બોલીવડના આ સિતારાઓની રોમાંચક અને અચરજ પમાડે તેવી આ વાતો આજદિન સુધી કોઈ નહિ જાણતું !

ભારતીય હસ્તીઓ વિશે સૌથી વધુ અદભુત તથ્યો કયા છે?

image source

૧. શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચન બંને હાથથી લખી શકે છે? જી હાં, તેઓ બંને હાથ થી ખુબ જ સુંદરતાથી લખી શકે છે.

image source

૨. ફિલ્મ હિરોઈન માં કરીના કપૂર પાસે દુનિયાનું સૌથી મોંઘુ કપડાથી ભરેલું કબાટ હતું. તેમને તે એક જ ફિલ્મમાં લગભગ ૧૩૦ કરતા પણ વધુ કપડાં પહેર્યા હતા.

image source

૩. આમિર ખાન પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને ઇસ્લામિક તત્વચિંતક અબ્દુલ કલામ આઝાદ સાથે સંબંધિત છે. આમિર ખાન અબ્દુલ કલામ આઝાદ ના પ્રપૌત્ર છે. અને તેમનો પૈતૃક પરિવાર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. ઝાકીર હુસૈન સાથે સંબંધિત છે.

image source

૪. કલ્કી કોચેલિન એ મૌરિસ કોચેલિનની પૌત્રી છે જેઓ પેરિસના એફીલ ટાવર તેમજ સ્ટેચુંઓફ લિબર્ટીના ચીફ એન્જિનિયર હતા.

image source

૫. શું તમને ખબર છે કે રણવીર સિંહ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સોનમ કપૂરના પિતરાઈ ભાઈ છે. અને એનાથી પણ ખાસ વાત એ છે કે તેમનું સાચું નામ રણવીરસિંહ ભાવનાની છે.

image source

૬. આપ સૌના પ્રિય અભિનેતા, અક્ષય કુમાર ખૂબ જ અંધશ્રદ્ધાળુ છે. જ્યાં સુધી તે કાગળની ટોચ પર ‘ૐ’ ન દોરે નહીં ત્યાં સુધી તેઓ કાગળ પર કશું જ નથી લખતા.

image source

૭. સલમાન ખાનને ‘સાબુ’ માટે એક વિચિત્ર ઘેલછા છે. તેમને વિવિધ પ્રકારના સાબુ ભેગા કરવાનું પસંદ છે. ખરેખરમાં, તેમનું ખુદ નું બાથરૂમ હાથ બનાવટ અને હર્બલ સાબુથી ભરેલ એક વિશેષ સંગ્રહ છે.

image source

૮. અભિનેતા અમજદ ખાનને ફિલ્મ ‘શોલે’ (1975) માંથી લગભગ પડતા મૂકી દેવાયા હતા કારણ કે સ્ક્રિપ્ટરાઈટર જાવેદ અખ્તરને ગબ્બરસિંહની ભૂમિકા માટે તેમનો અવાજ નબળો લાગ્યો હતો. શરૂઆતમાં તે ભૂમિકા માટે ડેની ડેન્ઝોંગ્પાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.

image source

૯. અનિલ કપૂર જયારે મુંબઈ રહેવા આવ્યા ત્યારે તેઓ રાજ કપૂરના ગેરેજમાં રહેતા હતા. અને બાદમાં તેઓ મુંબઈ ના મધ્યમ વર્ગીય વિસ્તારમાં એક રૂમમાં રહેવા ગયા.

image source

૧૦. જયારે શ્રીદેવી 13 વર્ષના હતા, ત્યારે તેમણે ‘મૂન્ડ્રુ મુડીચુ’ નામની તમિળ ફિલ્મમાં રજનીકાંતની સાવકી માતાની ભૂમિકા ભજવી હતી.

image source

૧૧. દુનિયાની સૌથી લાંબી ફિલ્મ પણ બોલિવૂડની ફિલ્મ છે. ફિલ્મ ‘એલઓસી: કારગિલ’ 4 કલાક અને 25 મિનિટ લાંબી છે અને જો તમે આ યુદ્ધની વીરગાથા જોવાની યોજના ઘડી રહ્યા છો, તો અમે તમને નિરાંતે બેસવાની ભલામણ કરીએ છીએ.

image source

૧૨. શાહરૂખ ખાનને સ્કૂલમાં સૌથી ઓછો ગમતો વિષય હિન્દી હતો. એસઆરકેને ભણવા માટે પ્રોત્સાહિત કરવા, જો તેઓ હિન્દી વિષયમાં રુચિ વધારે તો તેમની માતાએ તેમને તેને હિન્દી ફિલ્મ જોવા માટે લઈ જવાની ઓફર કરી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ