જલ્સા કરોને જેંતીલાલ

અનેક લોકોની ફેવરિટ ‘આ’ મુવી ઓસ્કારમાંથી આઉટ થતા ફેન્સ થઇ ગયા દુખી, જાણો કઇ ફિલ્મોએ મારી બાજી

ઓસ્કારની રેસમાંથી ‘ગલી બૉય’ બહાર ફેંકાતા જ કંગનાની બહેને કરી આ વાત

image source

દર વર્ષે ઓસ્કાર અવોર્ડના નોમિનેશન તૈયાર થાય ત્યારે ભારત તરફથી પણ વર્ષની સર્વોત્તમ ફિલ્મ તરીકે કોઈને કોઈ ફિલ્મને ઓસ્કાર અવોર્ડમાં મોકલવામાં આવે છે.

અને ભારતની જેમ કેટલાએ દેશમાંથી ઉત્તમ ફિલ્મોને નોમિનેટ કરવામા આવે છે અને ત્યાર બાદના સિલેક્શનમાં કેટલીક ફિલ્મોને કાઢી નાખવામાં આવે છે તો કેટલીકને રાખવામાં આવે છે.

આ વર્ષે ઓસ્કર 2020 માટે ભારત તરફથી ગલી બૉય ફિલ્મને મોકલવામાં આવી હતી જે તેના અંતિમ ચરણમાં ઓસ્કારમાંથી બહાર નીકળી ગઈ છે.

image source

આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટનો અફલાતૂન અભિનય જોવા મળ્યો હતો અને ઝોયા અખ્તરના ડીરેક્શને ફિલ્મને સંપૂર્ણ બનાવી હતી.

અને માટે જ ઘણા લોકોને આ ફિલ્મને ઓસ્કાર મળે તેવી આશા હતી. પણ હાલમાં જ તે બહાર ફેંકાઈ ગઈ છે અને ઘણા લોકો તેનાથી દુઃખી પણ છે.

પણ આ મામલે એક વ્યક્તિ ચોક્કસ ખુશ છે અથવા તો કહો કે તકસાધુ સાબિત થઈ છે અને તે છે કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ.

image source

ગલી બૉયના ઓસ્કારમાંથી બહાર નીકળતાં જ તેણી પોતાની જાતને ચૂપ ન રાખી શકી અને પોતાના આગવા અંદાજમાં જ મન ફાવે તેમ ટ્વીટ કવરા લાગી.

તેણીએ દાવો કરતાં લખ્યું છે કે આ ફિલ્મ હોલીવૂડ ફિલ્મની કોપી છે.

image source

તેણીનું ટ્વીટ કંઈક આ રીતે હતું, ‘આ ફિલ્મ હોલીવૂડ ફિલ્મ ‘8 માઇલ’ પર આધારીત છે.

અહીના મુવી માફિઆ ચાટુકર ક્રીટીક્સ ના ચાટવાથી શું થાય. તેમાં ઉરી કે પછી મનીકર્નિકા જેવું કોઇ ઓરિજનલ કન્ટેટ નહોતું. શા માટે હોલીવૂડ આવી ફિલ્મને અવોર્ડ આપે જે તેમની જ ફિલ્મની કોપી હોય?’

રંગોલી આ પ્રકારનો બફાટ ઘણીવાર કરી ચૂકી છે અને કરતી આવી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે જ.

આ પહેલી વાર નથી કે તેણીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કોઈ હસ્તી માટે કે ફિલ્મ માટે બફાટ કર્યો હોય.

image source

એમ પણ છેલ્લા કેટલાક સમયથી તે આલિયા ભટ્ટ પાછળ પડેલી છે તેણીને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળતાં જ રંગોલીએ પોતાના ટ્વીટર અકાઉટ પર એક વિડિયો શેર કરતાં આલિયા પર કટાક્ષ કર્યો હતો.

તેણીએ ટ્વીટ કર્યું હતું, ‘ચાલો એટલી પ્રામાણીકતા તો છે કે આ કામ છૂપી રીતે કરી રહી છે, બધાની સામે નહીં, સારું લાગ્યું કંઈક તો અંદર બચ્યું છે જે રોકી રહ્યું છે.’

વાસ્તવમાં રંગોલીએ ટ્વિટ કરેલા આ વિડિયોમાં આલિયા પોતાનો બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ લઈને અવોર્ડ શો શરૂ થાય તે પહેલાં પાછળના દરવાજેથી બહાર નીકળી રહી છે.

જેમાં આલિયા ભટ્ટનો મેનેજર ફોટોગ્રાફરને પુછી રહ્યો છે કે હમણા ફોટા અપલોડ નહીં કરોને ત્યારે ફોટોગ્રાફર જવાબ આપે છે ના એક કલાક બાદ.

image source

ત્યારે આલિયાનો મેનેજર ફોટોગ્રાફરને સાત વાગ્યા બાદ ફોટો અપલોડ કરવા કહે છે. મિડિયાને જોતાં જ આલિયા ચોંકી ઉઠે છે અને પુછે છે ‘અરે આ અલાઉડ છે?’

આ વિડિયો શેર કરતાં રંગોલી ચંદેલ ઇશારો કરે છે કે બધા જ અવોર્ડ ફિક્સ હોય છે!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version