બોલિવુડના ઓલરાઉન્ડર કહેવાય છે ફરહાન અખ્તર, લકઝરીયસ લાઈફ જીવતા આ અભિનેતાના કૂતરાની કિંમત જાણીને ફાટી જશે આંખો

ફરહાન અખ્તર બોલીવુડની એક એવી વ્યક્તિ છે જેમને દરેક ક્ષેત્રમાં મહારથ હાસિલ છે. અભિનય, સિગિંગ, નિર્દેશન, સ્ક્રીપટ રાઈટીંગ દરેક વસ્તુમાં ફરાહને કામ કર્યું છે અને સફળતા પણ મેળવી છે. એ જ કારણ છે કે એમને ઇન્ડસ્ટ્રીમાં ઓલરાઉન્ડર કહેવામાં આવે છે. એમને ભાગ મિલખા ભાગ, રોક ઓન, જિંદગી મિલેગી ના દોબારા જેવી ફિલ્મોથી પોતાના અભિનયનો પરિચય કરાવ્યો છે તો દિલ ચાહતા હે, ડોન, લક્ષય, ડોન 2 જેવી સુપરહિટ ફિલ્મો પણ લખી છે તો રોક ઓન અને લક બાય ચાન્સ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. ફરહાન અખ્તર એક એવા અભિનેતા છે જેમને સિનેમાની ખૂબ જ સારી સમજ છે.

image source

જાવેદ અખ્તરના દીકરા હોવા છતાં પણ ફરહાને પોતાની અલગ ઓળખ બનાવી છે. એનાથી એમને સાબિત કર્યું છે કે સ્ટાર કિડ હોવા છતાં પણ દર્શકો તમને તમારી પ્રતિભાના જોરે જ યાદ કરે છે.ફરહાન પડદા પર કોઈ પણ રોલ કરે પણ એ ખૂબ જ લકઝરીયસ લાઈફ જીવે છે. એમને મોંઘી ગાડીઓનો શોખ છે. તો ચાલો તમને જણાવી દઈએ કે કેટલી છે ફરહાન અખ્તરની નેટ વર્થ અને કઈ કઈ વસ્તુઓના શોખ છે

image source

ફરહાન અખ્તર કરોડોની સંપત્તિના માલિક છે. એક રિપોર્ટ અનુસાર એમની પાસે કુલ 149 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. એમની પાસે બાંદ્રામાં એક બંગલો છો તો ભારત સિવાય વિદેશોમાં પણ એમને પ્રોપર્ટીમાં ઘણું ઇન્વેસ્ટ કર્યું છે.ફરહાન બોલિવુડના સફળ અભિનેતાઓમાંથી એક છે. એ સિલેકટેડ ફિલ્મો જ કરે છે પણ બધી ફિલ્મોમાં એમનો રોલ ખૂબ જ દમદાર હોય છે. ફરહાન એક ફિલ્મ માટે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા લે છે.

image source

ફરહાન અખ્તરની મહિનાની કમાણીની વાત કરીએ તો લગભગ 1.8 કરોડ રૂપિયા છે. તો વર્ષમાં એ 22 કરોડ રૂપિયા કમાઈ લે છે. ફરહાન આ પૈસા અભિનય અને નિર્દેશન દ્વારા કમાય છે. એટલું જ નહીં એ ઘણી બ્રાન્ડને એન્ડોર્સ પણ કરે છે જેના માટે એમને સારી એવી રકમ આપવામાં આવે છે.
ફરહાનને શાનદાર ગાડીઓનો શોખ છે. એમની પાસે ઘણી ગાડીઓ છે જે ખૂબ જ મોંઘી છે. એમાં લેન્ડ રોવર રેન્જ રોવર, પોર્શ, હોન્ડા સીવીઆર, મર્શિડીઝ બેંજ જેવી કાર સામેલ છે. ફરહાનને પ્રાણીઓ ખૂબ જ પસંદ છે. એમની પાસે એક મીનીએચર પિંસચર નસલનો કૂતરો છે જેની કિંમત 40 હજાર રૂપિયા છે.

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો ફરહાન અખ્તર હાલના દિવસોમાં માં એમની અપકમિંગ ફિલ્મ તુફાનને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. તુફાન ફિલ્મ પર આરોપ લાગ્યો છે કે એના દ્વારા લવ જેહાદનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને એવામાં લોકો ફિલ્મને બેન કરવાની માંગણી કરી રહ્યા છે. ફિલ્મ તુફાન મુંબઈના ડોંગરી વિસ્તારના એક અનાથ બાળક અજજુની વાર્તા છે જે મોટો થઈને એ એરિયાનો બદમાશ બની જાય છે. એમના જીવનમાં એક છોકરી પરિવર્તન લાવે છે અને પછી એક કમાલના કોચ સાથે મળીને અજજુ કઈ રીતે અજિજ બોક્સર બને છે, આ જ ફિલ્મ તુફાનની કહાની છે. આ ફિલ્મથી ફરી એકવાર ફરહાન દર્શકોના દિલ પર છવાઈ જવા માટે તૈયાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong