એવા સેલિબ્રિટી જેઓ અનાથ બાળકોની સંભાળ પોતાના બાળકો જેવી જ રાખે છે ! સો સો સલામ..

‘ઘરસે મંજીલ હૈ બહોત દૂર ચલો યુ કરલે, કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાય.’

image source

નિદા ફાઝલીનો આ સુંદર શેર ઘણું બધું કહી જાય છે. બાળક ભગવાન નું રૂપ છે. કેટલા બધા અનાથ બાળકો હોય છે જેને ખરેખર સાચા અર્થમાં સહારાની જરૂર હોય છે. આપણે આપણા બાળકોનો ,આપણી આસપાસના બાળકોનો ,પરિવારના બાળકોનું કલ્યાણ તો જરૂર વિચારીએ પરંતુ એવા બાળકોનો પણ વિચાર કરીએ જે બિલકુલ અસહાય છે. લાચાર અને નિરાધાર છે. ઘર ઘરની છોકરો ખાઈ અને એમનું બાળપણ છીનવાઈ ગયું છે.

image source

આવા બાળકો સહારા માટે કોઈ એક હાથ શોધે છે. સામાન્ય માણસ હોય ,,રાજકીય વ્યક્તિ હોય ફિલ્મ અભિનેતા હોય, કે બાળકો વગરના મા-બાપ હોય, આવા કોઈ ઉદાર મતવાદી વ્યક્તિત્વનો હાથ જો અનાથ બાળકોને મળી જાય તો તેમની જીંદગી પણ સુધરી શકે.

image source

ભારત દેશમાં કેટલાક લોકો એવા પણ છે જે આ બાળકોનું દુઃખ સમજી શક્યાં છે. એમને પોતાના ઘરે લઇ આવ્યા છે અને એમનું જીવન સુધારવાનો પ્રયત્ન પણ દિલથી કર્યો છે.

image source

બોલિવૂડની થોડીક સેલિબ્રિટીઝ એવી છે જે હંમેશા બીજાની મદદ માટે તત્પર રહે છે. બોલિવૂડની વાત આવે એટલે આપણે બોલિવૂડને સામાન્ય રીતે ફેશન, સ્ટાઈલ ,એક્ટિંગ સાથે જોડીએ. પણ હંમેશા એવું જરૂરી પણ નથી હોતું.આખરે તો બોલિવૂડની સેલિબ્રિટીઝ પણ માણસ જ છે અને એમનામાં પણ એ જ દયાભાવના છે જે એક સામાન્ય માણસોમાં પણ હોય છે. એમાં પણ ખાસ કરીને સ્ત્રી હોય તો એની વાત જુદી થઈ જાય છે કારણ કે સ્ત્રીને ઈશ્વરે માતૃહૃદય આપ્યું છે. સ્ત્રી વાત્સલ્યનો ધોધ છે. બોલિવૂડમાં કેટલીક સ્ત્રીઓ એવી છે કે કે જેમણે બાળકને દત્તક લઈને પોતાની માતૃત્વની ભાવના- પોતાનું માતૃવાત્સલ્ય અનાથ બાળકો પર ન્યોછાવર કર્યું છે.

તો કેટલીક સેલિબ્રિટીઝ એવી પણ છે કે જેમણે પોતાના સંતાન હોવા છતાં પણ બીજા અનાથ બાળકોને દત્તક લઈને તેમની જિંદગી સુધારવાનું નેક કામ પણ કર્યું છે.

image source

ટીવી સીરીયલ કહાની ઘર ઘર કી થી દરેક ઘરમાં પોતાનું સ્થાન બનાવનાર અભિનેત્રી સાક્ષી તંવર એક અનાથ બાળકની મા બની ચૂકી છે. નવરાત્રી દરમિયાન ૮ માસની બાળકીને દત્તક લઈને સાક્ષી તંવર સિંગલ મધર બની છે. સાક્ષીએ સાચા અર્થમાં આધ્યાશક્તિની આરાધના કરી છે એમ કહી શકાય. સિંગલ મધર બનેલી સાક્ષીએ પોતાની પુત્રીનું નામ દેત્યા પસંદ કર્યું છે.

image source

કુવારી હોવા છતાં પણ બાળક દત્તક લઇ અને સિંગલ મધર બનવાનું ચીલો ચાતરનાર અભિનેત્રી સુસ્મિતા સેનને કેવી રીતે ભૂલી શકાય?બોલિવૂડમાં અનાથ બાળકને દત્તક લેવાની જ્યારે જ્યારે ચર્ચા થાય છે ત્યારે સૌથી પહેલા સુસ્મિતા સેનનું નામ યાદ કરવામાં આવે છે. સુસ્મિતા સેને પોતાની જળહળતી કેરિયર દરમિયાન જ અનાથ આશ્રમમાંથી બે અનાથ બાળકીઓને દત્તક લઈને તેમનો ખુબ સુંદર રીતે ઉછેર કર્યો છે. ગ્લેમરની દુનિયાનો મોહ ઘણા લોકો છોડી શક્યા નથી હોતા ત્યારે ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેને પોતાની કેરિયરને દાવ પર લગાડીને પણ એક સારામાં સારી માતા સિદ્ધ થવાનું શ્રેય મેળવ્યું છે.

image source

સુસ્મિતા સેને 2000માં તેની પ્રથમ પુત્રીને દત્તક લીધી અને તેના દસ વર્ષ બાદ આલીજાને દત્તક લીધી. બંને પુત્રીઓને ઉછેરવા માટે અને જિંદગીનો મૂલ્યવાન સમય પોતાની દત્તક લીધેલી પુત્રીઓ સાથે જ વ્યતીત કરવા માટે આખરે સુસ્મિતા સેન એ પોતાની ફિલ્મી કેરિયર ને તિલાંજલિ આપવાનું પસંદ કર્યું.

image source

પોર્ન સ્ટાર સનીલિયોન પણ મા તરીકે શ્રેષ્ઠ સાબિત થઈ રહી છે. બોલિવૂડમાં એન્ટ્રી લીધા બાદ સનીલિયોન અત્યાર સુધીમાં ત્રણ બાળકોની મા બની ચૂકી છે. સની લિયોને મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના અનાથ આશ્રમમાંથી નિશા નામની બાળકી દત્તક લીધી છે. ત્યારબાદ સરોગસી દ્વારા સની લિયોને બે જોડિયા પુત્રોને જન્મ આપ્યો છે. સની લિયોને પોતાની પુત્રી અને બે પુત્ર અસર સિંહ તથા નોઆ સિંહ તેમજ પતિ ડેનિયલ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે. સની લિયોન માને છે કે પુત્રીની માતા બન્યા બાદ તેનો પરિવાર પૂર્ણ થયો છે.

image source

બોલિવૂડની બ્યુટીફુલ એક્ટ્રેસ નીલમ કોઠારી એ ટીવી આર્ટિસ્ટ સમીર સોની સાથે લગ્ન કર્યા બાદ 2013માં એક સુંદર મજાની બાળકી દત્તક લીધી છે જેને તેણે અહાના નામ આપ્યું છે.

બોલિવૂડમાં માત્ર અભિનેત્રીઓ જ નહીં પરંતુ અભિનેતા પણ બાળક દત્તક લેવાની વાત માં અગ્રેસર રહ્યા છે. રામાયણ સિરીયલ માં રામ અને સીતાનો કિરદાર નિભાવી ઘર ઘરમાં પોતાની ઓળખ ઊભી કરનાર રામ ગુરમીત ચૌધરી અને સીતા દેબીના બેનર્જી વાસ્તવિક જીવનમાં પણ પતિ-પત્ની છે.તેમણે પૂજા અને લતા નામની બે બાળકીઓને દત્તક લીધી છે.

image source

ગુરમીત અને દેબીના પરિવારના સભ્યના લગ્નમાં જરમપુર ગયા ત્યારે આ બંને અનાથ બાળકી સાથે તેમની મુલાકાત થઈ હતી.. જરમપુરમાં પૂજા માતા પિતાના અવસાન બાદ તેના કાકા સાથે રહેતી હતી અને લતાના પિતાનું પણ મૃત્યુ થયું હતું. બંને બાળકીને જોઈને પતિ-પત્નીનું હૃદય દ્રવી ઉઠ્યું અને બંને જણાએ આ બંને બાળકીના માતા-પિતા બનવાનું નક્કી કરી લીધું.

image source

લિરીલ‌ ગર્લ તરીકે ખ્યાતિ મેળવનાર અને પછી બોલિવૂડમાં પણ પોતાનો સિક્કો જમાવનાર અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પોતાના 34 માં જન્મદિવસ પર ઋષિકેશમાં એકસાથે 34 અનાથ બાળકોને દત્તક લીધા છે. પ્રીતિ ઝિન્ટા પોતાના લગ્ન પછી પણ આ બાળકોને મળવા વર્ષમાં બે વખત ઋષિકેશ જરૂર જાય છે. બાળકોના શિક્ષણ તેમજ અન્ય જવાબદારીઓ પ્રિટી ઝિન્ટા ઉઠાવી રહી છે.

image source

અભિનેત્રી રવીના ટંડને 1995માં 2 દીકરીઓને દત્તક લીધી હતી. ત્યારે રવીના ટંડનની પોતાની ઉંમર માત્ર 21 વર્ષ હતી. રવીના ટંડનની પુત્રીઓના નામ પૂજા અને છાયા છે. આ સિવાય રવિના ટંડનના પોતાના પણ રણવીર અને રાશા થડાની નામના બે સંતાન છે.

image source

ડિસ્કો ડાન્સર તરીકે મશહૂર બોલિવૂડના દાદા મિથુન ચક્રવર્તીએ પણ પોતાના ત્રણ પુત્રો હોવા છતાં પણ એક દીકરી દત્તક લીધી છે. મીથુન ચક્રવતીના પુત્રોના નામ મહાઅક્ષય, રીમોહ અને નમાશી છે. મિથુનદાની દત્તક પુત્રી નું નામ દિશાની ચક્રવર્તી છે.

image source

ફિલ્મ ડાયરેક્ટર કુણાલ કોહલીએ પણ પુત્રી દત્તક લીધી છે જેનું નામ તેણે રાધા પાડ્યું છે.

બોલીવુડનું મશહૂર નામ એટલે સુભાષ ઘાઈ. સુભાષ ધઈએ ફિલમજગતમાં ઘણું હાંસિલ કર્યું છે. ફિલ્મ મેકિંગના માંધાતા સુભાષ ધાઈનું જીવન સંપૂર્ણ સુખમય રહ્યું છે. સુભાષ ધાઇએ વર્ષો પહેલા દત્તક લીધેલી પુત્રી મેઘના હાલ તેમને પ્રોડક્શન હાઉસ અને એક્ટિંગ સ્કૂલમાં મદદ કરી રહી છે.

image source

વિવિધ પ્રકારના નોબલ કેમ્પેઇનમાં ભાગ લેતી સેલિબ્રિટીઝ માત્ર નાણા માટે થઈને જ ઉમદા કાર્ય સાથે જોડાય છે એવું નથી. તેઓ પોતે પણ ઉમદા કાર્ય દ્વારા સમાજમાં દાખલો બેસાડે છે. સમાજના લાચાર, અસહાય અને અનાથ બાળકોને દત્તક લઈને તેમને ટેકો કરનાર, એમને નવજીવન આપનાર આ તમામ સેલિબ્રિટીઝ ખરેખર ધન્યવાદને પાત્ર છે. તેઓ સમાજમાં ખાલી ખૂણામાં ખુશી ભરી સમાજને નવનિર્માણની રાહ ચીંધી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ