દુ:ખદ: ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મના અભિનેતાનું કોરોનાથી નિધન, એક દિવસ પહેલાં જ થયું હતું માતાનું અવસાન

કોરોના વાયરસનું સંક્રમણ પણ તેની પૂરપાટ ગતિએ આખાએ દેશમા આગળ વધી રહ્યું છે. દિલ્લીમાં રેકોર્ડ તોડ કેસ વધી રહ્યા છે. અને દુનિયાના વિવિધ દેશોમાં પણ સંક્રમણમાં કોઈ જ ઘટાડો નથી નોંધાઈ રહ્યો અને કેટલાક દેશોમાં તો સંક્રમણ વધતા ફરીથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

ભારતમાં હિમાચલ પ્રદેશમાં પણ કોરોનાની મહામારી વધી રહી છે. અહીં હિમાચલ પ્રદેશમાં મંગળવારના રોજ કોરોનાના કારમે 12 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. સંક્રમણનો ભોગ બનેલા લોકોમાં બોલિવૂડના એક સિતારાનો પણ સમાવેશ થાય છે. આ સિતારા હિમાચલ પ્રદેશના છે તેમનું નામ હરીશ બંચાટા છે. તેઓ કોરોનાના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. મંગળવારે સવારે તેમનું કોરોનાના ઇન્ફેક્શનથી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે હરીશ બંચટાએ ફિલ્મ બજરંગી ભાઈ જાનમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ બીજી ઘણી બધી ટેલિવિઝન ધારાવાહીકોમાં અભિનય કરી ચુક્યા છે. સોની પર અવારનવાર પ્રદર્શિત થતા શોઝ ક્રાઇમ પેટ્રોલ અને સીઆડીમાં પણ તેમણે અભિનય કર્યો છે.

image source

હરિશ મૂળે શિમલાના ચૌપાલના શંઠાના છે. તેઓ છેલ્લા 18 વર્ષથી બોલીવૂડમાં કામ કરી રહ્યા હતા. તેઓ અભિનય ક્ષેત્રે થતી ગળાકાપ હરિફાઈમાં પણ પોતાનું એક અલગ સ્થાન બનાવવામાં સફળ રહ્યા હતા. તેમની ઉંમર માત્ર 28 વર્ષ જ હતી. તેમણે બોલીવૂડની ઘણી બધી ફીલ્મોમાં કામ કર્યું છે. તેમણે સલમાન ખાનની હીટ ફિલ્મ બજરંગી ભાઈ જાનમાં પણ કામ કર્યું છે અને તેમાં તેમના કામને વખાણવામાં આવ્યું હતું. તેમણે આ ફિલ્મમાં પાકિસ્તાનના એક પોલીસ અધિકારીની ભુમિકા ભજવી હતી.

માતાના મૃત્યુનું દુઃખ ભોગવીને ગયા

image source

તમને જણાવી દઈએ કે હરીશના મૃત્યુના એક દિવસ પહેલાં જ તેમના માતાનું પણ નિધન થયું હતું. તેમને તાવની ફરિયાદ રહેતી હતી અને ત્યાર બાદ તેઓ રોહડૂની આઈજીએમસી હોસ્પિટલમાં દાખલ થયા હતા. હજુ સોમવારે જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને મંગળવારની સાંજે કોરોના પ્રોટોકોલ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરી દેવામા આવ્યા હતા. હરીશની દીકરી પણ છે તેણી હજુ 9માં ધોરણમાં જ અભ્યાસ કરે છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક કરોડ નજીક પહોંચશે

image source

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યાનો આંકડો 86 લાખને વટાવી ચુક્યો છે. અને જે રીતે મહામારી નિરંકુશ બની છે તે જોતાં આવનારા દિવસોમાં આંકડો કરોડ સુધી પણ પહોંચી શકે છે. દેશના કેટલાક વિસ્તારોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે પણ મૃત્યુઆંકની સરેરાશ 500 ઉપર જ ચાલી રહી છે. જો કે એક રાહતની વાત એ છે કે ભારતમા સક્રિય સંક્રમિતોનો આંકડો 5 લાખથી ઓછો થઈ ગયો છે.

image source

ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 1.28 લાખ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 1.83 લાખ સુધી પોહંચી ગઈ છે જ્યારે 1.66 લાખ લોકો તેમાંથી સાજા થયા છે અને માત્ર ગુજરાતમાં જ કોરોનાના કારણે 3770 લોકોના મૃત્યુ થયા છે. સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5.15 કરોડ થઈ ગઈ છે અને તેમાંથી 3.36 કરોડ લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 12.7 લાખ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ