બોલિવૂડ સ્ટાર્સની આ ફેમિલી તસવીરો તમે ક્યારે નહિં જોઇ હોય પહેલા

તમારા ફેવરીટ બોલીવૂડ સ્ટારની ફેમિલીની આ તસ્વીરો તમે ક્યારેય નહીં જોઈ હોય

આપણા ફેવરીટ સ્ટાર્સ કે પછી સેલેબ્રીટીઝ વિષે આપણે રજ રજની વિગત જાણવા આતુર હોઈએ છે. અને જ્યારે આપણે આ સ્ટાર્સના ફેન બની જઈએ છીએ ત્યારે તો આપણને તેમના વિષે ઓર વધારે જાણવાની ઉત્સુકતા રહે છે. આપણા માનિતા કેટલાક એક્ટ્રેસ એક્ટ્રેસીસ બોલીવૂડ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય છે તો કેટલાક આપણી જેવા સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી. બોલીવૂડ બેકગ્રાઉન્ડવાળા સ્ટાર્સ વિષે, તેમના કુટુંબ વિષે તો આપણે ઘણું બધું જાણતા હોઈએ છે પણ સામાન્ય બેકગ્રાઉન્ડવાળા સ્ટાર્સ વિષે આપણને ઘણી ઓછી માહિતી હોય છે. અને આજે અમે તમને એવા જ કેટલાક સ્ટાર્સના અજાણ્યા ફેમિલિ વિષે જણાવીશું જેમને તમે ક્યારેય જોયા નહી હોય.

આયુષ્માન ખુરાના

સુપરહીટ ફિલ્મોની મશિન આયુષ્માન ખુરાનાએ સફળતા માત્રને માત્ર તેની ટેલેન્ટના જોરે જ મેળવી છે. તે એક ઉત્તમોત્તમ એક્ટર તો છે જ પણ સાથે એક ઉત્તમ સિંગર પણ છે. તેનો જન્મ છત્તીસગઢમાં થયો હતો તેનું નામ પહેલાં નિશાંત ખુરાના પાડવામાં આવ્યું હતું. પણ તેના ત્રણ વર્ષના થયા બાદ તેના માતાપિતા એ તેનું નામ આયુષ્માન ખુરાના રાખ્યું. તેના મમ્મી બર્મિસ પૂર્વજો ધરાવે છે તેણીએ હીન્દીમાં એમ.એની ડિગ્રી મેળવી છે.

image source

તેનો નાનો ભાઈ અપરાશક્તિ ખુરાના પણ બોલીવૂડનો જાણીતો ચહેરો છે. તેણે ફિલ્મ દંગલથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. આયુષ્માને તાહિરા કશ્યપ સાથે લગ્ન કર્યા છે, તેણી એક ફિલ્મ મેકર છે અને તેના બે બાળકો છે વીરાજવિર અને વરુશ્કા.

દીશા પાટની

દીશા પટનીએ ફિલ્મોમાં પદાર્પણ કરી લીધું છે પણ તે પહેલાં તેણી એક મોડેલ હતી અને એક મોડેલ તરીકે જ તેણે લાખોનું ફેન ફોલોઈંગ પોતાના નામે કરી લીધું છે. તેણીનો નિર્દોશ ચહેરો તેના ફેન્સને ખૂબ પસંદ છે. તમને જણાવી દઈએ કે દીશાના પિતા જગદીશ સિંઘ પાટની ઉત્તર પ્રદેશના પોલીસ વિભાગમાં ડીએસપી છે અને તેણીની માતા એક ગૃહીણી છે. તેણીનો જન્મ પ્રિયંકાની જેમ જ ઉત્તર પ્રદેશના બરેલીમાં થયો છે, તેણી ઉચ્ચ મધ્યમ વર્ગના ક્ષત્રિય કુટુંબમાંથી આવે છે.

image source

તેણીને એક નાનો ભાઈ અને એક મોટી બહેન છે. ભાઈનું નામ સુર્યાંશ પાટની છે અને મોટી બહેનનું નામ ખુશ્બુ પાટની છે તેણી ઇન્ડિયન આર્મીમાં કેપ્ટન છે.

સુષાંત સિંઘ રાજપુત

સુષાંત સિંઘ રાજપુતે પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી ત્યાર બાદ તે નાના પરદા પર સિરિયલમાં લિડ એક્ટર તરીકે પણ જોવા મળ્યો. સિરિયલ પવિત્ર રિશ્તામાં લોકોએ તેને માનવના પાત્રમાં ખુબ પસંદ કર્યો અને છેવટે તેણે ફિલ્મ કાઈ – પો – છેથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો.

image source

તેણે પોતાની માતાને 17 વર્ષની ઉંમરે ખોઈ દીધી હતી. તે પોતાની માતાની ખૂબ નજીક હતો. જ્યારે તે મૃત્યુ પામી ત્યારે તેણેએ પોતાની માતાના નામનું ટેટુ બનાવડાવ્યું હતું. તેના પિતા કે.કે. સિંઘ એક નિવૃત્તિ સરકારી અધિકારી છે. તેને ચાર મોટી બહેનો છે, તેમાંની એક મિતુ સિંઘ રાજ્ય કક્ષાની ક્રિકેટર છે.

વિકી કૌશલ

વિકી કૌશલનું બેકગ્રાઉન્ડ આમ જોવા જઈએ તો બોલીવૂડનું છે પણ તેના કુટુંબે ઘણું બધું સ્ટ્રગલ કરવું પડ્યું છે. વિકી દીગ્દર્શક શ્યામ કૌશલનો દીકરો છે. જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેના પિતા ફિલ્મોમાં સ્ટન્ટમેનનું કામ કરતા હતા અને તેઓ આર્થિકરીતે સતત તંગીમાં રહેતા હતા. પણ હવે વિકી કૌશલ બોલીવૂડનો એક સ્થાપિત અભિનેતા બની ગયો છે અને તેનું ફેન ફોલોઈંગ પણ વધ્યું છે અને હવે એક પછી એક તેની પાસે ફિલ્મો આવી રહી છે માટે બધું જ સરસ ચાલી રહ્યું છે.

image source

હવે તો વિકી કૌશલનો નો ભાઈ પણ ફિલ્મ ભાંગરા પાલેથી ફિલ્મોમાં પદાર્પણ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વિકી કૌશલનો ભાઈ સની કૌશલ એક ઉત્તમ ડાન્સર છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા

image source

સિદ્ધાર્થે કરણ જોહરના પ્રોડક્સન હેઠળની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યરથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. સિદ્દાર્થનો જન્મ દિલ્લીમાં થયો છે. તેના પિતા સુનિસ મલ્હોત્રા મર્ચન્ટ નેવીના પૂર્વ કેપ્ટન રહી ચુક્યા છે. અને તેની માતા રિમા મલ્હોત્રા એક ગૃહીણી છે. સિદ્ધાર્થનો એક મોટો ભાઈ પણ છે જેનું નામ છે હર્ષદ મલ્હોત્રા તે બેંકિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે તેણે રિમા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે.

કાર્તિક આર્યાન

image source

કાર્તિક આર્યાને ઘણા સમય પહેલાં ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો પણ તેને ખરી સફળતા ફિલ્મ સોનું કે ટીટ્ટુકી સ્વીટીમાં મળી હતી અને ત્યાર પછી તેના પર ફિલ્મોની ઓફરોનો જાણે વરસાદ થવા લાગ્યો છે. તેણે પોતાનું એન્જિનિયરિંગ મુંબઈમાંથી જ કર્યું છે અને સાથે સાથે તે મોડેલિંગ પણ કરતો હતો. તેના કુટુંબમાં લગભગ બધા જ ડોક્ટર્સ છે. પણ તેણે એક હટકે કેરિયર પર પસંદગી ઉતારી હતી અને તેનો આ નિર્ણય આજે સાચો ઠરી રહ્યો છે. તેના પિતા મનિષ તિવારી એક પિડિયાટ્રીશીયન છે તેની માતા એક ગાયનેકોલોજીસ્ટ છે. તેની નાની બહેન કિટ્ટુ પણ એક ડોક્ટર છે.

ભૂમિ પેડનેકર

image source

ભૂમિએ બોલીવૂડમાં પ્રવેશતાની સાથે જ પોતાની એક્ટિંગ સ્કિલનો પરચો લોકોને બતાવી દીધો હતો. તેણે ફિલ્મ દમ લગા કે હૈસામાં એક મેદસ્વી યુવતિનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર બાદ તેણી ફરી પાછી ફેટ ટુ ફીટ બની ગઈ હતી. તેણીએ યશ રાજ ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ કાસ્ટિંગ ડીરેક્ટર તરીકે 6 વર્ષ કામ કર્યું છે. અને અત્યાર સુધીની તેણીની દરેકે દરેક ફિલ્મ હીટ રહી છે.

ભુમિના પિતા સતીશ પેડનેકર મહારાષ્ટ્રના ભૂતપૂર્વ હોમ અને લેબર મિનિસ્ટર રહી ચુક્યા છે અને તેણીની માતા સુમિત્રા પોતાના પતિના મોઢાના કેન્સરથી મૃત્યુ બાદ એક તમાકુ-વિરોધી એક્ટિવિસ્ટ બની છે. ભૂમિને એક ટ્વિન સિસ્ટર છે. તેણીનું નામ છે સમિક્ષા પેડનેકર તેણી વ્યવસાયે એક લોયર છે.

રાજકુમાર રાઓ

image source

રાજકુમાર રાઓને કોઈ પણ જાતની ઓળખ આપવાની જરૂર નથી. તે આજે બોલીવૂડનો સૌથી વર્સેટાઇલ એક્ટર છે, તેને આપણે ઘણા બધા પ્રકારના પાત્રો ભજવતા જોયો છે. તે ભલે એકસામાન્ય દેખાવ ધરાવતો હોય પણ તેણે પોતાની ખાંટુ એક્ટિંગથી લોકોના દીલ જીતી લીધા છે. તેને એક નેશનલ અવોર્ડ અને એક ફિલ્મફેર અવોર્ડ પણ મળી ચુક્યો છે. તેણે ઘણી બધી હીટ ફિલ્મો જેવી કે સ્ત્રી, ક્વિન, સીટી લાઇટ, ટ્રેપ્ડ, રાગીની એમએમએસ 1, બરેલી કી બરફી વિગેરેમાં કામ કર્યું છે.

રાજકુમાર રાઓ હરિયાણાના, ગુરુગ્રામમાં રહેતાં એક લોઅર મિડલ ક્લાસ કુટુંબમાંથી આવતો યુવાન છે. તેના પિતા સત્યપાલ યાદવ રેવેન્યુ વિભાગમાં એક સરકારી કર્મચારી હતા જેઓ થોડા સમય પહેલાં જ મૃત્યુ પામ્યા છે. તેણીની માતા એક ગૃહિણી હતા જેઓ 2016માં મૃત્યુ પામ્યા હતા. તેણી જ્યારે મૃત્યુ પામી ત્યારે રાજકુમાર રાઓ ન્યુટન ફિલ્મનું શુટિંગ કરી રહ્યો હતો. તેને એક ભાઈ અને એક બહેન પણ છે જેમના નામ અનુક્રમે અમિત અને મોનિકા છે. તેની પત્ની પણ એક અભિનેત્રી છે જેણીનું નામ પત્રલેખા છે તેણી રાજકુમાર સાથે ફિલ્મ લાઈમલાઇટમાં જોવા મળી હતી.

કિયારા અડવાણી

image source

કબીર સિંઘથી લોકોના દીલો પર રાજ કરનારી કિયારા અડવાણી ઘણા લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તેણીની પ્રથમ ફિલ્મ એમએસ ધોની – એન અનટોલ્ડ સ્ટોરી છે પણ તેણી ખાસ લાઈમલાઈટમાં ત્યારે આવી જ્યારે તેણીએ કબીર સિંઘમાં એક સામાન્ય યુવતિ ‘પ્રીતિ’નું પાત્ર ભજવ્યું.

image source

કિયારા અડવાણીનો જન્મ સિંધી હિન્દુ બિઝનેસમેન જગદીપ અડવાણી અને જેનિવિવ જેફ્રીને ત્યાં થયો છે. તેણીની માતા જેનિવિવ એક શીક્ષિકા છે જેણી મૂળે સ્કોટીશ, આઈરીશ, પોર્ટુગિઝ અને સ્પેનિશ ઓરીજીન ધરાવે છે. તેણીને એક નાનો ભાઈ પણ છે જેનું નામ છે મિશાલ.

તાપસી પન્નુ

તાપસી પન્નુએ સાઉથ ઇન્ડિયન ફિલ્મોથી પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હેતી. તેણી સાઉથની એક લોકપ્રિય અભિનેત્રી રહી ચુકી છે. તેણીએ ફિલ્મ પિંકમાં મિનલ અરોરાનું પડકારજનક અને પાવરપેક પર્ફોમન્સ આપ્યું હતું.

image source

તેણી એક જાટ સિખ ફેમિલીમાંથી આવે છે તેણી સિખ ધર્મ પાળે છે. તેણીના પિતા દિલમોહન સિંઘ પન્નુ એક બિઝનેસમેન છે જ્યારે તેણીની માતા નિર્મલજીત પન્નુ એક ગૃહિણી છે. તેણીની એક નાની બહને પણ છે જેનું નામ છે શગુન પન્નુ અને તેણી પણ બોલીવૂડમાં પ્રવેશવા જઈ રહી છે.

ક્રીતી સેનન

image source

ક્રીતી સેનન બ્યુટી વિથ બ્રેઈનનું ઉત્તમ ઉદાહરણ છે. તેણી એક બી.ટેક ગ્રેજ્યુએટ છે. તેણીએ 2014માં તેલુગુ ફિલ્મ નેનોક્કડીલમાં મહેશ બાબુ સામે કામ કર્યું હતું. આમ તેણીએ સાઉથ ઇન્ડિયન ફિલ્મથી પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. તેણીના પિતા રાહુલ સેનન એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને તેણીની માતા ગીતા સેનન દીલ્લી યુનિવર્સિટિમાં પ્રોફેસર છે. તેણી એક પંજાબી કુટુંબમાંથી આવે છે. તેણીની નાની બહેન નુપુર છે. તેણી થોડા સમય પહેલાં અક્ષય કુમાર સાથે એક લવ સોંગમાં જોવા મળી હતી. આમ બન્ને બહેનો ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ