સલમાન આ સ્માર્ટ છોકરીના પ્રેમમાં હતો પાગલ, પણ પછી ના છૂટકે થયુ બ્રેક અપ અને…

પ્રથમ ગર્લ ફ્રેન્ડ પાછળ પાગલ હતા સલમાન, મિત્રને કારણે થયું હતું બ્રેકઅપ

image source

બોલીવૂડના આ સ્ટારના પરિવારની દીકરી હતી સલાનની પ્રથમ ગર્લફ્રેન્ડ, એકબીજાના દીવાના હતા તે બન્ને

આજે સલમાન ખાનનો જન્મ દિવસ છે જેની ઉજવણી સોશિયેલ મિડિયા પર જોરોશોરોથી થઈ રહી છે.

સલમાને કેક કટીંગની શરૂઆત પણ કરી દીધી છે અને કોણ જાણે આજે તે કેટલી કેક કાપશે. પણ અમે તમને સલમાનના બર્થ ડે નિમિતે તેના જીવનની એક એવી ઘટના વિષે જણાવીશું જેની કદાચ તમને કોઈ જ જાણકારી નહીં હોય.

image source

સલમાન ખાન પોતાના પ્રેમ સંબંધોના કારણે અવારનવાર ચર્ચામાં રહ્યો છે અને તેનો ઐશ્વર્યા સાથેનો પ્રેમ સંબંધ ઘણો કોન્ટ્રાવર્શિયલ રહ્યો છે ઐશ્વર્યા સાથેના બ્રેક બાદ પણ તેનું નામ કેટરીના કેફ તેમજ લુલિયા વંથુર સાથે જોડાઈ ચુક્યું છે પણ તેની કોઈ જ પુષ્ટિ અત્યાર સુધી સલમાન તરફથી નહોતી કરવામાં આવી.

image source

આજે આપણે સલમાનના પ્રથમ પ્રેમ એટલે કે તેની પ્રથમ ગર્લફ્રેન્ડ વિષે વાત કરવા જઈ રહ્યા છે જેની પાછળ સલમાન દિવાનાની જેમ પાગલ હતો પણ પોતાના મિત્રના કારણે તે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.

તે વખતે સલમાન ખાન 19 વર્ષનો હતો અને તે પહેલેથી જ કેસાનોવા ટાઈપનો રહ્યો છે. વિવિધ છોકરીઓને ડેટ કરતો આવ્યો છે. તે વખતે પીઢ અભિનેતા સ્વ અશોક કુમારની દીકરીની દીકરી શાહીન જાફરી સલમાનની ગર્લફ્રેન્ડ હતી.

image source

શાહિન પાછળ સલમાન એટલો પાગલ હતો કે તેને મળવા માટે તે કલાકોના કલાકો કોલેજની બહાર રાહ જોતો ઉભો રહેતો.

આ સમયે હજુ સલમાન ફિલ્મો સાથે નહોતો જોડાયો અને તે પોતે પણ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજનો બીજા વર્ષનો સ્ટુડન્ટ હતો.

સલમાન ખાન આ સંબંધને લઈ એટલો ગંભીર હતો કે તેણે શાહિનનો પોતાના કુટુંબ સાથે પણ પરિચય કરાવ્યો હતો.

image source

બન્ને કુટુંબને આ સંબંઝમાં કોઈ જ વાંધો નહોતો, પણ વાત હજુ આગળ વધે તે પહેલાં આ બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું.

એક અહેવાલ પ્રમાણે તેમના સંબંધોમાં સંગીતા બીજલાનીના કારણે તીરાડ પડી હતી. અને માટે જ તેમનો સંબંધ ટૂટી ગયો હતો.

image source

સલમાન અને શાહીન એક બીજાને મળવા કે પછી સમય પસાર કરવા માટે હંમેશા મુંબઈની સી રૉક હોટેલના હેલ્થ ક્લબમાં મળતા હતા.

અહીં સંગીતા બિજલાની પણ આવતી હતી. તે વખતે સંગીતા બિજલાની પણ હૃદયભંગથી પિડાઈ રહી હતી કારણ કે તેણીનુ તાજેતરમાં જ તેના બૉયફ્રેન્ડ બિંજુ અલી સાથે બ્રેકઅપ થયું હતું.

image source

અને આ દરમિયાન સંગીતા અને સલમાન એકબીજાની નજીક આવવા લાગ્યા. અને સલમાન પોતાની પ્રથમ ગર્લફ્રેન્ડ શાહિનથી ધીમે ધીમે દૂર થવા લાગ્યો.

જોકે સલમાન ખાનનો સંગીતા બિજલાની સાથે પણ ઘણો લાંબો સમય સંબધ રહ્યો છતાં ટકી ન શક્યો. ત્યાર બાદ તેનો સોમી અલી સાથે પણ પ્રેમ સંબંધ રહ્યો છે.

image source

સલમાને પોતાના જીવનમાં ઘણી બધી મહિલાઓ સાથે પ્રેમ સંબંધો રાખ્યા અને તોડ્યા છે તેમ છતાં તેની ખાસ વાત એ છે કે તેની મોટા ભાગની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ આજે પણ તેની સારી મિત્ર છે અને અવારનવાર સારા – નરસા પ્રસંગે તેઓ એકબીજા સાથે ઉભા રહેલા જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ