બોલીવૂડના આ સોતેલા ભાઈ-બહેનો એકબીજાને સગ્ગા ભાઈ બહેનની જેમ પ્રેમ કરે છે ! દરેક તહેવારની સાથે ઉજવણી કરે છે !

આમ જોવા જઈએ તો ભારતની સંસ્કૃતિ, ભારતની એકતા તેમજ ભારતની વિવિધતા આ બધી બાબતમાં બોલીવૂડ એ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. બોલીવૂડમાં દરેક તહેવાર તે પછી દીવાળી હોય, દશેરા હોય, હોળી હોય કે ઇદ હોય કે પછી ક્રીસ્મસ હોય સંપૂર્ણ જુસ્સાથી ઉજવવામા આવે છે.

વિતેલા સમયમાં રાજકપૂર હોળીની શાનદાર પાર્ટી આપતા હતા તો વળી આજે કરણ જોહર અને શાહરુખ ખાન દિવાળીની ધામધૂમથી ઉજવણી કરે છે અને આખાએ બોલીવૂડને આમંત્રણ આપે છે. આ તહેવારોની ઉજવણીમાં બોલીવૂડના પરિવાર એકબીજાની નજીક આવે છે અથવા તો તે કેટલા નજીક છે તેનો તેમના ફેન્સને ખ્યાલ આવે છે.

અન્ય તહેવારની જેમ બોલીવૂડ સ્ટાર્સ રક્ષાબંધનનો તહેવાર પણ ખુબ જ ઉત્સાહથી ઉજવે છે. અને આ ઉજવણીની તસ્વીરો તેઓ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાના ફેન્સ સાથે શેયર કરે છે. જો કે આમાંના કેટલાક ભાઈ બહેનો એવા છે જે વાસ્તવમાં તો સગા નથી પણ તેમ છતાં સગા કરતાં પણ ચ઼ડી જાય તેઓ પ્રેમ તેઓ એકબીજા માટે ધરાવે છે. તો ચાલો વાત કરીએ તેવા ભાઈ બહેનોની.

અર્જુન કપૂર – જાહ્નવી – ખુશી કપૂર

એક સમય એવો હતો જ્યારે અર્જુન કપૂર જાહ્નનવી અને ખુશીને પસંદ નહોતા કરતાં. તેના સંબંધો તેની પારકી માતા શ્રીદેવી સાથે પણ સારા નહોતા. તેઓ ક્યારેય એકબીજા સાથે વાતચીત પણ નહોતા કરતા. પણ ગયા વર્ષે બોનીકપૂરની પત્ની અને ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીનું મૃત્યુ થતાં આખું કુટુંબ એકબીજાની નજીક આવી ગયું.

અર્જુને જાણે જાહ્નવી અને ખુશીના મોટાભાઈની જવાબદારી ઉઠાવી લીધી. અને ગયા વર્ષે તેણે પોતાની સોતેલી બહેનો જાહ્નવી અને ખુશી પાસે રાખડી બંધાવી હતી અને આ અવસરની સુંદર તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી.

સારા અલી ખાન અને તૈમુર અલી ખાન

સારા એ સૈફ અને અમૃતા સિંહની દીકરી છે અને તૈમુર કરીના અને સૈફનો દીકરો છે. આ બન્ને ભાઈ-બહેન વચ્ચે વીસ વર્ષ કરતાં પણ વધારે અંતર છે. સારાને અવારનવાર તૈમુરને રમાડતાં જોવામાં આવી છે. આમ પણ તૈમુર માત્ર કરીનાનો જ નહીં પણ તેના ફેન્સ તેમજ ખાસ કરીન પાપારાઝીઓનો લાડકો છે. ગઈ રક્ષાબંધને સારાએ ઇબ્રાહીમની સાથે સાથે નાનકડા તૈમુરને પણ રાખડી બાંધી હતી. આ ત્રણે ભાઈ-બહેનો વચ્ચે સારું બોન્ડીંગ છે.

ઇશાન ખટ્ટર – શાહિદ કપૂર

અહીં કેસ ઉલટો છે અહીં આ બન્નેની માતા તો એક છે પણ પિતા અલગ છે. શાહિદ એક્ટ્રેસ નિલિમા અઝિમ અને પંકજ કપૂરનો દીકરો છે જ્યારે ઇશાન નિલિમા અને એક્ટર રાજેશ ખટ્ટરનો દીકરો છે. કોફી વિથ કરનની છેલ્લી સિઝનમાં આ બન્ને ભાઈને ઇનવાઇટ કરવામાં આવ્યા હતા. તેમાં શાહિદે જણાવ્યું હતું કે વાસ્તવમાં તેણે જ પોતાના નાના ભાઈ કે બહેન માટે તેની માતા પાસે ડિમાન્ડ કરી હતી.

તમને જણાવી દઈએ કે શાહીદ ઇશાનને પોતાના નાનાભાઈ તરીકે નહીં પણ પોતાના બાળકની જેમ જ ટ્રીટ કરે છે અને તે ઇશાન માટે ખુબ જ પ્રોટેક્ટિવ છે. કોફી વિથ કરનમાં આ બન્ને ભાઈઓનો પ્રેમ ખુબ જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે ઇશાન ઉપરાંત પણ શાહિદના બીજા બે સોતેલા ભાઈ બહેન છે એક ભાઈનું નામ રુહાન છે તો બહેનનું નામ સના છે. તેમની સાથે પણ શાહિદ ખુબ હુંફાળા સંબંધો ધરાવે છે.

આમીર ખાનના દીકરા-દીકરી

આમીર ખાને પણ બે લગ્ન કર્યા છે તેને પહેલાં લગ્નથી બે બાળકો છે. જુનૈદ અને ઇરા. અને હાલની પત્ની કીરણ રાવથી તેને એક દીકરો છે જેનું નામ આઝાદ છે. આઝાદ બહુ લાઈમલાઇટમાં નથી જોવા મળતો પણ જુનૈદ અને ઇરાને તેમનો સોતેલો ભાઈ ખુબ જ લાડકો છે. કેમ ન હોય તેમની માતાઓ પણ એકબીજા વચ્ચે હુંફાળા સંબંધ ધરાવે છે.

આલિયા ભટ્ટ – પુજા ભટ્ટ

મહેશ ભટ્ટે બે લગ્ન કર્યા હતા પહેલાં લગ્ન તેણે કિરણ ભટ્ટ સાથે કર્યા હતા જેનાથી તેને બે સંતાન પુજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ છે. જ્યારે બીજા લગ્ન તેણે સોની રાજદાન સાથે કર્યા હતા જેનાથી તેને બે દીકરીઓ છે આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ.

અલગ અલગ માતાઓના આ ભાઈ બહેનો હંમેશા મુશ્કેલીના સમયમાં એકબીજાની પડખે ઉભા રહેતાં જોવા મળ્યા છે. આલિયા ઘણીવાર પુજાભટ્ટ સાથે જોવા મળી છે અને તેણી સાથે આલિયાનું એક વિશિષ્ટ બોન્ડીંગ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ