બોલિવુડના આ ફેમસ સ્ટાર કિડ્સ જીવે છે કંઇક અલગ જ દુનિયા, જેમને માતા-પિતાના આ રસ્તે ચાલવામાં નથી કોઇ રસ

બોલિવુડના આ ફેમસ સ્ટાર કિડ્સ એક્ટિંગમાં નથી બનાવવા માગતા પોતાનું કરિયર.

ગ્લેમરથી ભરેલી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીનો ભાગ બનવાનું સપનું ઘણા બધા લોકોનું હોય છે પણ બહુ જ ઓછા લોકો હશે જે આ સપનાને હકીકતમાં ફેરવી શકે. એક તરફ જ્યાં ઘણા બધા લોકો બોલીવુડમાં બ્રેક મેળવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છે તો બોલીવુડમાં ઘણા એવા સ્ટાર કિડ્સ પણ છે, જેમના માટે આ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવી એ ખૂબ જ સરળ છે તેમ છતાં એવા ઘણા સ્ટાર કિડસ છે જે એક્ટિંગમાં પોતાનું કરિયર નથી બનાવવા માગતા. તો ચાલો જાણી લઈએ બોલિવુડના એ ફેમસ સ્ટાર કિડ્સ વિશે જે એક્ટિંગમાં પોતાનું કરિયર નથી બનાવવા માંગતા. .

આર્યન ખાન.

image source

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાનને ફિલ્મોમાં જોવા માટે ફેન્સ તલપાપડ છે પણ ડેવિડ લેટરમેનના એક ઇન્ટરવ્યૂમાં શાહરુખ ખાને જણાવ્યું હતું કે એમના દીકરા આર્યન ખાનની હાલ તો એકટર બનવાની કોઈ યોજના નથી.જો કે આર્યન એમરીકામાં ફિલ્મનો અભ્યાસ કરી રહ્યા છે. પણ એમના પિતાનું માનવું છે કે એ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક રાઇટર તરીકે પણ પોતાનું કરિયર બનાવી શકે છે. પણ આ બાબતે હજી કઈ જ કહી શકાય એમ નથી.

નવ્યા નવેલી નંદા.

image source

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પરિવારમાં લગભગ બધા જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક અલગ નામ ધરાવે છે. એવામાં બિગ બીની દીકરીની દીકરી નવ્યા નવેલી નંદાની ફિલ્મ જોવા ફેન્સ ઉત્સુક છે પણ લાગે છે કે નવ્યા પોતાની માઁના પગલે ચાલી રહી છે અને એમનો એક્ટિંગમાં કરિયર બનાવવાનો કોઈ જ ઈરાદો નથી.

આલિયા કશ્યપ.

image source

બોલિવુડના જાણીતા ડાયરેકટર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ પોતાના બોલ્ડ ફોટાના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલ આલિયા લોસ એન્જેલ્સમાં પોતાનો અભ્યાસ કરી રહી છે. પણ જો તમે વિચારી રહ્યા હોય કે આલિયા બોલીવુડમાં પોતાનું કરિયર બનાવશે તો તમને જણાવી દઈએ કે હાલ આલિયાનો એક્ટિંગમાં કરિયર બનાવવાનો કોઈ જ ઈરાદો નથી.

કૃષ્ણા શ્રોફ.

image source

બોલિવુડના દિગગજ અભિનેતા જેકી શ્રોફની દીકરી અને એકટર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ આમ તો સોશિયલ મીડિયા પર ઘણી જ ચર્ચામાં રહે છે. પણ વાત કરીએ એક્ટિંગની તો કૃષ્ણાએ પણ એક્ટિંગમાં રસ નથી દાખવ્યો. જો કે એ એક સેલિબ્રિટી તરીકે જાણીતી છે અને ભાઈ ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટની સાથે સારો બોન્ડ ધરાવે છે.

શાહીન ભટ્ટ.

image source

એક્ટ્રેસ આલિયા ભટ્ટને કોઈ ઓળખાણની જરૂર નથી એમને ઘણા જ ઓછા સમયમાં પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. પણ એમની બહેન શાહીન એક રાઇટર છે અને એ લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે. એક ઉમદા અભિનેત્રીની બહેન હોવા છતાં એમને એક્ટિંગમાં કરિયર બનાવવાને બદલે રાઇટિંગ પસંદ કર્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ