બોલીવુડની લિડિંગ લેડીના લિસ્ટમાં સામેલ અભિનેત્રી દીપિકા પાદુકોને મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આજે દીપિકાની ગણતરી બોલીવુડની ટોપની અભિનેત્રીઓમાં થાય છે. દીપિકા આજે દરેક વ્યક્તિની મનગમતી હિરોઇન છે. પણ આ મુકામ સુધી પહોંચવા માટે દીપિકાને પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. હાલમાં જ એમને પોતાના એ સંઘર્ષ વિશે વાત કરી છે.
દીપિકા પાદુકોનની એક્ટિંગના ફેન આજે ઇન્ડસ્ટ્રીના દરેક નિર્દેશક છે. એમને પોતાની દરેક ફિલ્મમાં અને પોતાના દરેક પાત્રથી એ સાબિત કર્યું છે કે એમની સામે કોઈપણ પ્રકારની મુશ્કેલ સ્થિતિ આવે એ ક્યારેય પાછળ નથી હટવાની. આ જ જીદે એમને આ મુકામ મેળવવામાં મદદ કરી છે. પણ એક સમય એવો હતો જ્યારે લોકો દીપિકાના એકસેન્ટનો મજાક ઉડાવતા હતા.
વાત જાણે એમ હતી કે દીપિકાએ જાતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન એ વાતનો ખુલાસો કર્યો છે. દીપિકા પાદુકોનની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ વર્ષ 2007માં આવી હતી. ફિલ્મ તો સુપરહિટ રહી પણ દીપિકા ત્યારે ખૂબબજ દુઃખી હતી. કારણ હતું લોકોની વાતો. દીપિકાએ જણાવ્યું કે એવા લોકોનો પણ એક વર્ગ હતો જેમને મારા કામની તીખી આલોચના કરી હતી. ઓહઃ એ તો મોડલ છે, એ એક્ટિંગ નથી કરી શકતી. મારા એકસેન્ટનો મજાક ઉડાવવામાં આવ્યો. મારા અને મારી એક્ટિંગ વિશે ઘણું બધું લખવામાં આવ્યું અને હકીકત એ છે કે એનાથી ખૂબ જ તકલીફ થતી હતી. જ્યારે તમે ફક્ત 21 વર્ષના હોય, ત્યારે આ રીતની અડચણ તમને ખૂબ જ પ્રભાવિત કરે છે.
દીપિકાને પ્રેરિત પણ આ જ આલોચનાએ કરી છે. દીપિકાએ જણાવ્યું કે “આલોચનાએ મને પ્રેરીત કરી. સૌથી મહત્વનું એને મને વ્યક્તિગત વિકાસ માટે પ્રોત્સાહન આપ્યું. અસફળતાએ પણ મને ઘણું શીખવાડ્યું” દીપિકાએ આગળ જણાવ્યું કે “અમુક વર્ષો મોડલિંગમાં વિતાવ્યા લચી મને ફિલ્મોમાં મોટો બ્રેક મળ્યો. જ્યારે મને ઓમ શાંતિ ઓમ મળી તો હું 19 વર્ષની હતી. હું ખૂબ જ કાચી અને અજાણ હતી. પણ શાહરુખ ખાન અને ફરાહ ખાને મારો હાથ પકડ્યો અને મને આખી પ્રોસેસ દરમિયાન માર્ગદર્શન આપ્યું”
વર્ષ 2007 પછી દીપિકાની કિસ્મત ચમકી ગઈ અને એમને સતત ઘણી ફિલ્મોમાં કામ મળ્યું. આજે દીપિકા પાદુકોણ બોલીવુડની લિડિંગ લેડી છે.
એ કહેવું ખોટું નહિ હોય કે ફિલ્મ ઓમ શાંતિ ઓમ મળવી એ દીપિકા માટે ગેમ ચેન્જર સાબિત થઈ અને એમને પહેલી જ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર ઓપનિંગ કરી. સાથે જ પહેલી જ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે કામ કરવું પણ ખૂબ જ મોટી વાત છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત