જલ્સા કરોને જેંતીલાલ

બોલીવૂડના સુપર કોરિયોગ્રાફરની જીવનસંગિની, પ્રભુદેવા અને ધર્મેશ સરના ચાહકો માટે ખાસ…

બોલીવૂડ કોરિયોગ્રાફર અને તેમની સુંદર પત્નીઓ

બોલીવૂડની ફિલ્મો સંગીત અને નૃત્ય વગર અધુરી હોય છે. લોકોમાં નૃત્યુની વધેલી દીલચસ્પીના કારણે આજે ફિલ્મ ડીરેક્ટર્સની સાથે સાથે ડાન્સ ડીરેક્ટર્સ પણ તેટલા જ પોપ્યુલર થઈ ગયા છે. અને તેમને ઇન્ડસ્ટ્રીમાં એક વિશિષ્ટ જગ્યા મળી છે. ડાન્સ ડીરેક્ટર્સમાં એવી કળા સમાયેલી હોય છે કે તેઓ સની દેઓલ જેવા નોન ડાન્સરને પણ નચાવી શકે છે.

સમય જતાં બોલીવૂડની ફિલ્મોમાં નૃત્યમાં અત્યંત વેરિયેશન આવ્યા છે. આજે બોલીવૂડમાં માત્ર ભારતીય નૃત્ય નહીં પણ સમગ્ર વિશ્વના વિવિધ પ્રકારના નૃત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે આ બધા જ ફીલ્મ ડીરેક્ટર્સ સોશિયલ મિડિયા પર પોતાના અકાઉન્ટ્સ ધરાવે છે અને તેના પર લાખોનું ફેન ફોલોઇંગ પણ ધરાવે છે. અને તમારામાંના ઘણા બધા તેમને ફોલો પણ કરતા હશે. પણ શું તમે ક્યારેય તેમની સફળતા પાછળ રહેલી તેમની પત્નીઓ વિષે જાણ્યું છે. તો ચાલો જાણીએ બોલીવૂડના હીટ કોરિયો ગ્રાફર્સની સુંદર પત્નીઓ વિષે.

ગણેશ આચાર્ય – વિધી આચાર્ય


ગણેશ આચાર્ય એ 80ના દાયકાથી બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છે. અને આજે તેનો બોલીવૂડમાં ડંકો છે. ગણેશને પોતાની ટેલેન્ટ માટે નેશનલ ફિલ્મ અવોર્ડ પણ મળ્યો છે. તેમની સુંદર પત્નીનું નામ છે વિધિ આચાર્ય.

રેમો ડીસૂઝા – લીઝેલ ડીસુઝા

આપણે બધા રેમો ડીસુઝાને સારી રીતે જાણીએ છીએ. તે માત્ર કોરિયોગ્રાફર જ નહીં પણ ફીલ્મ ડીરેક્ટર પણ છે. રેમોએ પોતાનું આ સ્થાન મેળવવા માટે જીવનમાં ઘણી બધી તકલીફોનો સામનો કર્યો છે. અને તેની આ તકલીફમાં દરેક પગલે તેનો સાથ આપ્યો છે તેની પત્ની લીઝેલ ડીસૂઝાએ. રેમો હાલ એબીસીડી ત્રીનું ડીરેક્શન કરી રહ્યા છે તેમજ તે કેટલાએ રિયાલીટી શોમાં જજ તરીકે પણ રહી ચુક્યા છે. આજે તે એક અતિ વ્યસ્ત કોરિયોગ્રાફર છે. અને તે પોતાની આ બધી જ સફળતાનો શ્રેય પોતાની માતા તેમજ પોતાની પત્નીને આપે છે.

ગણેશ હેગડે સુનૈના હેગડે

ગણેશ હેગડે પોતાના વેસ્ટર્ન મૂવ્સ માટે ખુબ જ જાણીતા છે. તેમણે પોતાની કેટલીક ડાન્સ વીડીયોઝ પણ ડીરેક્ટ કરી છે. ગણેશ હેગડેએ સુનૈના સાથે 2011માં લગ્ન કર્યા હતા. તેમણે સુનૈના શેટ્ટીને છ વર્ષ ડેટ કરી હતી અને એક અતિ લોપ્રોફાઈલ મેરેજ સેરેમનીમાં તેમણે પ્રભુતામાં પગલા મુક્યા હતા. સુનૈના એક સ્ટાઇલીસ્ટ છે અને ગણેશને તે પોતે જ સ્ટાઇલ્ડ કરે છે. તેમને બે ક્યુટ બાળકો છે.

ધર્મેશ યેલાન્દે અને પ્રેશના ખાન

ધર્મેશ યેલાન્દેને આપણે ધર્મેશ સર તરીકે ઓળખીએ છીએ. ઝી ટીવી પરના ડાન્સ રીયાલીટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સથી લોકોના હૈયે તેમજ હોઠે ચડી ગયેલા ધર્મેશ આજે બ્રેશના ખાન સાથે સુખી લગ્ન જીવન પસાર કરી રહ્યા છે.

સલમાન યુસુફ ખાન – ફૈઝા હેરામેઇન

સલમાનનું મુળ નામ છે મોહમ્મદ ઘાઉઝ. તેમણે પણ ધર્મેશ સરની જેમ પોતાની કેરિયરની શરૂઆત ડાન્સ ઇન્ડિયા ડાન્સથી કરી હતી. અને તે તેમાં વિજેતા બન્યા હતા. સલમાને તેની લોંગટાઇમ ગર્લફ્રેન્ડ ફૈઝા સાથે લગ્ન કર્યા છે. તેણી તેની સ્કૂલ ટાઇમ સ્વીટહાર્ટ છે. તેમણે 9 વર્ષ લાંબુ ડેટીંગ કર્યું અને વર્ષ 2000માં ફૈઝાને પ્રપોઝ કર્યું હતું. પણ ફૈઝા એયરલાઇન ઇન્ડસ્ટ્રીમાં હોવાથી તેમણે પોતાના ડેટીંગને ઓર વધારે ખેંચવું પડ્યું અને લોંગ ડીસ્ટન્સ રીલેશનશીપ હોવા છતાં તેમની વચ્ચેનું આકર્ષણ ક્યારેય ઓંસર્યું નહોતું અને છેવટે વર્ષ 2013માં તેમણે નિકાહ પઢી લીધા.

મુદસ્સર ખાન – અભીશ્રી સેન

મુદસ્સર ખાને ઘણી બધી બોલીવૂડ ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે તેમજ ડાન્સ રીયાલીટી શોઝમાં જજની ભુમિકા પણ નિભાવી છે. મુદસ્સર પોતાના ડાન્સ ક્રૂની જ એક ડાન્સર અભીશ્રીના પ્રેમમાં છે અને તેઓ છેલ્લા કેટલાય સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અને હાલ તેઓ સુખી લગ્ન જીવન ભોગવી રહ્યા છે.

પ્રભુદેવા – રામ લતા

પ્રભુદેવાને આપણે બધા એક ઉત્તમ ડાન્સર તરીકે અને ડાન્સ ડીરેક્ટર તરીકે જાણીએ છીએ. તેમાં કોઈ જ શંકા નથી કે તેમણે પોતાની નૃત્ય કળાનો સીક્કો માત્ર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જ નહીં પણ બોલીવૂડમાં પણ જમાવી દીધો છે. પ્રભુદેવાના લગ્ન રામ લતા સાથે થયા છે જો કે તેણીએ પાછળથી પોતાનું નામ બદલીને લતા જ રાખ્યું છે. તે બન્નેને ત્રણ બાળકો હતા જેમાંથી એકનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું.

એહમદ ખાન – શકિરા ખાન

એહમદ ખાન ઘણા લાંબા સમયથી બોલીવૂડમાં છે. તેમણે પોતાની કેરિયરની શરૂઆત ડાન્સથી નહીં પણ એક્ટીંગથી કરી હતી. તેમણે મી. ઇન્ડિયા ફિલ્મમાં કોમેડિયનનો રોલ કર્યો હતો. ત્યાર બાદ તેઓ કોરિયોગ્રાફી તરફ વળ્યા અને તેમણે ઘણી બધી ફિલ્મોમાં ડાન્સ ડીરેક્શન કર્યું. ત્યારબાદ તેઓ લેખન તરફ વળ્યા, પછી ફિલ્મ પ્રોડ્યુસર તરીકે અને ત્યાર બાદ ફિલ્મ ડિરેક્ટર તરીકે પણ તેમણે પોતાની કીસ્મત અજમાવી છે. તેમણે પોતાના પ્રોડક્શન હેઠળ પાઠ શાળા, એક પહેલી લીલા જેવી ફિલ્મો ડીરેક્ટ કરી છે. તે પોતાની બધી જ સફળતા પાછળ પોતાની પત્ની શકીરાને શ્રેય આપે છે માટે જ તેમણે પોતાના કેટલાએ અવોર્ડ પોતાની પત્નીને સમર્પિત કર્યા છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version