આ સેલેબ્સના તમે છો ફેન, તો જાણી લો પહેલા એ ભારતીય નાગરિક છે કે નહિં..

વિદેશી પાસપોર્ટ ધરાવતા ભારતીય સુપર સ્ટાર્સ

આપણા ભારતીય સુપરસ્ટાર્સ જે પરદા પર સંપુર્ણ પણે એક ભારતીયની ભુમિકા અત્યંત નિપુણતાથી નિભાવી જાણે છે તેમાંના કેટલાક તમને આશ્ચર્ય થશે પણ ભારતીય નથી અથવા એમ કહો કે ભારતના નાગરિક નથી.

તેમને ભારતની ચૂટણીમાં મત આપવાનો પણ અધિકાર નથી. કારણ કે તેના માટે તમારું ભારતનું નાગરિક હોવું જરૂરી છે.

image source

આ યાદીમાં ટોપના અભિનેતા-અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. જો કે આ લિસ્ટમાં અભિનેત્રીઓએ બાજી મારી છે જેમાંની ત્રણ તો આજે ટોપની ભારતીય અભિનેત્રીઓ છે.

તો ચાલો જાણીએ આપણા કયા પ્રિય સ્ટાર્સ ભારતીય નાગરિકો નથી અને વિદેશી પાસપોર્ટ ધરાવે છે.

અક્ષય કુમાર

image source

આ યાદીમા અક્ષય કુમારનું નામ પ્રથમ આવે છે. અક્ષય કુમારને મનોજ કુમાર બાદ દેશનો બીજો ભારત કુમાર કહેવામાં આવે છે કારણ કે તે છેલ્લા ઘણા લાંબા સમયથી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એકએકથી ચડિયાતી દેશ ભક્તિની ફિલ્મો પુરી પાડી રહ્યો છે.

અને તે બધી જ દર્શકોને ખુબ પસંદ પણ આવી રહી છે. આ ફિલ્મોમાં, હોલીડે, સ્પેશિયલ 26, ગબ્બર ઇઝ બેક, બેબી, એરલિફ્ટ, પેડ મેન, ગોલ્ડ, કેસરી, મિશન મંગલનો સમાવેશ થાય છે.

image source

અક્ષય કુમારનો જન્મ તો અમ્રિતસરમાં થયોહતોપણ તે એક કેનેડિયન સિટિઝન છે. અક્ષયના કેનેડા સાથેના સંબંધો ઘણા ઉંડા અને મજબુત છે, કેનેડાની યુનિવર્સિટી ઓફ વિન્ડ્સરે તેને ઓનરરી ડોક્ટરેટ ડીગ્રી આપી છે.

કેનેડિયન સરકારે અક્ષયકુમારને કનેડા ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો માટે તેને ત્યાંનો પાસપોર્ટ પણ મળ્યો હતો. તે ડ્યુઅલ સીટીઝનશીપનો દાવો કરે છે. જોકે ભારતનું બંધારણ સંપુર્ણ ડ્યુઅલ સીટીઝનશીપ નથી આપતું માટે તે એક ઓએવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયાનું સ્ટેટસ ધરાવે છે.

દીપીકા પદુકોણે

image source

દીપીકા પદુકોણે આજના સમયની ટોપ બોલીવૂડ એક્ટ્રેસ છે.

અત્યાર સુધી તેણી પોતાના સૌંદર્ય તેમજ પોતાની સફળ ફિલ્મી કારકીર્દીના લીધે ચર્ચામાં રહેતી હતી પણ સુપરસ્ટાર રણવીર સિંહ સાથેલગ્ન કર્યા બાદ તે બન્ને પતિ-પત્ની હંમેશા ચર્ચામાં રહે છે અને આજના યુવાનોને નિતનવા કપલ ગોલ્સ આપ્યા કરે છે.

દીપીકાનો જન્મ ડેનમાર્કના કોપન હેગનમાં થયો હતો અને માટે બર્થ રાઈટ પ્રમાણે તેણી ડેનીશ પાસપોર્ટ ધરાવે છે. જોકે તેણીનો ઉછેર બેંગલુરુમાં થયો છે માટે તેણી માત્ર જન્મે જ ડેનીશ છે બાકી કર્મે તેમજ હૃદયે તો એક ભારતીય જ છે.

image source

તેણીની કેરિયરની શરૂઆત તો બેડમિન્ટનથી થઈ હતી અને પોતાની કિશોરાવસ્થામાં તેણી નેશનલ લેવલની પ્લેયર પણ રહી ચુકી છે. પણ તેણીએ તેની તે કેરિયરને તિલાંજલી આપીને ફેશન મોડેલ બનવાનું નક્કી કર્યું.

જેમાં તેણી અત્યંત સફળ રહી. તેણીએ પોતાની ફિલ્મિ કેરિયરની શરૂઆત કન્નડ ફિલ્મ ઐશ્વર્યાથી કરી હતી. અને બોલીવૂડમાં તેણીની પ્રથમ ફિલ્મ શાહરુખ ખાન સાથે હતી જે સુપર હીટ નિવડેલી હતી. તેણીની મોટાભાગની ફિલ્મો સુપર હીટ સાબીત થઈ છે.

આલિયા ભટ્ટ

image source

આલિયાનો જન્મ તો મુંબઈમાં થયો હતો. તે ભારતના દીગ્ગજ ફિલ્મ પ્રોડ્યુસર અને ડીરેક્ટર મહેશ ભટ્ટ અને સોની રાજદાનની દીકરી છે. તેણીના પિતા ગુજરાતી છે તો તેણીની માતા અરધી કાશ્મિરી પંડીત છે તો અરધી જર્મન છે.

આલિયા ભટ્ટ આમ તો ભારતિય નાગરિક છે પણ તેણીની માતાનો જન્મ યુનાઇટેક કિંગ્ડમના બર્મિંગહામમાં થયેલો છે માટે તેણી બ્રીટીશ નાગરિક છે.

અને બ્રીટેનના નિયમ પ્રમાણે માતા કે પિતા બ્રીટીશ પાસપોર્ટ ધરાવતા હોય તો તેમના બાળકો પણ બ્રીટીશ પાસપોર્ટ ધરાવી શકે છે અને તે જ કારણસર આલિયા ભારતીય નહીં પણ એક બ્રીટીશ નાગરિક છે.

image source

આલિયા ભટ્ટની પ્રથમ ફિલ્મ 2012માં આવેલી સ્ટુડન્ટ ઓફધી યર હતી તેણીએ અત્યાર સુધીની તેની માત્ર સાત જ વર્ષની કેરિયમાં ઘણી બધી ફિલ્મો કરી છે અને પોતાને એક ઉત્તમ અભિનેત્રી તરીકે બોલીવૂડમાં સ્થાપિત કરી છે. તેણીની લગભગ બધી જ ફિલ્મો હીટ પુરવાર થઈ છે.

કેટરિના કૈફ

image source

આમ તો કેટરિનાનો જન્મ હોંકોંગમાં થયો હતો. પણ તેણી પાસે બ્રીટેનનું નાગરિકત્વ છે. તેણીના પિતા કાશ્મિરી છે જ્યારે તેણીની માતા એક બ્રિટિશ છે.

સામાન્ય રીતેતો કેટરિના પોતાની માતાની સરનેમ વાપરે છે પણ બોલીવૂડમાં પદાર્પણ કરતી વખતે તેણીએ પોતાના પિતાની સરનેમ અપનાવી હતી જે હાલ પણ ચાલુ રાખી છે.

image source

આજે કેટરીનાની ગણતરી બોલીવૂડની ટોપ એક્ટ્રેસિસમાં થાય છે. 2015માં લંડનના જગવિખ્યાત મૈડમ તુસાબ મ્યુઝિયમમાં તેણીનું વેક્સનુ પુતળુ પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું.

ઇમરાન ખાન

image source

ઇમરાન ખાન, એટલે કે અભિનેતા આમિર ખાનનો ભાણિયો જો હજુ પણ તમને યાદ ન આવતું હોય તો ફિલ્મ જાને તુ યા જાને ના જેવી હળવી ફુલ સુપર હીટ કોમેડી ફિલ્મ આપી હતી જો કે ત્યાર બાદ તેને બીજી ફિલ્મોમાં તેવી સફળતા નહોતી મળી શકી.

તમને જણાવી દઈએ કે ઇમરાનખાને પોતાના મામા આમિરખાનના બાળપણની ભૂમિકા પણ બે ફિલ્મોમાં કરી હતી જેમાંની એક હતી જો જીતા વહી સિકન્દર અને બીજી હતી કયામત સે કયામત તક. છેલ્લા કેટલાક સમયથી ઇમરાન ખાન રૂપેરી પરદા પરથી ગાયબ છે.

image source

ઇમરાન ખાન ભલે એક ભારતિય અભિનેતા હોય પણ તે એક ભારતીય નાગરિક નથી. તે અમેરિકન નાગરિક છે.

તેની પાસે યુ.એસ.એનો પાસપોર્ટ છે. તેનો જન્મ અમેરિકાના વિસકોનસિનમાં થયો હતો. પણ માતાપિતાના ડીવોર્સ બાદ તે ભારત પરત આવી ગયો હતો.

image source

અને ઉચ્ચતર અભ્યાસ માટે ફરી યુ.એસ.એ જતો રહ્યો હતો. હાલ તેના ડીવોર્સની ખબરો મિડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

સની લિયોની

image source

સની લિયેની મૂળે એક કેનેડિયન સિટિઝન છે. તેણીનો જન્મ કેનેડાની રાજધાની ઓટાવામાં થયો હતો. તેણીના માતાપિતા પંજાબી સિખ છે.

સનીએ બોલીવૂડમાં પદાર્પણ કર્યું તે પહેલાં તેણી એક કેનેડિયન એડલ્ટ સ્ટાર હતી.

image source

પણ તેણીએ પોતાની તે કેરિયરને તિલાંજલી આપી અને ભારતના રિયાલિટી શો બિગબોસની 2011ના વર્ષની સિઝનમાં ભાગ લીધો હતો અને ત્યાર બાદ તેણીએ બોલીવૂડમા પ્રવેશ કર્યો હતો.

જેકલીન ફર્નાન્ડીઝ

image source

જેકલીન ફર્નાન્ડીઝ એક શ્રીલંકન નાગરિક છે. તેણી શ્રીલંકાનો પાસપોર્ટ ધરાવે છે. જો કે તેના મૂળ તો અરધા બેહરીન અને અરધા મલેશિયન છે.

પણ તેણીની કર્મ ભૂમિ ભારત બની ગઈ છે. તેણી 2006માં મિસ શ્રિલંકા બની હતી. અને ત્યાર બાદ તેણીએ બોલીવૂડ પર પોતાની કેરિયરની પસંદગી ઉતારી હતી.

નરગિસ ફખરી

image source

નરગિસ ફખરી આમ તો ઘણી ઓછી બોલીવૂડ ફિલ્મોમાં જોવા મળી છે પણ તેનો પણ એક અલગ ચાહક વર્ગ છે. તેણી એક અમેરિકન ટીવી મોડેલ છે. તેણી યુ.એસ.એની નાગરિક છે.

તેણી હાલ ભલે ભારતીય ફિલ્મોમાં જોવા ન મળતી હોય પણ તેણી આજે પણએક એક્ટિવ મોડેલ છે અને ઘણા બધા ફેશન શોઝમાં ભાગ લઈ ચુકી છે.

એમિ જેક્સન

image source

એમિ જેક્સન એક બ્રીટીશ નાગરિક છે. તેણી મૂળે તો એક ઇંગ્લીશ એક્ટ્રેસ અને મોડેલ છે. તેણીએ માત્ર 16 વર્ષની ઉંમરે પોતાની મોડેલિંગ કરિયર શરૂ કરી હતી.

અને 2009ની મિસ ટીન વર્લ્ડ સ્પર્ધા તેણીએ જીતી હતી. તેણીએ ભારતની ઘણા બધા પ્રાંતની ફિલ્મો કરી છે. તેણીએ અમેરિકન ટીવી સીરીઝ સુપરગર્લમાં સેટર્ન ગર્લની ભૂમિકા નિભાવી હતી.

image source

એમિ જેક્સન તાજેતરમાં જ માતા બની હતી. તેણી એક બેબી બોય ધરાવે છે. તેણી પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર અવારનવાર તસ્વીરો શેયર કરતી રહે છે.

તેણીએ પોતાની પ્રેગ્નન્સીની કેટલીક બોલ્ડ તસ્વીરો પણ સોશિયલ મિડિયા પર શેયર કરી હેતી. તેણી પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 80 લાખ કરતાં પણ વધારે ફોલોઅર્સ ધરાવે છે.

ઇવલિન શર્મા

image source

ઇવલિન છેલ્લે યે જવાની હૈ દીવાની ફિલ્મમાં રનબીર કપૂર સાથે જોવા મળી હતી. તેણી એક જર્મન નાગરિક છે તેણીના પિતા એક પંજાબી છે જ્યારે તેણીની માતા એક જર્મન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ