રિયાલિટી શોમાં જજ બનતા આ બોલિવૂડ સ્ટાર્સ વસૂલે છે કરોડો રૂપિયા ફી, જાણીને ઉડી જશે તમારા હોંશ

બોલિવૂ઼ડ સ્ટાર્સ પોતાની એક ફિલ્મમાં કરોડો રૂપિયા કમાય છે. મોટા પડદા પર આટલા પૈસા કમાતા હોવા છતાં આ સ્ટાર્સ ટીવી પડદા પર પણ પોતાનો જલવો કાયમ રાખવામાં સફળ છે. તેમજ સ્ટાર્સને બંને તરફથી કરોડો રૂપિયાની કમાણી કરવાની તક મળે છે. આજે અમે તમને જણાવીશું એવા કેટલાંક બોલિવૂડ સ્ટાર્સ જે રિયાલિટી શોમાં કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

આ શ્રેણીમાં સૌથી પહેલું નામ આવે છે શિલ્પા શેટ્ટી-

સમગ્ર દુનિયામાં પોતાની ફિટનેસ માટે પ્રખ્યાત છે અભિનેત્રી શિલ્પા શેટ્ટી. 90ના દાયકાની આ અભિનેત્રીની બોલિવૂડ ફિલ્મોમાં સફર હિટ રહી છે. સાથે ફિલ્મોથી દૂર થયા પછી રિયાલિટી શો માં જજ બનીને કરોડો રૂપિયા કમાઈ રહી છે. તમને જણાવી દઈએ કે શિલ્પાએ ‘સુપર ડાન્સર સીઝન 1’ માં જજ બનવા માટે શિલ્પાએ 14 કરોડ રૂપિયા ફી લીધી હતી.

બીજા ક્રમે આવે છે માધુરી દીક્ષિત-

બોલિવૂડની ધક ધક ગર્લ અને પોતાની ખૂબસૂરતીથી લોકોનું દિલ જીતનારી અભિનેત્રી માધુરી દીક્ષિતની ફિલ્મ કરિયર બહું સારી રહી છે તેમજ તેમની મોટાભાગની ફિલ્મો હિટ રહી છે. તેમજ તેમને એક એકથી ચઢિયાતી હિટ ફિલ્મો આપીને બોલિવૂડ પર રાજ કર્યું છે. ડાન્સમાં નંબર વન માધુરીને ફિલ્મો હંમેશા માટે ગાયબ નથી રહી પરંતુ રિયાલિટી શો માં તે ડાન્સ શો ‘ઝલક દિખલા જા’ ના એક એપિસોડના 1 કરોડ રૂપિયા ચાર્જ લેતી હતી.

બોલિવૂડના ફેમસ ડિરેક્ટર કરણ જોહર-

લવ સ્ટોરી ફિલ્મો ડિરેક્ટર કરવામાં મશહૂર ફિલ્મમેકર કરણ જોહર બોલિવૂડમાં ડિરેક્ટરનાં લિસ્ટમાં સૌથી ટોપ પર છે. તેમની એક ફિલ્મ કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે. સાથે ધર્મા પ્રોડ્કશનના બેનર હેઠળ વર્ષમાં ઘણી ફિલ્મો ડિરેક્ટ કરે છે. જોવા જઈ એ તો કરણ જોહરની પાસે કામ કરવાની કોઈ કમી નથી. તમને જણાવી દઈએ તેઓ રિયાલિટી શોમાં જજ તરીકે પણ આવે છે. તેમની ફીની વાત કરીએ તો રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ ની દરેક સીઝનમાં જજ તરીકે તેઓ 10 કરોડ રૂપિયા ચાર્જ વસૂલે છે.

જેકલીન ફર્નાન્ડિઝ

આ શ્રેણીમાં બોલિવૂડની સુંદર અદાકરા જેકલીન ફર્નાન્ડિઝનું નામ પણ સામેલ છે. જેકલી પણ ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ માં જજ તરીકે જોવા મળી હતી. તે એક એપિસોડના 1.25 કરોડ રૂપિયા ચાર્જ વસૂલ કરતી હતી.

સોનાક્ષી સિન્હા-

બીજી તરફ ઝલક દિખલા જા ની સાથે સાથે બીજો એક ડાન્સિંગ રિયાલિટી શો ‘નચ બલિયે’ નો પણ લોકોમાં બહુ ક્રેઝ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ શોમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હા જજ તરીકે એક એક એપિસોડની 1 કરોડ રૂપિયા ફી લેતી હતી.

સોહેલ ખાન-

ઘેર-ઘેર મશહૂર રિયાલિટી શો કોમે઼ડી સર્કસને લોકો બહુ પસંદ કરતા હતા. કેમ કે આ શોમાં જ્યાં કપિલ શર્મા જેવા ફર્સ્ટ ક્લાસ કોમેડિયન પેટ પકડીને ઓડિયન્સને હસાવતા હતા. તો બીજી તરફ શોમાં કપિલ શર્માની સાથે સાથે કેટલાંક કોમેડી સ્ટાર્સ જજ અર્ચના અને સોહેલ ખાનની સામે પરફોર્મ કરતા હતાં. આ શોમાં અભિનેતા સોહેલ ખાન જજ તરીકે દરેક સીન માટે 3 કરોડ રૂપિયા લેતા હતા.

અક્ષય કુમાર-

જજની લિસ્ટમાં બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારનું નામ પણ સામેલ છે. આમ તો અક્ષય નાના પડદા પર કેટલાંક રિયાલિટી શોમાં જોવા મળ્યો છે. પરંતુ ‘લાફ્ટર ચેલેન્જ’ શોમાં પ્રત્યેક એપિસોડ માટે તેઓ 1.65 કરોડ રૂપિયા ફી વસૂલ કરતા હતા.

બોલિવૂડ મહાનાયક અમિતાબ બચ્ચન-

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની તો વાત બધા કરતા અલગ જ છે. કેમ કે, તેમનો એક રિયાલિટી શો ‘કોન બનેગા કરોડપતિ’ દેશમાં જ નહીં વિદેશમાં પણ ફેમસ છે. તમને જણાવી દઈએ કે, અમિતાબ બચ્ચન આ શોના દરેક અપિસોડ માટે 2.7-3 કરોડ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે.

શાહરુખ ખાન-

તેમજ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની બાદશાહી નાના પડદા પર પણ કાયમ રહી છે. તે ઘણા શોમાં જોવા મળ્યા છે. એટલે સુધી કે તેમને ‘કોન બનેગા કરોડપતિ’ ની ઘણી સીઝનમાં જજ તરીકે કામ કર્યું છે. પરંતુ વાત કરીએ તેમના લેટેસ્ટ રિયાલિટી શો ‘ટેક ટોક’ ની તો જેના પ્રત્યેક એપિસોડ માટે શાહરુખ ખાન 3 કરોડ રૂપિયા વસૂલ કરે છે. તમને જણાવી દઈએ કે કિંગ ખાન આ શોના માત્ર 10 એપિસોડની જ ડીલ કરી હતી.

બોલિવૂડનાં દબંગ સલમાન ખાન-

છેલ્લે વાત કરીએ બોલિવૂડના ટાઈગર, દબંગ ખાન એટલે કે સલમાન ખાનની. સલમાન બોલિવૂડમાં ફરીથી પોતાની જગ્યા બનાવામાં સફળ સાબિત રહ્યો છે. હવે તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર તહેલકા મચાવા આવી રહી છે. સાથે સલમાન રિયાલિટી શો ‘દસ કા દમ’ માં જજ તરીકે જોવા મળશે. તેમજ સલમાન ખાનની બોલિવૂડની સાથે સાથે નાના પડદા પર તેમની બોલબાલા છે. તમને જણાવી દઈએ કે, સલમાન રિયાલિટી શો ‘બિગ બોસ’ ના બોસ છે અને તેમને આ શોની 11મી સીઝન માટે પ્રતિ એપિસોડ 11 કરોડ રૂપિયા ફી ચાર્જ કરતા હતા.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી