આ અભિનેત્રીઓએ બોલીવૂડના ત્રણેય ખાન સાથે કર્યુ છે કામ, તમને કેટલા નામ ખબર છે?

આ અભિનેત્રીઓને બોલીવૂડના ત્રણે ખાન સાથે કામ કરવાનો મળ્યો છે અવસર

90 તેમજ 2000ના દાયકામાં ખાન ત્રીપૂટીનું રીતસરનું બોલીવૂડ પર રાજ હતું. એક નહીંને બીજી ફિલ્મ ખાન ત્રીપૂટીમાંની કોઈ એકની રહેતી. બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓ આ ત્રણે ખાન સાથે કામ કરવા પડાપડી કરતી. આ ખાન ત્રીપૂટી છે આમીર ખાન, શાહરુખ ખાન અને સલમાન ખાન. આપણે બધા જાણીએ છે કે એસઆરકેને રોમાંસનો બાદશાહ કહેવામાં આવે છે તો આમીર ખાનને પર્ફેક્શનીશ્ટ કેહવાય છે. તો સલમાનને હાર્ટથ્રોબ ગણવામાં આવે છે અને તે સમયનો સૌથી ફીટ અભિનેતા પણ.

image source

આજે અમે તમને એવી કેટલીક એક્ટ્રેસીસ વિષે જણાવીશું જેમને આ ત્રણે ખાન સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. અને તમને જણાવી દઈએ કે આ સૌભાગ્ય ઘણી ઓછી અભિનેત્રીઓને પ્રાપ્ત છે. પણ તમને એ પણ જણાવી દઈએ કે આજની ટોપ અભિનેત્રીઓમાંની એક એવી દીપીકા પાદુકોણેને માત્ર શાહરુખ ખાન સાથે જ કામ કરવાનો અવસર મળ્યો છે.

માધુરી દીક્ષીત

image source

મનમોહક સ્મિત ધરાવતી કરોડોની ધડકનો વધારી દેતી ધકધક ગર્લ માધુરી દીક્ષીતે ત્રણે ખાન સાથે અઢળક ફિલ્મો કરી છે. જો કે તેણીની કેમેસ્ટ્રી શાહરુખ ખાન સાથે ઘણી સારી રહી હતી. શાહરુખ સાથે તેણી અંજામ, કોયલા, દીલ તો પાગલ હૈ, ગજ ગામીની, હમ તુમ્હારે હૈ સમન અને દેવદાસ ફિલ્મોમાં જોવા મળી હતી. તો વળી આમીરખાન સાથે તેણે દીલ અને દીવાના મુજસા નહીં ફિલ્મ કરી હતી જે બોક્ષ ઓફિસ પર સુપરહીટ રહી હતી. તો વળી સલમાન અને માધુરીએ ઘણી બધી ફિલ્મોમાં જોડી જમાવી હતી. અને દર્શકોને પણ આ બન્નેની જોડી ખુબ પસંદ છે. આ બન્નેએ ફિલ્મ, સાજન, હમ તુમ્હારે હૈ સનમ, હમ આપ કે હૈ કોન, દીલ તેરા આશિક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

કાજોલ

image source

કાજોલ અને શાહરુખ ખાનની જોડી લોકોમાં ખૂબ જ પ્રિય છે. આજે ભલે આ બન્ને કલાકાર સાથે જોવા ન મળતા હોય પણ આજે પણ દીલ વાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ લોકોને અત્યંત પ્રિય છે. કાજોલે શાહરુખ સાથે બાઝીગર, કરન અર્જુન, ડુપ્લીકેટ (કેમિયો), કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, માય નેમ ઇઝ ખાન અને છેલ્લી ફીલ્મ દિલવાલેમાં એક સાથે રોમાન્સ કર્યો હતો. તો કાજોલે આમીર સાથે ફિલ્મ ફનામાં કામ કર્યું હતું. તો સલમાન ખાન સાથે ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યામાં કામ કર્યું હતું.

કરીશ્મા કપૂર

image source

કરીશ્મા કપૂરે આમિર ખાન સાથે ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં કામ કર્યુ હતું, તો શાહરુખ સાથે ફિલ્મ દીલ તો પાગલ હૈ અને શક્તિમાં કામ કર્યું હતું. સલમાન ખાન સાથે કરીશ્માએ ઘણી ફિલ્મો કરી છે જેમાં હમ સાથ સાથ હૈ, બીવિ નં 1, અંદાઝ અપના અપના, જીત, જુડવા, દુલ્હન હમ લે જાયેંગે અને ચલ મેરે ભાઈનો સમાવેશ થાય છે.

રાની મુખરજી

image source

રાની મુખરજીને પણ ત્રણે ખાન સાથે કામ કરવાનો અવસર મળ્યો છે અને હાલ આ ત્રણે ખાનની તેણી સારી મિત્ર છે. તેણે શાહરુખ સાથે ફિલ્મ કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, ચલતે ચલતે, વિર ઝારા અને કભી અલવિદા ના કેહનામાં કામ કર્યું હતું. તેણે સલમાન ખાન સાથે હેલો બ્રધર, હર દીલ જો પ્યાર કરેગા, કહીં પ્યાર ના હોજાયે, ચોરી ચોરી ચુપકે ચુપકે અને બાબુલમાં કામ કર્યું હતું તો આમીર ખાન સાથે તેણે ગુલામ, મન (કેમિયો), મંગલ પાન્ડેઃ ધ રાઈઝીંગ અને ફિલ્મ તલાશમાં કામ કર્યું હતું.

ઉર્મિલા માતોંડકર

image source

ઉર્મિલા એ ત્રણે ખાન સાથે એક એક ફિલ્મ કરી છે. શાહરુખ સાથે તેણે ચમત્કાર કરી છે તો આમીર સાથે સુપરહીટ ફિલ્મ રંગીલા કરી છે અને સલમાન ખાન સાથે તેણીએ જાનમ સમજા કરો કરી છે.

પ્રિતિ ઝિંટા

image source

પ્રિતિ ઝિંટાએ શાહરુખ ખાનની ફિલ્મ દીલસેથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણે શાહરુખ સાથે ફિલ્મ કલ હોના હો, વિર – ઝારા, અને કભી અલવિદા ના કેહના, આમીરની વાત કરીએ તો તેણીએ આમીર સાથે દીલ ચાહતા હૈમાં કામ કર્યું હતું. સલમાન સાથે પ્રિતિએ ઘણી બધી ફિલ્મો કરી છે, જેમાં હર દીલ જો પ્યાર કરેગા, ચોરી ચોરી ચૂપકે ચૂપકે, દીલને જીસે અપના કહા, જાન – એ – મન, હીરોઝ, મેં ઓર મિસિસ ખન્ના (કેમિયો) અને ઇશ્ક ઇન પેરિસ (કેમિયો) સમાવેશ થાય છે.

રવિના ટંડન

image source

રવીના ટંડને શાહરુખ સાથે ફિલ્મ ઝમાના દીવાના હો ગયા, સલમાન સાથે કહીં પ્યાર ના હોજાયે અને આમીર ખાન સાથે ફિલ્મ અંદાઝ અપના અપનામાં કામ કર્યું છે.

કરીના કપૂર ખાન

image source

કરીના કપૂરે શાહરુખ ખાન સાથે પોતાની કેરિયરની શરૂઆતમાં જ ફિલ્મો કરી લીધી હતી. તેણીએ અશોકા, કભી ખુશી કભી ગમ, ડોન (કેમિયો), બીલુ (કેમિયો), રા વન માં કામ કર્યું હતું. તો સલમાન સાથે કરીનાએ ઘણી ફિલ્મો કરી છે જેમાં, ક્યોં કી, મેં ઓર મીસીસ ખન્ના, બોડી ગાર્ડ, દબંગ 2 (કેમિયો), બજરંગી ભાઈજાન. આમીર અને કરીનાએ અત્યાર સુધીમાં બે ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે જેમાં 3 ઇડિયટ અને તલાશનો સમાવેશ થાય છે. અને તેણીની આવનારી ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢામાં પણ તેણી આમીર ખાન સાથે જોવા મળશે.

કેટરીના કૈફ

image source

કેટરીના કૈફ એક સમયે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. સલમાને તેણીની બોલીવૂડ કેરિયરમાં ઘણો ફાળો આપ્યો છે. કેટરીનાએ સલમાન સાથે, મેને પ્યાર ક્યું કીયા ?, પાર્ટનર, યુવરાજ, હૈલો (કેમિયો), તીસ માર ખાન (કેમિયો), બોડી ગાર્ડ (કેમિયો), એક થા ટાઇગર, ટાઇગર ઝિંદા હૈ, અને ફિલ્મ ભારતમાં કામ કર્યું છે. તો આમીર ખાન સાથે કેટરીનાએ ધૂમ 3માં કામ કર્યું છે, જ્યારે શાહરુખ ખાન સાથે તેણીએ જબ તક હૈ જાનમાં કામ કર્યું છે.

જુહી ચાવલા

image source

જુહી ચાવલાએ કયામત સે કયામત તક ફિલ્મથી આમિર ખાન સાથે બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. આમ તેની પ્રથમ ફિલ્મ આમિર ખાન સાથે હતી. તો વળી તેણે શાહરુખ ખાન સાથે પણ ઘણી બધી ફિલ્મો કરી છે. આ બન્ને બિઝનેસ પાર્ટનર પણ રહી ચુક્યા છે. પ્રથમ ફિલ્મ બાદ આમીર ખાન સાથે જૂહીએ ઘણી બધી ફિલ્મો કરી છે. આમિર અને જૂહીની જોડીને બોલીવૂડમાં ડંકો હતો. તેણીએ આમીર સાથે, કયામસ તે કયામત તક, તુમ મેરે હો, હમ હૈ રાહી પ્યાર કે, અંદાઝ અપના અપનામાં કેમિયો રોલ તો વળી ઇશ્કમાં પણ તે બન્નેની કેમેસ્ટ્રી જબરજસ્ત રહી હતી. પણ સલમાન ખાન સાથે તેણી માત્ર એક જ ફિલ્મમાં જોવામાં આવી છે સલમાનનો આ ફિલ્મમાં એક કેમિયો રોલ હતો. ફિલ્મ હતી દીવાના મસ્તાના. આ ફિલ્મમાં તેણી ગોવીંદા અને અનિલ કપૂરનો લવ ઇન્ટ્રેસ્ટ હતી. અને ફિલ્મના અંતમાં તેણીને સલમાન સાથે લગ્ન કરતી બતાવવામાં આવી હતી.

ટ્વિંકલ ખન્ના

image source

ટ્વિંકલ ખન્નાની બોલીવૂડ કેરિયર ખુબ જ ટુંકી રહી છે. પણ ટુંકી કેરિયરમાં તેણીને ત્રણે ખાન સાથે કામ કરવાનો મોકો મળી ચૂક્યો છે. તેણે આમીર ખાન સાથે ફિલ્મ મેલા, શાહરુખ સાથે ફિલ્મ બાદશાહ અને સલમાન સાથે ફિલ્મ જબ પ્યાર કીસી સે હોતા હૈમાં કામ કર્યું છે.

અનુષ્કા શર્મા

image source

અનુષ્કા શર્માને પણ પોતાની નાનકડી કેરિયરમાં ત્રણે ખાન સાથે જોડી જમાવવાનો મોકો મળી ચુક્યો છે. તેણીએ સલમાન સાથે સુલતાન, આમીર સાથે પી.કે અને શાહરુખ સાથે ફિલ્મ રબને બનાદી જોડી અને જબ તક હૈ જાન કરી છે.

સોનાલી બેન્દ્રે

મરાઠી મુગલી સોનાલી બેન્દ્રેએ આમીર ખાન સાથે ફિલ્મ સરફરોશ, સલમાન ખાન સાથે હમ સાથ સાથ હૈ અને શાહરુખ ખાન સાથે ફિલ્મ ઇંગ્લીશ બાબુ દેસી મેમ અને ડુપ્લીકેટ તેમજ કલ હો ના હો (કેમિયો)માં કામ કર્યું છે.

મનિષા કોઈરાલા

image source

મનિષા કોઈરાલાએ શાહરુખ ખાન સાથે ફિલ્મ દિલ સે અને ગુડ્ડુ કરી છે, તો આમીર સાથે અકેલે હમ અકેલે તુમ અ મન કરી છે તો સલમાન ખાન સાથે સંજય લીલા ભણસાળી દ્વારા દીગદર્શીત ફિલ્મ ખામોશીઃ ધ મ્યુઝિકલ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ