બોલીવૂડ સ્ટાર્સ તરફથી પોતાની બહેનોને મળી રક્ષાબંધનની મોંઘી દાટ ભેટો ! જુઓ કેવી રીતે કરી બોલીવૂડે રક્ષાબંધનની ઉજવણી

બોલીવૂડમાં ભારતમાં ઉજવાતા દરેક તહેવારોને ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બોલીવૂડ સિતારાઓ પોતાના અત્યંત વ્યસ્ત એવા શેડ્યુલમાંથી પણ આ તહેવારોને ઉજવવા માટે થોડો ઘણો સમય તો કાઢી જ લેતા હોય છે. અને આ વખતની રક્ષા બંધન પણ તેમણે પુરા જુસ્સાથી ઉજવી હતી. તો ચાલો જાણીએ કે આ વખતે બોલીવૂડે રક્ષા બંધનની ઉજવણી કેવી રીતે કરી અને બહેનોને શું ભેટ મળી.

રણવીર સિંહ


તમને જણાવી દઈએ કે રણવીર સિંહને એક જ બહેન છે જેની સાથે તે દર વર્ષે રાખડી બંધાવે છે. તે દર વર્ષે પોતાની બહેનને લઈને લાગણીભરી પોસ્ટ શેયર કરે છે પણ આ વખતે તેણે જે પોસ્ટ કરી છે તેમાં તેની બહેન રિતિકા અને દિપીકાની બહેન અનિષા તેને કીસ કરતાં જોવા મળી રહ્યા છે.


સાથે સાથે તેણે ઇન્સ્ટા પર પોતાનો અને પોતાની બહેનનો નાનપણનો ફોટો શેયર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું છે “માય બેસ્ટ ફ્રેન્ડ, હંમેશા મારું રક્ષણ કરનારી, મારી એન્જલ, લવ યુ દીદી, હેપ્પી રક્ષાબંધન !”

રણવિર સિંહે પોતાની બેહેન રિતિકાને ઓડી A8 ગિફ્ટ કરી હતી જેની કીંમત રૂપિયા 1 કરોડ હતી.

સલમાન ખાને રક્ષાબંધનની ઉજવણી જયપુરમાં કરી


હાલ સલમાન ખાન દબંગ 3 ના શુટિંગમાં વ્યસ્ત છે તે પોતાના શુટિંગના હેતુથી હમણા જયપુરમાં છે અને આ વખતની રક્ષાબંધન તેણે ત્યાં જ ઉજવી છે. પણ આ વખતે તે દૂર હોવાથી રાખડી પોતાની બહેને પાસે નહોતો બંધાવી.

પણ આ વખતે તેણે રાજસ્થાનના ભૂતપૂર્વ ટુરિઝમ મિનિસ્ટર બિના કાક સાથે રાખડી બંધાવી છે અને રક્ષાબંધનની ઉજવણી પણ તેમના કુટુંબ સાથે કરી હતી. તેણીએ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર આ પ્રસંગના ફોટો શેયર કર્યા હતા.


તમને જણાવી દઈએ કે સલમાન ખાન દર વર્ષે પોતાની બહેન અર્પિતા ખાનને રક્ષાબંધનના અવસર પર મોંઘી મોંઘી ભેટો આપે છે. તણે તેણીને રૂપિયા 3.5 કરોડની રોલ્સ રોયસ ફેંટમ ગિફ્ટ કરી હતી. જ્યારે સોહેલ ખાને પણ તેની બહેનને 3.5 કરોડની ફેરારી ગિફ્ટ કરી હતી.

ફોટો સાથે તેમણે કેપ્શન કંઈક આમ લખ્યું હતું, “બધા જ ભાઈ બહેનેને અહીં જયપુરથી અમે હેપ્પી રક્ષાબંધન કહીએ છીએ… અને મારા ભાઈ જેવા દીકરા સલમાન ખાન સાથે આનંદ અનુભવી રહી છું.”

આ પ્રસંગે પ્રભુદેવા પણ જયપુરમાં હાજર હોવાથી તેણે પણ બિના કાકની મુલાકાત લીધી હતી અને રક્ષાબંધનની ઉજવણી પણ કરી હતી. તેની પણ તસવીર તેમણે સોશયિલ મિડિયા પર શેયર કરી હતી.

સારા અલિ ખાન


સારા અલિ ખાને આ વર્ષે બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધા બાદ તેણી સતત લાઈમલાઇટમાં રહ્યા કરે છે. આ ઉપરાંત તે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પણ ખુબ એક્ટિવ રહેવાથી તેની દરેક હરકત પર તેના ફેન્સ નજર રાખે છે.


આ રક્ષા બંધને તેણે પોતાના નાના ભાઈ ઇબ્રાહિમ અલિનો નવજાત શિશુવાળો ફોટો શેયર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન કંઈક આમ લખ્યું છે, મારા નાનકડા ભાઈને હેપ્પી રાખી ! મને પુછ્યા વગર મારો ફોન અડવા માટે, મને પૈસા આપવા માટે, મને ચોકલેટો ખવડાવવા માટે, મને ભેટવા માટે હું તને ખુબ જ મિસ કરી રહી છું. પણ હું તને વચન આપું છું કે હું તને હેરાન કરીશ, તારું બધું જ ખાવાનું ખાઈ જઈશ અને હું તને ખુબ પ્રેમ કરીશ.

તમને જણાવી દઈએ કે ઇબ્રાહિમે સારાને રક્ષાબંધન નિમિતે 20 લાખની ડાયમન્ડ રીંગ ભેટ આપી હતી. તૈમુરે પણ સારાને રાખડી બાંધવા બદલ એક સુંદર મજાની ગિફ્ટ આપી હતી અને તે હતા 51 રૂપિયા.

બીજી એક તસ્વીર પણ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ છે જેમાં આખું પટોડી ફેમિલી રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યું છે. જમાં સોહા અલિ ખાન અને તેની દીકરી, સારા અલિ ખાન તેના પિતા સૈફ અલિખાન તેમના ખોળામાં તૈમુર અને નીચે બેઠેલો ઇબ્રાહિમ નજરે પડે છે.

અભિષેક બચ્ચન


બચ્ચન ફેમિલિ દર વર્ષે રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરે છે આખુંએ કુટુંબ ભેગુ થાય છે અને અભિષેકની બહેનો તેને રાખડી બાંધે છે. આ વર્ષે પણ અમિતાભના ઘરે શ્વેતા, અભિષેક, શ્વેતાના દીકરા-દીકરી નવ્યા અને અગસ્ત્યા ભેગા થયા હતા અને તેમના રક્ષાબંધન સેલિબ્રેશનની તસ્વીર સોશિયલ મિડિયા પર ફરતી થઈ છે.

અભિષેકે પણ પોતાની બે બહેનો સાથેની તસ્વીર પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેયર કરી હતી જેમાં તેની બહેન શ્વેતા અને તેના કાકા અજિતાભની દીકરી નેના હતી. જો કે અભિષેકે પોતાના કેપ્શનમાં તેની બીજી બે બહેનોનો પણ ઉલ્લેખ કર્યો છે અને તેમનો હંમેશા સાથ આપવા માટે આભાર માન્યો છે.


તમને જણાવી દેઈએ કે અભિષેકે પેતાની બહેન શ્વેતા બચ્ચનને રક્ષાબંધનની ભેટ રુપે મિનિ ચૉપર બીએમડબલ્યુ આપી કરી હતી. જેની કીંમત લગભઘ 3 કરોડ રૂપિયા હતી.

શ્વેતા બચ્ચને પણ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર પોતાના ફેમિલિની સુંદર તસ્વીર શેયર કરી હતી. જેમાં માતાપિતા અમિતાભ અને જયા બચ્ચન દીકરા દીકરી શ્વેતા, અગસત્ય અને ભત્રીજી આરાધ્યાને ક્લિક કરવામાં આવ્યા હતા. બધા ટ્રેડિશનલ વસ્ત્રોમાં ખુબ જ શોભી રહ્યા હતા.

આ પ્રસંગે શ્વેતાએ ઘણીબધી તસ્વીરો પોતાના સોશિયેલ મિડિયા પર શેયર કરી હતી. જેમાં તેના ભાઈ સાથેની તેની તસ્વીર ખરેખર તેમની વચ્ચેના ભાઈબહેનના અપાર સ્નેહની ચાડી ખાઈ જાય છે.


જ્યારે અમિતાભે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શ્વેતા અને અભિષેકની નાનપણની તસ્વીરો શેયર કરી હતી. જેમાં તેમણે ટ્વીટ કર્યું હતું “રક્ષાબંધન ! બહેનનો સ્નેહ, ભાઈની સુરક્ષા, આ બંધન પવિત્ર, નિરંતર, નિશ્ચલ”

ઐશ્વર્યા રાય


ઐશ્વર્યા રાયે પણ પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જેની તસ્વીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કરી હતી.

શાહરુખ ખાન


શાહરુખ ખાને પણ પોતાન સોશિયલ મિડિયા પર એક તસ્વિર શેયર કરી હતી જેમાં એક તસ્વીર રાખડીવાળા હાથની હતી જ્યારે બીજી તસ્વીરમાં સુહાના અબ્રામને વહાલ કરી રહી હતી. પણ શાહરુખની આ તસ્વીરનું કેપ્શન ખુબ જ સુંદર હતું જે આ પ્રમાણે હતું તેણે લખ્યું હતું, રાખડી બાંધવામાં આવી છે, એ વચન સાથે કે દરેક સ્ત્રીઓને માન આપવામાં આવશે. સ્ત્રીઓ માટેનું માન તમને પ્રેરણા આપશે, તમારું હૃદય નાજુક બનાવશે અને તમને નૈતિક રીતે મજબુત બનાવશે. બધા જ ભાઈઓને હેપ્પી રક્ષા બંધન… અને બધી જ બહેનોને સમ્માન.


આ ઉપરાંત આલિયા ભટ્ટે કરન જોહરના દીકરાને રાખડી બાંધી હતી જેની તસ્વીર તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કરી હતી.

સોનમ કપૂર અને તેની બહેને પણ તેના ભાઈને રાખડી બાંધી હતી જેની તસ્વીર સોનમે નહીં પણ તેના પિતાએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી હતી.

આ ઉપરાંત અર્જુન કપૂરે પણ પોતાની બહેન અંશુલા અને જાહ્નવી-ખુશી પાસે રાખડી બંધાવી હતી. કપૂર ફેમેલિના રાખી સેલિબ્રેશનની ઘણીબધી તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ