જલ્સા કરોને જેંતીલાલ

બોલીવૂડના પ્રખ્યાત ડીરેક્ટર્સની પત્નીઓ ભલે લાઈમલાઈટમાં ના હોય પણ કરે છે અનોખા કામ…

જાણીતા બોલીવૂડ ડીરેક્ટર્સ અને તેમની લાઈમલાઇટથી દૂર રહેતી પત્નીઓ

આજે સોશિયલ મિડિયાએ આપણા બધા જ પર એટલું પ્રભુત્વ જમાવી દીધું છે કે આપણે આપણી વાત સીધે સીધી જ જે તે વ્યક્તિ સુધી પહોંચાડી દઈએ છીએ. સોશિયલ મિડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે કે હવે સામાન્ય માણસે ટેલિવિઝન મિડિયા કે પછી પ્રેસ મિડિયાનો સહારો નથી લેવો પડતો. અને માટે જ આજે લોકો પોતાની ખુશી કે પોતાની નારાજગી સમગ્ર જગત સાથે શેયર કરી શકે છે.

આજે આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કે પછી બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ કે પછી પોલિટીક્સના દરેકે દરેક વ્યક્તિને સોશિયલ મિડિયા થકી જાણી શકીએ છીએ અને માત્ર તે વ્યક્તિ ને જ નહીં પણ તેના પરિવારના સભ્યોને પણ આપણે જાણી શકીએ છીએ કારણ કે તે લોકો અવારનવાર પોતાના પરિવાર સાથે એટલે કે પોતાની પત્ની કે પછી પોતાના સંતાનો સાથેની તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ થ્રુ શેયર કરતા હોય છે.

આજે આપણે માત્ર બોલીવૂડ જ નહીં પણ હોલીવૂડ સ્ટાર્સની પણ લાઇફ સ્ટાઇલ તેમજ તેમના ફેમિલિથી સારી રીતે માહિતગાર છીએ. પણ સોશિયલ મિડિયાની ચકાચોંધથી આજે પણ એવી ઘણી બધી વ્યક્તિઓ છે જે દૂર રહેવા માગે છે. ફિલ્મના હિરો તેમજ હિરોઈનોનો આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેટલો જ દબદબો છે જેટલો પહેલાં હતો. પણ ફિલ્મ પાછળનો જે મેઇન હીરો હોય છે એટલે કે ફિલ્મનો ડીરેક્ટર તેને હવે તેની યોગ્ય ક્રેડીટ મળવા લાગી છે અને લોકો તેને નામથી તેમજ ચહેરેથી ઓળખવા લાગ્યા છે અને તેને સરાહવા લાગ્યા છે.

અને મહદ અંશે તેમની ઘણીબધી જાણકારીઓ પણ રાખવા લાગ્યા છે. આજે જેટલા ફેન્સ ફીલ્મ એક્ટર્સના હોય છે તેટલા જ ફેન્સ ફીલ્મ ડીરેક્ટર્સના પણ હોય છે. પણ આ ફેમસ ફિલ્મ ડીરેક્ટર્સની કેટલીક પત્નીઓ પોતાને લો પ્રોફાઈલ રાખવામાં જ સમજદારી સમજે છે. તો ચાલો જાણીએ બોલીવૂડના સ્ટાર ડીરેક્ટર્સની લો પ્રોફાઈલ પત્નીઓ વિષે. પણ અહીં તેમના ફેમસ નહીં હોવાનો અર્થ એ નથી થતો કે તેઓ કંઈ કરતી નથી માટે તેઓ ફેમસ નથી પણ તેઓ પોત પોતાના ક્ષેત્રમાં નિપુણ છે છતાં લાઈમ લાઇટમાં આવવાનું પસંદ નથી કરતી માટે તેઓ ફેમસ નથી તેવું ધારવું.

રાજકુમારી હિરાની – મનજીત લાંબા

રાજકુમાર હિરાનીને આપણે સૌ કોઈ જાણઈ છીએ. પણ તેમની પત્ની વિષે ભાગ્યે જ ક્યારેય કંઈ સાંભળ્યું હશે. તો તમને જણાવી દઈએ કે રાજકુમાર હિરાનીના પત્ની મનજીત લાંબા એર ઇન્ડિયામાં સિનિયર પાયલટ તરીકે કામ કરે છે. જો કે તેમના લગ્ન એરેન્જ્ડ હતા. તેમણે 1994માં પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને તેમને વીર નામનો દીકરો પણ છે.

વિધુ વિનોદ ચોપરા – અનુપમા ચોપરા

વિધુ વિનોદ ચોપરાને તો આપણે બધા જાણતા જ હોઈએ. લગે રહો મુન્ના ભાઈ, પીકે તેમજ થ્રી ઇડિયટના ડીરેક્ટર વિધુ વિનોદ ચોપ્રાએ 1990માં રૂપકડી જર્નાલીસ્ટ અનુપમા ચોપ્રા સાથે લગ્ન કર્યા હતા. અનુપમા ચોપરા એક સ્થાપિત જર્નાલીસ્ટ, લેખીકા, ફિલ્મ ક્રીટીક અને મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટીવલની ડીરેક્ટર છે. તેણી ફિલ્મ કંપેનિયનની એડીટર અને ફાઉન્ડર છે. તેણી અત્યંત પ્રતિભાશાળી જર્નાલિસ્ટ છે. તેણીએ ભારતિય સિનેમા પર ઘણા પુસ્તકો લખ્યા છે અને એનડીટીવી, ઇન્ડિયા ટુડી તેમજ હિન્દુસ્તાન ટાઇમ્સ જેવા મોટા મિડિયા માથા માટે ફિલ્મ ક્રિટિક પણ રહી ચુકી છે.

આ ઉપરાંત તેણી ધી ફ્રન્ટ રો વિથ અનુપમા ચોપરાના નામનો ફિલ્મ રિવ્યુ શો પણ હોસ્ટ કરી ચુકી છે. આ ઉપરાંત તેણીએ વર્ષ 2000નો નેશનલ ફિલ્મ અવોર્ડ પણ મેળવ્યો હતો. જે તેણીને તેના પુસ્તક શોલે: ધ મેકિંગ ઓફ ક્લાસિક. માટે મળ્યો હતો. હાલ તેણી ફિલ્મ કંપેનિયન માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી પ્રતિભાઓના ઇન્ટરવ્યૂ લે છે. તેમજ ફિલ્મ રિવ્યુઝ પણ આપે છે. આજે આ બન્નેને બે બાળકો છે, દીકરી ઝુની અને પુત્ર અગ્ની દેવ.

100 કરોડ ક્લબ ડીરેક્ટર રોહિત શેટ્ટી – માયા મોરે

માયા મોરે એક બેન્કર છે. રોહિત શેટ્ટીએ પોતાની ગોલમાલ ફિલ્મ સિરિઝ દ્વારા લોકોને ખુબ હસાવ્યા અને કરોડો પૈસાની પણ કમાણી કરી. આજે ટોપ ડીરેક્ટર્સમાં રોહિત શેટ્ટીનો સમાવેશ થાય છે. રોહિત શેટ્ટીના લગ્ન માયા સાથે વર્ષ 2005માં થયા. તેણી વ્યવસાયે એક બેન્કર છે અને તે બન્નેને 10 વર્ષનો દીકરો પણ છે. જેનું નામ છે ઇશાન. રોહિત શેટ્ટીની પત્ની પોતાનું જીવન ખુબ જ અંગત રાખવા માગે છે અને તેણીનું જીવન પણ સાદુ છે.

રાકેશ ઓમપ્રકાશ મહેરા – ભારતી મહેરા

રંગ દે બસંતી અને ભાગ મિલ્ખા ભાગ જેવી સુપર હીટ તેમજ વીચારમાં મુકી દેતી ફિલ્મના દીગદર્શક રાકેશ ઓમ પ્રકાશ મહેરાની પત્ની ભારતી મહેરા એક ફિલ્મ એડિટર છે. તેમના લગ્ન 1992માં થયા હતા તમને એક દીકરો અને એક દીકરી છે. તેણી પણ ફિલ્મ લાઈનમાં હોવા છતાં લાઈમલાઇટમાં જોવા મળી નથી.

દીબાકર બેનર્જી – રીચા પુરનેશ

ખોસલા કા ઘોસલા, ઓય લકી લકી ઓય જેવી નેશનલ એવોર્ડ વિનર ફિલ્મના ડીરેક્ટર, દીબાકર બેનર્જીની પત્ની રીચા પુરનેશ એક માર્કેટીંગ એક્ઝીક્યુટીવ છે અને પોતાના કામમાં માહેર છે. પતિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સફળ ડીરેક્ટર હોવા છતાં તેણી ખુબ જ ઓછી વાર કોઈ ઇવેન્ટમાં પોતાના પતિ સાથે જોવા મળી હશે.

કબીર ખાન – મીની માથુર

એક થા ટાઇગર, ટાઇગર ઝીંદા હે જેવી સુપર હીટ ફિલ્મના ડીરેક્ટર કબીર ખાનની પત્ની મીની માથુરેને આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ કારણ કે તેણીને આપણે ટચુકડા પરદે તો અવારનવાર જોતા જ આવ્યા છીએ. તેણીએ સોની ટેલિવિઝન પરની ઇન્ડિયન આઇડલ રીયાલીટી ટીવી શોની 4 સીઝન હોસ્ટ કરી છે. આ ઉપરાંત તેણી એમટીવી પર પણ વીજે તરીકે કેટલાએ શો હોસ્ટ કર્યા છે. તેણીએ આમ તો માર્કેટિંગમાં એમબીએ ડીગ્રી મેળવી છે. પણ તેણી ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં વધારે સફળતા મેળવી શકી છે. તેણીએ દીલ્લી દીલસે નામના શો પર ઘણા પોલિટિશિયન તેમજ ઈન્ડસ્ટ્રીયલીસ્ટના ઇન્ટર્વ્યૂઝ લીધા છે. આ ઉપરાંત તેણીએ ઝલક દીખલા જા શોમાં પણ ભાગ લીધો હતો. હાલ તેણી ક્વીઝ કોન્ટેસ્ટના પ્રોગ્રામને હોસ્ટ કરી રહી છે.

અનુરાગ બાસુ – તાની બાસુ

બરફી ફિલ્મે આપણામાંના બધા જ ફિલ્મી રસીયાઓનું મન જીતી લીધું હતું. જેના માટે પ્રિયંકા ચોપરાને નેશનલ અવોર્ડ પણ મળી ચુક્યો છે. અનુરાગ બાસુ હાલ સોની ટીવી ચેનલ પર આવતા ડાન્સીંગ રીયાલીટી શોને જજ કરી રહ્યા છે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે તેમના પત્ની તાની બાસુ એક મલ્ટી મિડિયા એન્ડ એડવર્ટાઇઝમેન્ટ પ્રોફેશનલ છે. તેમને બે સુંદર મજાની દીકરી ઇશાના અને આહના છે.

વિશાલ ભાર્દ્વાજ – રેખા ભાર્દ્વાજ

વિશાલ ભાર્દ્વાજના પત્નિ રેખા ભાર્દ્વાજ એક ગાયિકા છે તેમને પોતાની આ પ્રિતભા માટે બે વાર ફિલ્મ ફેયર અવોર્ડ મળ્યા છે જ્યારે એકવાર નેશનલ અવોર્ડ પણ મળ્યો છે. તેણી માત્ર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના સૂર નથી રેલાવતી પણ તેણી બંગાળી, મરાઠી, પંજાબી ઉપરાંત મલયાલમ ભાષામાં પણ તેટલું જ સુરીલું ગાઈ જાણે છે. રેખા પોતાની સુફી ગાયીકી માટે જાણીતી છે. વિશાલ અને રેખાની મિત્રતા કોલેજના દિવસોમાંની છે. તેઓ પ્રથમવાર દીલ્હીની હિન્દુ કોલેજના એન્યુઅલ ફંક્શનની તૈયારી વખતે મળ્યા હતા. અને તેમણે 1991માં લગ્ન કરી લીધા હતા અને ત્યારથી અત્યાર સુધી તેઓ એકબીજાના પ્રણયમાં પરોવાયેલા છે.

આષુતોષ ગોવારીકર – સુનિતા

લગાન ફિલ્મથી લોકોમાં ખુબ જ લોકપ્રિય થયેલા આશુતોષ ગોવારીકરે સ્વદેશ તેમજ જોધા અકબર જેવિ સુપર હિટ ફિલ્મો આપી છે. તેમની પત્ની સુનિતા આ ફિલ્મોમાં તેમની પ્રોડ્યુસર રહી ચુકી છે. આ પહેલાં સુનિતા એક મોડેલ રહી ચુકી છે. અને એક એયર હોસ્ટેસ પણ. તેણી પોતાનું કામ ખુબ જ સારી રીતે કરી જાણે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version