જલ્સા કરોને જેંતીલાલ

બોલીવૂડ સુપર સ્ટાર કેટરિના કૈફના પિતા હાલ ક્યાં છે ? શા માટે તેણીનો કોઈ તાજો ફોટો તેના પિતા સાથે નથી ?

શા માટે તેણીનો તેના પિતા સાથેનો કોઈ જ તાજો ફોટો નથી ? આ ખરેખર રહસ્ય છે !


બોલિવૂડની સુપર ડાન્સર અભિનેત્રી કેટરીના કૈફ પણ એક રહસ્ય ધરાવે છે ! ના અમે અહીં તેના કોઈ અફેર્સ કે સંબંધો વિષે વાત નથી કરી રહ્યા પણ તેના કુટુંબ વિષે વાત કરી રહ્યા છીએ.


કુટુંબથી જ જીવનની શરૂઆત થાય છે ! આપણે બધા હવે એ તો જાણીએ જ છીએ કે કેટરીનાના એક નહીં બે નહી પણ 7 બહેન-ભાઈ છે. ત્રણ મોટી બહેનો (સ્ટેફની, ક્રિસ્ટિન અને નતાશા), ત્રણ નાની બહેનો (મેલિસા, સોનિયા અને ઇઝાબેલ) અને એક મોટો ભાઈ માઇકલ.


કેટરિનાનું મૂળ નામ કેટરિના ટર્કૂટે છે. તેણીનો જન્મ હોન્ગ કોન્ગ ખાતે ઇંગ્લીશ માતા સુઝેન કે જેણી એક ઇંગ્લીશ લોયર અને ચેરિટી વર્કર છે તેમજ તેના મહમ્મદ કૈફ કાશ્મિરી હતા.


જે એક બિઝનેસમેન હતા. આપણે અવારનવાર તેણીના ફોટો તેની બહેનો અને માતા સાથે જોઈએ છીએ. પણ તેના પિતાને ક્યારેય નથી જોયા. શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે શા માટે ?


આ સુંદરી પાસે પણ પોતાની કથા છે. કેટરિનાનું બાળપણ કંઈ સામાન્ય નહોતું. તે અને તેણીના અન્ય બહેનો તેમજ ભાઈ સિંગલ મધરની છત્ર છાયામાં ઉછર્યા છે. કેમ ?


કારણ કે તેણી જ્યારે માત્ર એક નાનકડી બાળકી હતી ત્યારે તેના માતાપિતાએ છૂટ્ટાછેડા લઈ લીધા હતા, અને ત્યાર બાદ તેણીના પિતા યુએસએમાં શિફ્ટ થઈ ગયા હતા અને ત્યા બાદથી તેણી ભાગ્યેજ તેણીના પિતાને મળી હશે. એક ઇન્ટર્વ્યૂમાં કેટરિનાએ જણાવ્યું હતુઃ


“મારા પિતાનું, દુર્ભાગ્યપૂર્ણ રીતે અમારા ઉછેર, અમારી ધાર્મિક અથવા સામાજિક કે પછી નૈતિક આચરણ પર કોઈ જ જાતનો પ્રભાવ નથી. જ્યારે હું મારા મિત્રોને જોતી હોઉં કે જેમના અદ્ભુત પિતાઓ હોય કે જે તેમના કુટુંબમાં એક આધારસ્તંભ તરીકે હોય, ત્યારે હું વિચારતી કે મારે પણ તેમ હોત. પણ ફરિયાદ કરવાની જગ્યાએ, મારે મારી પાસે જે બીજું કંઈ છે તેના માટે ભગવાનનો આભાર માનવો જોઈએ.”


તેણી તેના પિતાના સંપર્કમાં નથી. તેણીને એ નથી ખબર કે તે હાલ ક્યાં છે ? તેણી તેની પાસે આજે જીવનમાં જે કંઈ છે તેનાથી ખુશ છે કેમ ના હોય ?


તેની પાસે પોતાનું સુંદર જીવન ઉજવવા માટે તેનું પોતાનું 8 જણનું એક વિશાળ કુટુંબ છે !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version