બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રીઓ જે પહેલા થઇ ગર્ભવતી અને પછી કર્યા લગ્ન…

લગ્ન પહેલાં પ્રેગનન્ટ થયેલી બોલીવૂડ અભિનેત્રીઓ

સંતાનો યોગ્ય ઉંમર પર પહોંચે એટલે માબાપ તરત જ તેના માટે જીવનસાથી તરીકે એક સારા પાત્રની શોધમાં લાગી જાય અને તેના લગ્ન કરાવી લે. સંતાને ભણી લીધું, સારી નોકરી મળી ગઈ હવે લગ્ન પણ થઈ ગયા. હવે શું ? તો હવે માતાપિતા પોતાના દીકરા-વહુ કે પછી દીકરી-જમાઈને વારંવાર એવું કહેતા જોવા મળશે કે હવે બાળક લાવવાનો સમય થઈ ગયો છે. હવે તો તમે સેટ થઈ ગયા છો હવે બાળક લાવી દેવું જોઈએ. હવે તો ઘરમાં પારણું બંધાઈ જવું જોઈએ. અને ભગવાનની મહેરથી તેઓ નાનાનાની કે પછી દાદા-દાદી બની જાય છે અને સંસારનું પરંમસુખ પામી લે છે.

પણ જો આ જ પારણું જો લગ્ન પહેલાં જ ઘરમાં બંધાઈ જાય તો ? ઘરમાં, સમાજમાં અરે આખા આડોશપાડોશમાં હાહાકાર મચી જાય. ભારતમાં લગ્ન પહેલાના સંતાનને પાપ માનવામાં આવે છે. જ્યારે વિદેશમાં ખાસ કરીને વેસ્ટર્ન કંટ્રી જેમ કે યુએસએ, કેનેડા, યુરોપ, યુ.કે વિગેરે દેશોમાં ઘણા એવા ઉદાહરણો જોવા મળશે કે પ્રથમ સંતાન બાદ માતાપિતા લગ્ન કરતા હોય છે. કે પછી કુંવારી માતા ખુબ જ સમ્માનથી પોતાના બાળકનું પાલનપોષણ કરી રહી હોય છે.

પણ આ બધું ભારતમાં શક્ય નથી. અને એક સ્ત્રી જો લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થાય અને બાળકને જન્મ આપે તો તેના માટે જીવવું મુશ્કેલ થઈ જાય છે. પણ ભગવાને માણસને ખુબ જ નક્કર મનનો બનાવ્યો છે તે કપરામાં કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ શકે છે. અને જીવનમાં આગળ વધી શકે છે.

આજની અમારી પોસ્ટ એવી જ કેટલીક બોલિવૂડ અભિનેત્રીઓની છે કે જે લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થઈ હતી.

નીના ગુપ્તા

 

View this post on Instagram

 

A post shared by filmcrigossip (@filmcrigossip) on


ગયા વર્ષની સુપરડુપ્પર હીટ ફિલ્મ બધાઈ હો બધાઈની મુખ્ય અભિનેત્રી નીના ગુપ્તા અચાનક લોકોના માનસપટ પર તાજી થઈ ગઈ છે. તેણી એક ઉત્તમ અભિનેત્રી છે તેવું તેણીએ પોતાની કેટલીએ ફિલ્મોમાંના પોતાના પર્ફોમન્સ દ્વારા સાબિત કરી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Bollymirchi🌶️😈😂💩 (@bolly_mirchi) on

મસાબા ગુપ્તા આજે ફેશન ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. મસાબા ગુપ્તા નીના ગુપ્તાની એકમાત્ર સંતાન છે. નીના ગુપ્તા એક કુંવારી માતા બની હતી. તેણી વેસ્ટ ઇન્ડિઝના ક્રીકેટર વિવિયન રીચર્ડ્સ સાથે રીલેશનશીપમાં હતી. અને તે દરમિયાન તેણી પ્રેગનન્ટ થઈ હતી. જો કે વિવિયન તે વખતે મેરિડ હતો અને તે પોતાના લગ્નને તોડવા નહોતો માગતો એટલે તેઓ ક્યારેય સાથે ન રહી શક્યા અને કુંવારા રહીને જ નીના ગુપ્તાએ બાળકીને જન્મ આપ્યો.

મહિમા ચૌધરી

 

View this post on Instagram

 

A post shared by Mahimachaudhry (@mahimachaudhry1) on

સુભાષ ઘાઈના ડીરેક્શન હેઠળની પરદેશ ફિલ્મથી ડેબ્યુ કરનારી મહિમા ચૌધરી લોકોના હૃદયમાં વસી ગઈ હતી. શાહરુખ સાથેની તેની જોડી ખુબ જ સફળ રહી હતી. અને ફિલ્મ પણ હિટ રહી હતી. જો કે ત્યાર બાદ તેણીને તેવી સફળતા ન મળી શકી. જો કે તેણીએ કેટલીક યાદગાર ફિલ્મો જેમ કે ધડકન, લજ્જા વિગેરેમાં પણ ઉત્તમ અભિનય કરી લોકોના મન જીતી લીધા હતા. જો કે મહિમા માટે રૂપેરી પડતો કંઈ નવી વાત નહોતી તેણી આ પહેલાં વીજે પણ રહી ચુકી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mahimachaudhry (@mahimachaudhry1) on

તેણીએ વર્ષ 2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કરીને લોકોને ચકિત કરી દીધા. એવા કેટલાક અહેવાલ પ્રકાશિત થયા હતા જેમાં દાવો કરવામા આવ્યો હતો કે તેણી લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ હતી. જો કે તેણીએ પોતાની પ્રેગ્નન્સીને છુપાવી નહીં પણ તેણે લગ્નની જાહેરાત સાથે સાથે પોતે પ્રેગ્નન્ટ હોવાની પણ જાહેરાત કરી લોકોને ચોંકાવી દીધા. બોબી મુખર્જી પહેલાં પણ તેની કેટલીક રીલેશનશીપ રહી ચૂકી હતી. પણ બોબી મુખર્જી સાથેની તેની રીલેશનશીપથી લોકો અજાણ હતા. અને માટે જ તેની આ જાહેરાતથી લોકોને આશ્ચર્ય થયું હતું.

શ્રી દેવી

 

View this post on Instagram

 

A post shared by Filmy Bulletin (@filmybulletin) on

આ વાત કંઈ નવી નથી. અને હાલ કોઈને તે સાંભળીને આશ્ચર્ય પણ નથી થતું કે. જાહ્નવી એ શ્રીદેવીનું લગ્ન પહેલાંનું સંતાન છે. શ્રી દેવી બોલીવૂડની એક પીઢ અભિનેત્રી હતી. તેણીએ એક ખુબ જ સફળ અભિનેત્રીનું પણ ખુબ જ ટુંકું જીવન પસાર કર્યું છે. તેના મૃત્યુના અણધાર્યા સમાચારે ફિલ્મ જગતને ખુબ જ મોટો આઘાત પહોંચાડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Policenama (@policenama) on

શ્રી દેવીએ ખુબ જ ગર્વથી લગ્ન પહેલાં જ પોતાની પ્રેગન્ન્સી જાહેર કરી દીધી હતી. જો કે તેની જાહેરાત બાદ તરત જ તેણે બોનીકપૂર સાથે લગ્ન કરી લીધા હતા. તેણીએ જ્યારે લગ્ન કર્યા ત્યારે તેણી 7 મહિનાની પ્રેગ્નન્ટ હતી. બોનીકપૂર અને શ્રીદેવી જ્યારે એકબીજા સાથે રીલેશનશીપમાં હતા ત્યારે બોનીકપૂર મેરીડ હતો. અને શ્રી દેવી સાથે લગ્ન કરવા માટે તેણે પોતાની પ્રથમ પત્ની સાથે ડીવોર્સ લીધા હતા. જાહ્નવીનો જન્મ તેમના લગ્નના થોડા જ મહિનાઓ બાદ થયો હતો.

અમૃતા અરોરા

 

View this post on Instagram

 

A post shared by Ajay Surve (@ajaysurve12) on

બોલીવૂડની જાણીતી આઇટમ નંબર ડાન્સરક મલાઈકા અરોરાની નાની બહેન અમૃતા અરોરાએ ગણી ગાંઠી બેલીવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો છે. જો કે તે લોકો પર જાદુ ન કરી શખી. અને થોડા ક સમયમાં લાઈમલાઈટથી દૂર થઈ ગઈ. તેણે લગ્ન કરી લીધા બાદ પોતે લગ્ન કરી લીધા છે તેવી જાહેરાત કરી હતી. અમૃતાએ ખુબ જ ઉતાવળમાં પોતાના બિઝનેસમેન બોયફ્રેન્ડ શકીલ લડાક સાથે લગ્ન કરી લીધા હતા અને પોતાની પ્રેગન્ન્સીને છુપાવી લીધી હતી. જો કે લગ્નના થોડા જ સમય બાદ તેણીએ જાહેરાત કરી કે ટુંકજ સમયમાં બાળક આવવાનું છે અને તેની આ જાહેરાતે લોકોને શંકા કરવા મજબૂર કરી દીધા.

સારિકા

 

View this post on Instagram

 

A post shared by BOLLYWOOD MOVIES 80s,90s,2000s (@indian_music_kz) on

હાલ સાઉથની સુપર સ્ટાર શ્રૃતિ હસનને આપણે બધા જ જાણીએ છીએ. તેણી સારીકા અને કમલહાસનનું લગ્ન પહેલાનું સંતાન છે. સારીકાને આપણે બધાએ બોલિવૂડ ફિલ્મોમાં બાળકલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં જોઈ છે. સારીકા કમલ હાસનને ડેટ કરી રહી હતી જો કે તે વખતે કમલ હાસન ઓલરેડી મેરિડ હતો. જો કે ડેટીંગના એક વર્ષ બાદ તેણે પોતાની પત્ની પાસે ડીવોર્સ માગી લીધા. અને તે સારિકા સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેવા લાગ્યો. તેમના લગ્ન પહેલાં જ સારીકા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. સૃતિના જન્મના થોડા જ વર્ષોમાં સારીકાએ પોતાની બીજી દીકરી અક્ષરાને જન્મ આપ્યો હતો. અને ત્યાર બાદ થોડા જ વર્ષોમાં તેણી કમલ હાસનથી છુટ્ટી થઈ ગઈ હતી.

નેહા ધૂપિયા

અંગદ બેદી અને નેહા ધૂપિયાના લગ્ન એક પ્રાઈવેટ સેરેમની હતી. તેઓ એ સોશિયલ મિડિયા પર તે બાબતે કંઈ વધારે માહિતિ શેયર નહોતી કરી. તેમણે લગ્ન બાદ સોશિયલ મિડિયામાં જાહેરાત કરી કે તેઓ પરણિ ગયા છે. ત્યાર બાદ અંગદ બેદીએ નેહા ધૂપિયાના પોડકાસ્ટ પર જાહેરાત કરી કે તેણી લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ હતી. અંગદે એ પણ જણાવ્યું કે નેહા પ્રેગ્નન્ટ હતી તેની ખબર જ્યારે તેના માતાપિતાને તેણે આપી ત્યારે તેઓએ તેને ખુબ જ ધમકાવ્યો હતો. તેઓ આવા અણધાર્યા સમાચાર માટે જરા પણ તૈયાર નહોતા. તેવુ તેણે લખ્યું હતું.

કોંકણા સેન શર્મા

કોંકણા સેન શર્મા પોતાના સહ અભિનેતા રનવિર શોરી સાથે ઘણા લાંબા સમયથી રિલેશનશીપમાં હતી. તેમણે 2010માં એક ખુબ જ લો પ્રોફાઈલ મેરેજ સેરેમનીમાં લગ્ન કરી લીધા. અને તેના બીજા જ વર્ષે તેણીએ એટલે કે વર્ષ 2011માં તેણીએ એક દીકરાને જન્મ આપ્યો. અને તરત જ લોકોએ તારણ કાઢી લીધું કે તેણી લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. જો કે તેમણે લગ્ન પણ ખુબ જ ઉતાવળમાં કર્યા હતા તેનું પણ લોકોને આશ્ચર્ય હતું. લોકોનું એવું માનવું હતું કે તેણીએ એટલે જ ઉતાવળમાં લગ્ન કર્યા હતા કારણ કે તેણી માતા બનવાની હતી. જોકે આ બાબતે તેણીએ ક્યારેય મિડિયા સમક્ષ કોઈ જ સ્પષ્ટતા નથી કરી.

વિણા મલિક

 

View this post on Instagram

 

A post shared by Sandalwood Rockers (@filmydil_sandalwood) on

રિયાલિટી શો બિગબોસની મૂફટ કન્ટેસ્ટન્ટ, પાકીસ્તાની મોડેલ વિણા મલિક પણ લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ હતી. રિયાલિટી શોમાં તેના બોલ્ડ અવતારના કારણે જ શોનો ટાઈમ બદલવો પડ્યો હતો. તેણીએ શોના બીજા કન્ટેસ્ટન્ટ અસ્મિત પટેલની થોડી વધારે જ નજીક જતી રહી હતી જેના કારણે શો કુટુંબ સાથે જોવાય તેવો નહોતો રહ્યો અને માટે જ શોનો ટાઇમ મોડો કરવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Pakistani celebrities. P K 🇵🇰 (@models.pakistani) on

થોડા સમય પહેલાં કેટલોક હોબાળો મચ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિણા મલિક લગ્ન પહેલાં જ પ્રેગન્ન્ટ થઈ હતી. એવું કહેવામાં આવે છે કે તેણીનું બાળક તેના એક્સ બપોયફ્રેન્ડનું છે જો કે તેવી કોઈ સ્પષ્ટતા તેણી દ્વારા ક્યારેય કરવામાં આવી નથી. હાલ તેણી દુબઇ સ્થિત બિઝનેસમેન સાથે પરિણિત છે. તેણીએ ખુબ જ ઉતાવળે લગ્ન કર્યા હતા અને તેમ કરીને તેણે પોતાના અગણિત સ્કેન્ડલથી હાથ ખંખેરી લીધા હતા.

સેલિના જેટલી

 

View this post on Instagram

 

A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) on

ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા રહી ચૂકેલી સેલિના જેટલી તેણીના હાલના હસબન્ડ પીટર હાગ સાથે લાંબા સમયથી રીલેશનશીપમાં રહી હતી. તેણીનો પતિ દુબઈમાં હોટેલનો બિઝનેસ કરે છે. ઘણા લાંબા સમયના ડેટીંગ બાદ તેણીએ પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. પણ કેટલાક એવા અહેવાલ આવ્યા હતા જે દર્શાવતા હતા કે તેણી લગ્ન પહેલાં જ ટ્વિન્સ સાથે પ્રેગન્ન્ટ હતી. કારણ કે લગ્ન પછી તરત જ તેણીએ પોતાના પ્રેગ્નન્ટ હોવાની પણ જાહેરાત કરી હતી. અને લગ્નના થોડા જ મહિનાઓ બાદ તેણીએ પોતાના જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો. જોડિયા પુત્રોની માતા સેલિના જેટલી જ્યારે બીજી વાર પ્રેગ્નન્ટ થઈ ત્યારે પણ તેણીના પેટમાં ટ્વીન્સ હતા. પણ તેણીએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાના નવજાત ટ્વીન્સ માંના એકના મૃત્યુના દુઃખદ સમાચાર શેયર કર્યા હતા.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ