કેટલાય બોલિવૂડ સ્ટાર્સે તેમની નાનપણની યાદો મમ્મી સાથેના ફોટોઝ શેર કર્યા છે…

બોલિવૂડના આ સુપર સ્ટાર્સના બાળપણના મમ્મી સાથેના ફોટો જોશો તો તેમને ઓળખી પણ નહીં શકો…

આ મધર્સ ડે પર સૌ કોઈએ પોતાની માતા વિશે અનેક અનોખી રીતે પોતપોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. જેમાં નાનપણના ફોટોઝ મૂકવા, કવિતાઓ કે ક્વોટસ મૂક્યા છે. આમાં પણ ફિલ્મી સિતારાઓ પણ કેમ પાછળ રહી જાય. આમેય આપણે જ્યારે નાનપણના ફોટોઝ જોઈએ ત્યારે આપણાં પોતાના પરિવારના કે મિત્રોના ફોટોઝ જોવાની પણ મજા આવતી હોય છે ત્યારે આ સેલિબ્રિટીઝના ફોટોઝ જોઈને તેમને ઓળખવાની અને તેઓ બાળપણમાં કેવા લાગતા હતા એ જોવાની બહુ મજા આવે તેવું છે.

આમિર ખાન

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on


બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિક્સ તરીકે ઓળખાતા આમીર ખાનના ફેન્સ માટે મધર્સ ડે પર મળી એક અનોખી ગીફ્ટ. આમાં તેમણે પોતાના બાળપણની એક તસ્વીર શેર કરી છે. જેમાં તેઓ બગીચામાં બેઠા છે અને સાથે તેમના માતા પણ સાથે છે. આ ફોટોમાં તેઓ લગભગ ૬ વર્ષના લાગે છે.

અમિતાભ બચ્ચન

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

બોલિવૂડના મહાનાયક અવારનવાર તેમના બાળપણના સંસ્મર્ણો તેમના ઓફિશિયલ બ્લોગ પર શેર કરે છે. સાથે તેમના પિતા જેમને તેઓ બાબુજી કહે છે તેમની કવિતાઓ પણ શેર કરતા હોય છે. આ વખતના મધર્સ ડે પર તેમણે માતાજી તેજી બચ્ચન સાથેનો એક ફોટો શેર કર્યો છે. આમાં તેઓ સૂટ – બૂટ પહેરેલ છે. જેમાં તેઓ એક ટીનએજરની ઉંમરના દેખાઈ રહ્યા છે.

અભિષેક બચ્ચન

 

View this post on Instagram

 

Happy Mama’s day to the best! Love you Ma. ❤️

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેક બચ્ચને પણ પિતાની જેમ માતા સાથેની એક ખૂબ જ મીઠી યાદ તાજી કરી છે. આ તસ્વીર પણ બ્લેક એન્ડ વ્હાઈટ છે. જેમાં જયા બચ્ચન તેમની લાક્ષણીક સ્મીત સાથે એકદમ પાતળાં અને ખૂબ જ સુંદર લાગે છે. આમાં અભિષેકના આગળના દાંત તૂટેલા છે અને તેઓ એકદમ ક્યુટ સ્માઈલ આપી રહ્યા છે. તમે ઓળખી જ નહીં શકો કે આ અભિષેક છે!

આલિયા ભટ્ટ

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

બોલિવૂડમાં ભલે તેમનો પારિવારીક નાતો હોય પરંતુ પોતાની અદાકારીની પ્રતિભાથી ખૂબ જ ઓછા સમયમાં સૌનું દીલ જીતી લેનારી ચૂલબુલી અભિનેત્રી આલિયા ભટ્ટે પણ પોતાની માતા સોની રાઝદાન સાથેનો નાનપણમાં પડાવેલો ફોટો શેર કર્યો છે. આમાં તેઓ સુપર ક્યુટ લાગે છે.

અનુષ્કા શર્મા

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

બોલિવૂડમાં જેમણે પોતાનું નામ એક રાજકુમારી જેવું જમાવ્યું છે એવી સુંદર અને ટેલેન્ટૅડ અભિનેત્રી અનુષ્કાએ પણ પોતાના માતા સાથેનો બાળપણનો ફોટો શેર કર્યો છે. આમાં તેઓ એટલાં સિમ્પલ લાગી રહ્યાં છે કે કોઈ ન કહી શકે કે વિરાટ કોહલીનું દીલ જીતી લેનારી ગ્લેમરસ અનુષ્કા છે!

સોનમ કપૂર

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

પોતાની આગવી ફેશન સ્ટાઈલથી બોલીવૂડમાં જાણીતી થયેલી અને જેમણે પોતાની મહેનતથી અધધ વજન ઉતારીને સુંદર સ્ત્રીઓની હરોળમાં આગવું સ્થાન મેળવ્યું એવી અભિનેત્રી સોનમ કપૂરે પણ પોતાની માતા સુનિતા કપૂર સાથેનો બાળપણનો ફોટો શેર કર્યો છે.

હની સિંહ

 

View this post on Instagram

 

A post shared by Yo Yo Honey Singh (@yyhsofficial) on

પોતાના માતા સાથે નાનપણનો ફોટો શેર કર્યો છે બોલિવૂડ રેપ સિંગર હની સિંહે પણ. આ ફોટોમાં જેમાં તેમની માતાએ તેમને વહાલથી ઊંચકી લીધાં છે. જે જોઈને નવાઈ લાગશે કે શું આ તેઓ જ છે!

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ