથી ઓછી નથી રહી.


પરંતુ હમેંશા લાઈમ લાઈટમાં હિરો જ રહ્યા છે. આજ અમે તમને આ વિલનના અંગત જીવનના સૌથી મહત્વપૂર્ણ પહેલુ થી રૂબરૂ કરાવીશું. આજ અમે આ વિલનની પત્નીઓથી મેળવીશું.


૧.શક્તિ કપૂર- શિવાંગી કપૂર

શરૂઆત કરીએ શક્તિ કપૂરથી જ. બોલીવુડ ના પ્રખ્યાત વિલન શક્તિ કપૂરની પત્ની શિવાંગી કપૂર પ્રખ્યાત અદાકારા પદ્મિની કોલ્હાપુરીની મોટી બહેન છે. એવામાં એમની સફળતાનો અંદાજો લગાવવો વધુ મુશ્કેલ નથી. શક્તિની પત્ની ૮૦ ના દાયકામાં અભિનેત્રી રહી ચૂકી છે.


શિવાંગી એ પોતાના કરિયરની શરૂઆત ૧૯૮૦માં આવેલી ફિલ્મ ‘કિસ્મત’ થી કરી હતી. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી અને રંજીતા લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં શક્તિ કપૂ્રે પણ કામ કર્યુ હતુ. બન્નેની પહેલી મુલાકાત આ જ ફિલ્મના સેટ પર થઈ હતી. બન્નેમાં મિત્રતા થઈ અને બાદમાં પ્રેમ. આખરે બન્ને એ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.


ભાગીને કર્યા હતા લગ્ન

શિવાંગીના માતાપિતા આ લગ્ન માટે રાજી ના હતા. અંતે બન્ને એ ભાગીની લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બન્ને એ ૧૯૮૨માં ભાગીને લગ્ન કરી લીધા. જ્યારે શિવાંગી એ લગ્ન કર્યા તે સમયે તેમની ઉંમર ૧૮ વર્ષ હતી. લગ્ન બાદ શિવાંગી એ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધુ અને પારિવારિક જીવનમાં વ્યસ્ત થઈ ગયા.


પ્લેબેક સિંગર પણ રહી છે શિવાંગી

શિવાંગીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ પંઢરીનાથ કોલ્હાપૂરે અને માતા અનુપમા કોલ્હાપૂરે છે. શિવાંગી એ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બોલીવુડમાં પ્લેબેક સિંગરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.


ગુલશન ગ્રોવર-કશિશ

ગુલશન ગ્રોવરની ઈમેજ બોલીવુડમાં બેડ બોયની છે. તેમણે બે લગ્ન કર્યા. ગુલશન ના પહેલા લગ્ન ફિલોમીના સાથે થયા પરંતુ ત્રણ વર્ષ બાદ તેમના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ તેમણે કશિશ સાથે લગ્ન કર્યા પરંતુ એક વર્ષમાં તેમના સાથે પણ છૂટાછેડા લઈ લીધા.


ગુલશન ગ્રોવરના પહેલા લગ્ન ૧૯૯૮માં ફિલોમીના સાથે થયા. જોકે આ લગ્ન ૩ વર્ષ પણ ના ચાલ્યા અને ૨૦૦૧માં બન્નેના તલાક થઈ ગયા. ફિલોમીનાથી ગુલશન ગ્રોવરનો એક દિકરો પણ છે, જેનું નામ સંજય ગ્રોવર છે. છૂટાછેડા બાદ ગુલશનની રિકવેસ્ટ પર દિકરાની કસ્ટડી તેને જ મળી.

૨૦૦૧માં ગુલશને તેમનાથી બીજા લગ્ન કર્યા પરંતુ…


પહેલી પત્ની ને તલાક આપ્યા બાદ ગુલશન ગ્રોવરે એ જ વર્ષે બીજા લગ્ન કશિશ સાથે કર્યા. જોકે આ લગ્ન તો વર્ષભર પણ ના ચાલ્યા અને ફક્ત ૧૦ મહિના બાદ જ ૨૦૦૨માં ગુલશન અને કશિશના તલાક થઈ ગયા.

જોકે એ દરમિયાન એવા સમાચારો પણ આવ્યા કે ગુલશન ના દિકરાથી કશિશની ટ્યુનિંગ નહોતી બનતી, જેના કારણે એમના વચ્ચે ઝગડા થતા હતા. જણાવી દઈએ કે કશિશથી ગુલશન ને કોઈ સંતાન નથી.


આશુતોષ રાણા-રેણુકા શહાણે

આશુતોષ રાણા એ વિલન ની ભૂમિકાને એક નવી ઓળખ આપી. તેમના પત્ની રેણુકા શહાણે પણ આજ ઈંડસ્ટ્રીનું જાણીતું નામ છે. તે ઘણી મોટી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. ઈવેન્ટમાં આશુતોષે જણાવ્યુ કે-‘ હું અને રેણુકા એકદમ વિપરિત છીએ. તે શહેરી છે અને હું ગ્રામીણ છું.


તે દરેક કામમાં એકદમ પંક્ચયુઅલ છે અને હું બેતરકીબ છુ. તે રાત્રે ૧૦ વાગ્યા બાદ કોઈનો ફોન પણ નથી ઉપાડતી અને મારો તો દિવસ જ રાત્રે ૧૦ વાગ્યાથી શરૂ થાય છે. મને કવિતાઓ ખૂબ પસંદ છે પરંતુ રેણુકા કવિતાઓ પસંદ નથી કરતી.
આશુતોષ અને રેણુકાની પહેલી મુલાકાત ડાયરેક્ટર હંસલ મહેતાની એક ફિલ્મના શુટીંગ દરમિયાન થઈ હતી. તેમની મુલાકાત સિંગર રાજેશ્વરી સચદેવ એ કરાવી હતી.


તે સમય સુધી આશુતોષ તો રેણુકા વિશે થોડુ ઘણુ જાણતા હતા, પરંતુ રેણુકા તેમનાથી બિલકુલ અજાણ હતી. પહેલી જ મુલાકાતમાં રેણુકા ને જોતા જ આશુતોષ ને પ્રેમ થઈ ગયો હતો. જોકે, આ મુલાકાત બાદ બન્ને કેટલાય મહિનાઓ સુધી ના મળ્યા. બાદમાં ધીરે ધીરે બન્નેમાં વાતચીત શરૂ થઈ.


રાણા એ જણાવ્યુ-‘મે નક્કી કર્યુ હતુ કે હું રેણુકાને આઈ લવ યુ કહેવા મજબૂર કરી દઈશ. એક કિસ્સો સંભળાવતા તેમણે જણાવ્યુ-‘ રેણુકા ગોવામાં શુટીંગ કરી રહી હતી તો મેં તેને ફોન પર એક કવિતા સંભળાવી. આ કવિતામાં મે ઈકરાર, ઈનકાર, ખામોશી, ખાલીપન અને ઝુકી નિગાહે..બધુ લખ્યુ હતુ. આ કવિતાને સાંભળ્યા બાદ રેણુકા એ મને આઈ લવ યુ કહી દીધુ હતુ. આ સાંભળીને હું ખૂશીથી પાગલ થઇ ગયો હતો પરંતુ મે તેમને કહ્યુ હતુ કે મળીને વાત કરીએ’.

અઢી વર્ષ ડેટિંગ બાદ કર્યા હતા લગ્ન


રેણુકાના છૂટાછેડા થઈ ચૂક્યા હતા. તેમણે પહેલા મરાઠી થિયેટરના ડાયરેક્ટર વિજય કેનકરે સાથે લગ્ન કર્યા હતા. એવામાં રેણુકાના મનમાં લગ્નને લઈને કાંઈક શંકા હતી પરંતુ આશુતોષના મનમાં આવુ કાંઈ ના હતુ. રેણુકાની મા પણ તેમના લગ્ન ને લઈને થોડા અસમંજસમાં હતા.


ખરેખર, એટલે નહિ કે રેણુકાના આ બીજા લગ્ન હતા પરંતુ એટલે કે આશુતોષ મધ્યપ્રદેશ ના એક નાનકડા ગામથી હતો અને તેમના પરિવારમાં ૧૨ લોકો છે. જોકે, મુલાકાતના લગભગ અઢી વર્ષ બાદ બન્ને એ લગ્ન કરી લીધા. આશુતોષ અને રેણુકાના બે દિકરા શૌર્યમન અને સત્યેન્દ્ર છે.


પ્રકાશ રાજ-પોની વર્મા

પ્રકાશ રાજને વિલન તરીકે આજ બોલીવુડ માં કોઈ ઓળખની જરૂર નથી. વોન્ટેડ ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાન ની ઉંઘ હરામ કરનાર આ સ્ટારની ઉંઘ પોની વર્મા એ ચોરી લીધી.


રોનિત રોય-નીલમ રોનિત રોય

બોલીવુડના એ ચુનિંદા વિલનમાંથી છે, જેને ટક્કર દેવા માટે હીરોને પણ ખૂબ મહેનત કરવી પડે છે. રોનિત રોય પડદા પર પાત્રમાં જેટલા સુંદર દેખાય છે, તેમને અસલ જીવનમાં પણ એટલી જ સુંદર પત્ની મળી છે. ૫૧ વર્ષના રોનિત રોયના બે લગ્ન થયા. તેમની પહેલી પત્ની સાથે તેમના તલાક થઇ ગયા. ત્યારબાદ રોનિતે ૨૦૦૩માં ટીવી અભિનેત્રી અને મોડલ નીલમ સિંહ સાથે લવ મેરેજ કરી લીધા. બન્નેના બે બાળકો પણ છે.


રોનિતની પત્ની નિલમે પોતાના કરિયરની શરૂઆત મોડલીંગથી કરી હતી. તેમને ૧૯૯૫માં ફેમિના લુક ઓફ ધ યરમાં પણ ભાગ લીધો હતો જ્યાર બાદ તે નિયમિત રૈંપ પર દેખાવા લાગી. તેમણે ઘણી કામર્શિયલ અને ટેલીવિઝન સિરિયલ્સમાં પણ કામ કર્યુ જેમાં સાંસ અને કશિશ એક આશા ખૂબ લોકપ્રિય પણ રહી.


રોનિત અને નીલમની એકબીજાથી મુલાકાત તેમના કોઇ મિત્રની પાર્ટીમાં થઈ હતી. પહેલી જ મુલાકાતમાં બન્ને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. ત્યારબાદ પાર્ટીઓમાં બન્નેની મુલાકાતનો દોર ચાલતો રહ્યો. બન્ને એકબીજાના નંબરની પણ આપ-લે કરી. લગભગ સાડા ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા બાદ આખરે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો અને ૨૦૦૩ ની ક્રિસમસ એટલે કે ૨૫ ડિસેમ્બરના રોજ પરિવારના લોકો અને અમુક ખાસ મિત્રો ની હાજરીમાં બન્ને લગ્ન ના બંધનમાં બંધાઈ ગયા.


ટીવી અને ફિલ્મ ઈંડસ્ટ્રીના જાણીતા લોકો જેવા કે ફિલ્મ અભિનેત્રી ઝરીના વહાબ, અભિનેતા આદિત્ય પંચોલી, ફિલ્મ પ્રોડ્યુસર સુભાષ ઘઈ વગેરેએ આમના લગ્ન માં હાજરી આપી હતી.


રોનિત અને નીલમના લગ્ન ને ૧૩ વર્ષ થઈ ગયા છે પરંતુ એકબીજાને લઈને તેમની ફિલિંગ્સ, તેમનો પ્રેમ આજપણ તેવો જે છે જેવો ૧૩ વર્ષ પહેલા હતો. બન્ને એકબીજા સાથે ખૂબ ખૂબ છે. રોનિત પોતાની પત્ની ને પોતાની આઈડિયલ વુમન માને છે. ત્યાં જ નીલમ એક ઈન્ટરવ્યુમાં કહે છે કે તે હજી પણ પોતાના પતિ, પોતાના લગ્ન અને પોતાના સબંધથી ખૂબ પ્રેમ કરે છે.


નીલ નિતિન મુકેશ-રુકમિણી સહાય

નીલ નિતિન મુકેશ પણ ઘણીબધી ફિલ્મોમાં વિલન ની ભૂમિકા ભજવી ચૂક્યા છે. નીલની પત્ની નું નામ રુકમિણી સહાય છે. સોસાયટી મિડિયા પર પણ રુકમિણીની સારી ફેન ફોલોઈંગ છે.


નિકિતન ધીર-કૃતિકા સેંગર

બોલીવુડ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં નિકિતન ધીરને તો તમે જોયા હશે. પોતાની સારી સારી બોડીના ચાલતા તેમને ઘણી ફિલ્મોમાં વિલન નો રોલ મળી ચૂક્યો છે. અહીં સુધી કે તે સલમાન ખાન સાથે પણ નજર આવી ચૂક્યા છે. ઘણા ઓછા લોકો જાણે છે કે નિકિતન ની પત્ની ટીવીની પોપ્યુલર અભિનેત્રી કૃતિકા સેંગર છે. કૃતિકા ઘણી ટીવી સિરિયલમાં નજર આવી ચૂકી છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version