દેશી ગર્લ પ્રિયંકાએ કડવાચૌથની કરી ઉજવણી અનોખી રીતે, તો મીરા કપૂર લાગતી હતી સૌથી સુંદર..

આ વર્ષની કરવાચોથ બોલીવૂડે ખુબ જ ધામધૂમથી ઉજવી છે. અને માત્ર બોલીવૂડ જ નહીં પણ ટેલિવિઝન સેલિબ્રિટીશ તેમજ ક્રીકેટર્સની પત્નીઓએ પણ તેની ઉજવણીમાં કોઈ જ કચાસ બાકી નથી રાખી અને પુર્ણ ઉત્સાહ સાથે કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by BollywoodImages (@bollywoodimages) on


જાણીતી અભિનેત્રીઓ જેવી કે રવિના ટંડન, સોનમ કપૂર, શિલ્પા શેટ્ટીએ તો આ કરવા ચોથની ઉજવણી દર વર્ષની જેમ કરી જ હતી પણ આ વર્ષે અનુષ્કા શર્મા તેમજ પ્રિયંકા ચોપરાએ પણ પોતાની પહેલી કરવા ચૌથ કરી હતી. જેની તસ્વીરો તેમણે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sunita Kapoor (@kapoor.sunita) on


ગઈ રાત્રીએ સોશિયલ મિડિયા પર એક વિડિયો ઘણી બધી વાઈરલ થઈ રહી હતી. જેમાં અનિલ કપૂરની પત્ની સુનિતા કપુરે બોલીવૂડની ઘણી બધી હસ્તીઓને પોતાને ત્યાં કરવા ચૌથની ઉજવણી કવરાનું આમંત્રણ આપ્યું હતું. અને આ જ ઉજવણીની વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sunita Kapoor (@kapoor.sunita) on


આ ઉજવણીમાં શીલ્પા શેટ્ટી, રવિના ટંડ, નિલમ કોઠારી, પદ્મીની કોલ્હાપુરે અને કરીનાની ફઈ જોવા મળ્યા હતા. પુજા પુર્ણ થયા બાદ બધી જ અભિનેત્રીઓ પોતાના પતિઓ સાથે પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on


આ વિડિયો શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો. જેમાં તેણીએ, કેપ્શન લખ્યું હતું, “કરવા ચૌથ પુજા વિથ કેસી ગેંગ.” અને સાથે સાથે અનિલ કપુરની પત્ની સુનિતા કપુરનો એક સારા યજમાન હોવા માટે આભાર પણ માન્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor) on


જો કે અનિલ કપૂરે પોતાની પત્ની સુનિતાને એક અલગ જ અંદાજમાં કરવા ચૌથની શુભ કામનાઓ પાઠવી હતી. તેણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક વિડિયો અપલોડ કરી હતી જેમાં તે ખુબ જ ઝડપથી દોડી રહ્યો હતો. તેણે ટ્વીટ કંઈક આમ કર્યું હતું, “તારી બધી જ પ્રાર્થનાઓ, પ્રેમ અને ઉપવાસો મને વધારેને વધારે ઝડપથી દોડવા પ્રેરે છે જેથી કરીને હું આજે અને દરેક દિવસે વધારેને વધારે સ્વસ્થ રહું, હેપ્પી કરવા ચૌથ.”

 

View this post on Instagram

 

A post shared by Jammu Voice News (@jammuvoice) on


તો વળી અન્ય ફીલ્મી હસ્તીઓ જેવી કે ઐશ્વર્યા રાય, સોનાલી બેન્દ્રે, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન વિગેરે એક સાથે જ કરવાચૌથની પુજા કરી હતી અને ત્યાર બાદ ઉપવાસ તોડ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on


સોનાલિ બેન્દ્રેએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના પતિ સાથેની સુંદર તસ્વીર શેયર કરી હતી. સોનાલિ બેન્દ્રે એક કેન્સરસ સર્વાઈવર છે અને અવારનવાર તેણી પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાના જીવનની ઝાંખી કરાવતી તસ્વીરો શેયર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on


કરવા ચૌથની ઉજવણી માત્ર ફીલ્મી હસ્તીઓ જ નહીં પણ કેટલાક ક્રિકેટર્સ તેમજ તેમની પત્નીઓ દ્વારા પણ કરવામા આવી હતી. શીખર ધવને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાની પત્ની સાથેની સુંદર તસ્વીર શેયર કરીને તેણીને કરવા ચૌથની શુભકામનાઓ પાઠવી હતી. જો કે તેણી તેનાથી દૂર છે તેનો ખેદ પણ તેણે વ્યક્ત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli) on


તો વળી વિરાટ કોહલી અને અનુશ્કા શર્માએ પણ પોતાની પ્રથમ કરવા ચૌથની ઉજવણી કરી હતી. આ સુંદર યુગલે પોત પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એક સરખી જ તસ્વીરો શેર કરી હતી. વિરાટે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર ટ્વીટ કરી હતી કે “ધ વન્સ વ્હુ ફાસ્ટ ટુગેધર લાફ ટુગેધર, હેપ્પી કરવા ચૌથ” આ ટ્વીટ પરથી જો કોઈ અર્થ કાઢવામાં આવે તો તે એ થાય છે કે અનુષ્કા સાથે વિરાટે પણ કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું.

 

View this post on Instagram

 

♥️

A post shared by Virat Kohli (@virat.kohli) on

અને આ વાતની પુષ્ટી અનુષ્કાએ પણ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર કરી હતી તેણીએ લખ્યું હતું મારા જીવનભરના સાથીને અને આજના દિવસ માટે ઉપવાસના પણ સાથીને કરવા ચૌથની ઘણી બધી શુભકામનાઓ. અનુષ્કાએ લાલ સાડી પહેરીલી હતી જેમાં મોટી-મોટી ફ્લાવર પ્રીન્ટ હતી જ્યારે વિરાટ કોહલીએ બ્લેક કુર્તો પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


જ્યારે આપણી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા જે હાલ ભારતમાં નથીં પણ અમેરિકામાં છે તેણીએ પણ પોતાનાં સંસ્કારો તેમજ પરંપરાને યાદ રાખીને અમેરિકન પોપસ્ટાર નિક જોનાસ માટેની પ્રથમ કરવા ચૌથ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


તેણીએ કરવા ચૌથ અંગેની બે તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી હતી જેમાં એકમાં તેણી પોતાના મિત્રો સાથે હતી તો વળી બીજામાં નિકજોનાસ સાથે સુંદર મજાની લાલ સાડીમાં સંપુર્ણ ભારતીય નારીના શણગાર સજેલી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on


બિપાશા બસુએ પણ પોતાના ટીવી એક્ટર પતિ કણર ગ્રોવર માટે કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું. અને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તેની સુંદર તસ્વીર શેયર કરી હતી. જેમાં તેણીએ ટ્રેડીશનલ રેડ કલર નહીં પણ સિંમ્પલ વ્હાઇટ ચીકન કુર્તો પહેર્યો હતો જો કે તેની પીંક લિપ્સિક, મોટી રેડ બીંદી અને હાથમાંના ચુડાએ તેણીને ઘણા અંશે ટ્રેડીશનલ ટચ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ShahidKapoor.RT ❤️ (@shahidkapoor.rt) on


શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ સુંદર મજાની ગુલાબી બાંધણી અને ટ્રેડીશનલ જ્વેલરીમાં ખુબ જ સુંદરલાગી રહી હતી. મીરા રાજપૂત પણ સોશિયલ મિડિયા પર ઘણી બધી એક્ટીવ રહે છે. તેણીએ તેનાથી 14 વર્ષ મોટા શાહિદ કપૂર સાથે લગ્ન કર્યા છે અને તેમને બે બાળકો પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) on


ટેલિવિઝન હસ્તીઓમાં પણ ઘણી બધી સેલિબ્રિટીઓએ કરવા ચૌથની ઉજવણી કરી હતી. અને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તસ્વીરો પણ શેર કરી હતી. જેમાં દિવ્યાંકા ત્રિપાઠીએ પણ પોતાની કરવા ચૌથની ઉજવણીની તસ્વીર શેયર કરી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ