બોલીવૂડના બાદશાહથી લઈને શહેનશાહના પેઢીઓ જૂના સંબંધ છે પાકિસ્તાન સાથે ! જાણો કયા કયા બોલીવૂડ સ્ટાર્સ છે પાકિસ્તાન સાથે સંબંધિત

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે પાકિસ્તાન પહેલાં ભારતનો જ હીસ્સો હતું અને આઝાદી વખતે થયેલા ભાગલાના કારણે પાકિસ્તાન અને ભારત છુટ્ટા થયા હતા. બોલીવૂડનો પાકિસ્તાન સાથે વર્ષો જૂનો સંબંધ છે. કેટલાક બોલીવૂડના પૂર્વજો પાકિસ્તાનમાં રહેતાં હતા તો કેટલાક સુપરસ્ટાર્સના જન્મ પાકિસ્તાનમાં થયેલા છે. તો ચાલો જાણીએ આ બોલીવૂડ સિતારાઓ વિષે.

રાજ કપૂર


વિતેલા સમયમાં બોલીવૂડનો સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનારા રાજકપૂર અને તેમના પિતા પૃથ્વીરાજ કપૂરનો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. આજે પણ પૃથ્વીરાજ કપૂરની હવેલી પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં આવેલી છે. આ હવેલીને પૃથ્વીરાજ કપૂરના પિતા બશેસ્વરનાથ કપૂરે બનાવડાવી હતી.
1930ના દાયકામાં પૃથ્વીરાજ ચૌહાણે પોતાના કામના કારમે ઘણા બધા શહેરો બદલ્યા અને તેમની સાથે સાથે તેમના કુટુંબે પણ અવારનવાર સ્થળાંતર કરવું પડતું હતું. અને તેના કારણે જ રાજકપૂરે કંઈ કેટલીએ શાળાઓ બદલવી પડી હતી.

અમિતાભ બચ્ચન


અમિતાભનું મોસાળ એટલે કે તેમની માતા તેજી બજ્જનનું પિયર પાકિસ્તાનમાં હતું. વાસ્તવમાં તેજી બચ્ચનનો જન્મ પાકિસ્તાન ખાતેના પંજાબના લયાલપુરમાં થયો હતો. જેનું નામ બદલીને ફૈસલાબાદ કરી નાખવામાં આવ્યું હતું. તેઓ એક સિખ કુટુંબના હતાં. તેમના પિતાનું નામ સરદાર ખજાન સિંહ હતું. અને આઝાદી પહેલાં તેઓ પાકિસ્તાન સ્થિત પંજાબ રાજ્યમાં બેરિસ્ટર હતા.


તેમના કુટુંબને પણ ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે સ્થળાંતર કરવું પડ્યું હતું. અમિતાભના પિતા હરિવંશરાય સાતે તેમની મુલાકાત અલાહાબાદ યુનિવર્સિટિમાં થઈ હતી તેઓ તે વખતે ઇંગ્લીશના પ્રોફેસર હતા. તેજી બચ્ચન તે વખતે સાઇકોલોજીના પ્રોફેસર હતા. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ તેજી બચ્ચને તેમના પતિ એટલે કે હરિવંશરાય બચ્ચનના હીંદી મેકબેથ નાટકમાં લેડી મેકબેથની ભૂમિકા ભજવી હતી.

સુનિલ દત્ત


સંજય દત્તના પિતા સુનીલ દત્તનો જન્મ પાકિસ્તાનના પંજાબમાં ઝેલમમાં થયો હતો. તેઓ ત્યાંના જાગીરદારના કુટુંબના હતા. પણ ભાગલાના સમયમાં પોતાની બધી જ સંપત્તિ છોડીને તેઓ ભારત આવી ગયા અને એમ કહો કે આવવું પડ્યું.

શાહરુખ ખાન


શાહરુખ ખાનના પિતા મીર તાજ મોહમ્મદ ખાનનો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. શાહરુખ ખાનના પિતા પણ એક સ્વતંત્ર સેનાની હતા. તેમણે ભારતછોડો આંદોલનમાં ભાગ લીધો હતો અને જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે તેમણે પાકિસ્તાન નહીં પણ ભારતના દિલ્લીમા રહેવાનું પસંદ કર્યું હતું.

દિલીપ કુમાર


દિલીપ કુમારનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તેમણે આઝાદી બાદ થયેલા ભારત-પાકિસ્તાનના ભાગલામાં તેમણે ભારતમાં સ્થળાંતર કરવાનું નક્કી કર્યું હતું. અને તે વખતે તેમણે પોતાની ફિલ્મી કેરિયર પણ મુંબઈમાં શરુ કરી દીધી હતી.

તમને જણાવી દઈએ કે દિલીપ કુમારના પિતા એક જાગીરદાર હતા અને સાથે સાથે ફળોના મોટા વેપારી પણ હતા. તમને કદાચ આશ્ચર્ય થશે પણ રાજકપૂર તેમના નાનપણના મિત્ર હતા. તેઓ એક જ વિસ્તારમાં ઉછરીને મોટા થયા હતા.

ગોવિંદા


ગોવિંદાના પિતા અને વિતેલા જમાનાના બોલીવૂડ અભિનેતા અરુણ કુમાર આહુજાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તેમણે પણ ભાગલા વખતે ભારત પર પોતાની પસંદગી ઉતારી હતી.

તમને જણાવી દેઈએ કે બેલીવૂડના સુપર સ્ટાર ગોવિંદાનાપિતા એક્ટરની સાથે સાથે પ્રોડ્યુસર પણ હતા. તેમણે 1940થી 1950 દરમિયાન 20 ફિલ્મો કરતાં પણ વધારે કામ કર્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ