બોલીવુડની 5 જબરદસ્ત હેપ્પી એન્ડિંગ ફિલ્મો, જેને જોઈને ખુશીમાં જુમી ઉઠ્યા હતા ફેન્સ, કોમેન્ટમાં જણાવો તમારી ફેવરિટ ફિલ્મ કઇ છે..

બોલીવુડમાં દર્શકોની પસંદગીને ધ્યાનમાં રાખીને દરેક પ્રકારની ફિલ્મો બનાવવા આવે છે. એમ હોરર, રોમેન્ટિક, થ્રિલર, સસ્પેન્સ, કોમેડી, ઇમોશનલ બધી જ પ્રકારની ફિલ્મો સામેલ હોય છે. જો કે કોઈપણ ફિલ્મ ભલે ગમે તેટલી મહેનતથી બનાવી હોય જો એનો એન્ડ સારો નહિ હોય તો આખી ફિલ્મ બગડી જાય છે. એમાં ય જો હેપી એન્ડિંગ હોય તો એનું પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે. આમ તો પરફેક્ટ હેપી એન્ડિંગવાળી ફિલ્મોનું લિસ્ટ બહુ લાંબુ છે પણ અમે તમને જણાવીશું એ 5 ફિલ્મો વિશે જેના ક્લાઈમેક્સે જીતી લીધું હતું દર્શકોનું દિલ.

જબ વી મેટ.

image soucre

ઈમ્તિયાઝ અલીની ફિલ્મ જબ વી મેટને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો..આ ફિલ્મમાં કરીના વધુ બોલતી છોકરી ગીતના પાત્રમાં હતી. તો શાહિદ કપૂરે આદિત્ય નામના એમ એવા છોકરાનું પાત્ર ભજવ્યું હતું જે શાંત રહેતો હતો. આ ફિલ્મમાં બે અજાણ્યા વચ્ચે જિંદગી જીવવાની રીતની ઉમદા વાર્તા જોવા મળી હતી. એ સિવાય ગીતને દોડીને આદિત્યનું ગળે મળવું અને પછી પોતાના પ્રેમનો એકરાર કરવો આ ફિલ્મની પરફેક્ટ હેપી એન્ડિંગ હતું જે દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.

બર્ફી.

image soucre

અનુરાગ બસુની આ ફિલ્મમાં એક મૂંગા અને બહેરા છોકરા અને ઓટીસ્ટિક છોકરીના સંબંધને બતાવવામાં આવ્યો જતો. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે બર્ફી કેવી રીતે પૈસાની મજબૂરીના કારણે ઝીલમિલનું અપહરણ કરે છે અને પછી બંને સાથે રહેતા રહેતા એકબીજાની નજીક આવી જાય છે. પ્રિયંકા ચોપરા, ઈલિયાના ડિક્રુઝ અને રણબીર કપૂરના ઉમદા અભિનયની આ ફિલ્મનું હેપી એન્ડિંગ તમારી આંખોમાં પણ ખુશીના આંસુ લાવી દેશે.

સોચા ના થા.

image socuer

ઈમ્તિયાઝ અલીની ડેબ્યુ ફિલ્મ સોચા ના થાની વાર્તા બિલકુલ સાદી હોવા છતાં પણ ખાસ લાગે છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે અરેન્જ મેરેજ માટે એકબીજાને મળેલા છોકરો છોકરી ક્યારે એકબીજાના પ્રેમમાં પડી જાય છે એમને ખબર જ નથી પડતી. એ પછી એકબીજાને પ્રેમના સવાલો પૂછતાં પૂછતાં એ પોતાના અહેસાસને જાણી લે છે. આ ફિલ્મના ક્લાઈમેક્સમાં એ દિવસોની જિંદગીની શરૂઆત દેખાય છે જે આ ફિલ્મના અંતને બનાવે છે એકદમ ખાસ. ફિલ્મમાં અભય દેઓલ અને આયશા ટાંકીયાની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ ગમી હતી.

તનું વેડ્સ મનું.

image soucre

આ ફિલ્મના પાત્ર આપણને અસલ જિંદગીમાં જોવા મળી જાય છે.બોલકી અને બિન્દાસ તનુની મુલાકાત સીધા સદા મનું સાથે થાય છે તો કહાની મજેદાર થવા લાગે છે. તનુને પહેલી જ નજરમાં પ્રેમ કરી બેસનાર મનું એની ખુશી માટે એના બોયફ્રેન્ડ રાજા સાથે એના લગ્ન કરાવવા માટે પણ તૈયાર થઈ જાય છે. જો કે એ દરમિયાન તનુને સમજાઈ જાય છે કે એ પણ મનુને પ્રેમ કરે છે. કંગના રનૌત, જિમ્મી શેરગિલ અને આર માધવનને અભિનયે આ ફિલ્મને શરૂઆતથી લઈને અંત સુધી ખૂબ જ શાનદાર બનાવી રાખી હતી.

વેક અપ સિદ.

image soucre

મોટા બાપના બગડેલા સંતાન સિડ જ્યારે ગુસ્સામાં ઘર છોડી દે છે તો એના પગ સીધા થોભે છે આયશાના ઘરે. અહીંયા સિડ ન ફક્ત પોતાની અંદરની પ્રતિભા ઓળખે છે પણ એને પ્રેમનો અહેસાસ પણ થાય છે. સિડના રોલમાં રણબીરનો દમદાર અભિનય ફેન્સને ઘણો જ ગમ્યો હતો. તો આયશાના પાત્રમાં કોંકણાએ પણ ફેન્સનું દિલ જીતી લીધું હતું. ફિલ્મમાં સમુદ્રના એ જ કિનારે આઇશા અને સિડ એકબીજાને પ્રેમનો એકરાર કરે છે જ્યાં પહેલીવાર એમની મિત્રતા થઈ હતી. ફિલ્મનો આ એન્ડિંગ દર્શકોને ખૂબ જ ગમ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ