આ વર્ષે નવી પરણેલી બોલિવૂડ એક્ટરેસમાં કરવાચોથનું કોણ કોણ કરી શકે છે વ્રત?

આ વર્ષે નવી પરણેલી બોલિવૂડ એક્ટરેસમાં કરવાચોથનું કોણ કોણ કરી શકે છે વ્રત?

૨૭ તારીખે શનિવારે વદ ત્રીજ છે જે ગુજરાતી પંચાંગ મુજબ છે. પરંતુ ઉત્તર ભારતના પંચાંગ મુજબ આજે કરવાચોથ છે પંજાબ અને એ તરફના તહેવારોમાં કરવાચોથનું ખૂબ જ મહત્વ છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વધુ ખાસ દિવસ હોય છે. સવારે સૂર્યોદય પહેલાં સરગી ખાઈ લેવાની હોય છે એટલે કે સૂકો મેવો, સેવૈયાં, મીઠી મઠરી અને ફળો ખાવાના હોય છે. જે તેમની સાસુ અથવા સાસરાંમાંથી કોઈ વડીલ સ્ત્રીઓએ મોકલેલી હોય છે. જેની સાથે સુહાગણોએ પહેરવાની શકનની વસ્તુઓ પણ મોકલે છે. વહેલી સવારે ૪ કે ૫ વાગ્યે જાગીને શણગારીને આખો દિવસ નિર્જળા વિતાવે છે અને સાંજે પૂજા કથા કરીને સૌ સ્ત્રીઓ સાથે મળીને આનંદ કરે છે અને જ્યારે આખાશમાં ચંદ્ર દેખાય ત્યારે પતિની સામે ચાયણી અને દિવો કરીને આરતી કરે છે પતિદેવના હાથે જ પાણી પીને મીઠાઈ સાથે તેનું વ્રત ખોલાવે છે.

સારું આરોગ્ય અને લાંબા આયુષ્યની કામના કરતી દરેક સામાન્ય સ્ત્રીઓની જેમ જ હિન્દી ફિલ્મોની અભિનેત્રીઓ પણ હોંશભેર કરવાચોથનું વ્રત કરતી હોય છે. આ વર્ષે નવી પરણેલી હિન્દી ફિલ્મોની હિરોઈનોમાંથી કોણ કોણ વ્રત કરશે અને કેવી તૈયારીઓ કરી છે તેમણે જોઈએ.

અનુષ્કા શર્મા

ખેલ જગત અને ફિલ્મી દુનિયાની બે ખાસ સેલિબ્રિટિસ એક સાથે લગ્ન કર્યાં એ સૌ માટે ચોંકાવી દેનારી અને ખુશ કરી દેનારી ખબર હતી. ગત વર્ષ ઇટાલીમાં લિમિટેડ મહેમાનોને આમંત્રીને ડેસ્ટીનેશન મેરેજ કર્યાં હતાં. જેના ફોટોઝ પણ ફેન્સ લોકોએ ખૂબ વાઈરલ કર્યા હતા. તેણે વચ્ચે સેંથો પૂરીને સાડી અને સોનાન આભૂષણ સાથેના પોતાના ભારતીય પરિણીત નરી તરીકેની છબી બનાવી છે તો આ વર્ષે અનુષ્કાનું પહેલું કરવાચોથનું વ્રત છે જે તે નિષ્ઠાપૂર્વક નિભાવશે.

સોનમ કપૂર

સોનમ કપૂર અને આનંદ આહૂજાની નવી પરણેલી બોલિવૂડ જોડીને હાલની સૌથી ક્યુટ જોડી કહેવાય છે. આ વર્ષે ૮મી મેંના તેમણે લગ્ન કર્યાં હતાં અને તેમના લગ્નના સમાચાર તેમના પ્રસંશકો ઉમળકા સાથે વધાવી લીધા હતા. સોનમ કપૂરે સ્થૂળકાય શરીરમાંથી સુંદર અને સુડોળ કાયા મહામહેનતે મેળવી છે જે દરેક સમાન્ય સ્ત્રીઓ માટે પ્રેરણાદાયક છે. આજે સોનમ પણ કોઈપણ સામાન્ય ભારતીય નારીની જેમજ પતિની લાંબી ઉમર માટે કરવાચોથનું પહેલું વ્રત કરવા જઈ રહી છે. ત્યારે સોનમે તેના ફેન્સ લોકોને માટે સોશિયલ મીડિયા પર શેર કરી છે એક અપીલ કે અમારી સાથે પર્સનલ ન થાઓ તો સારું.

નેહા ધૂપિયા

સોનમ કપૂરના લગ્ન બાદ થોડા જ દિવસોમાં નેહા ધૂપિયાના લગ્નના પણ સમાચાર આવ્યા ત્યારે બોલિવૂડ ફિલ્મોના ચાહકોને ખૂબ જ આશ્વર્ય થયું હતું. તેના પ્રેમપ્રકરણ હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર અવારનવાર આવતા હતા પરંતુ અંગદ બેદી અને નેહા ધૂપિયાએ ઓફિશિયલી તેમના સંબંધને જગજાહેર નહોતાં કર્યા. આ વર્ષે નેહા તેના લગ્ન સિવાય તેની ઇન્ટરવ્યૂ સિરિઝ ‘નો ફિલ્ટર નેહા’ની સિઝન ૩ના સમાચારોને લીધે પણ લાઈમલાઈટમાં રહી છે. આ વર્ષે તેનું પહેલું કરવાચોથ હશે.

ભારતી સિંગ

સૌને પેટ પકડીને પોતાની ક્યુટ એક્ટિંગ સાથે હસાવનારી ટી.વી. સ્ટાર ભારતી સિંગ પણ આ વર્ષે પોતાનું પહેલું કરવાચોથનું વ્રત કરી રહી છે. તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના બોયફ્રેન્ડ હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યાં હતાં.

યુવિકા ચૌધરી

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ આ જ મહિને લગ્ન કર્યાં છે. તેમણે તમના લગ્નના દરેક પ્રસંગો ખૂબ જ એંજોય કર્યા છે. બોલિવૂડની આ સૌથી યંગ દેખાતા મેરીડ કપલનું આ પહેલું કરવાચોથનું વ્રત હશે.

શું લાગે છે? આવતા વર્ષે દીપિકા અને પ્રિયંકા પણ નવવધુ બનીને પહેલું કરવાચોથ કરવાના હશે?