માતાપિતાનું ગૌરવ વધારતા આ પાંચ બોલીવુડ સ્ટાર્સ, વાંચો કોણ છે એ પાંચ

બોલૂવુડના પરિવાર પોતાનો વારસો એક પેઢીથી બીજી પેઢી સુધી આપતા હોય છે. લોકો હંમેશા એવું માનતા હોય છે કે આવા બૉલીવુડ પરિવાર માંથી આવતા બાળકોઆરામથી સફળ અભિનેતા કે અભિનેત્રી બની જતા હોય છે, પણ આવું નથી હોતું. આવા યુવાન અભિનેતાઓ બમણી મહેનત કરીને પોતાના માતાપિતાની છત્રછાયા માંથી બહાર આવ્યા છે અને પછી પોતાના માતાપિતાથી વધુ સફળ થયા છે.

અહીં બોલૂવુડના એવા ૫ અભિનેતાઓ વિષે છે જેઓ પોતાના માતા પિતા કરતા વધારે સફળ છે

. શાહિદ કપૂર અને નીલિમા અઝીમ


શાહિદ કપૂર એ બે ઉમદા કલાકાર પંકજ કપૂર અને નીલિમા અઝીમનો પુત્ર છે. આ બંને પોતાની રીતે ખુબ ઉમદા કલાકાર હતા પણ તેઓને કોઈ મોટી વ્યાવસાયિક સફળતાઓ ના મળી કે બૉલીવુડ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવવા ના મળી. શાહિદને વારસામાં તેના પ્રતિભાશાળી માતાપિતામાંથી અસામાન્ય ગુણો મળ્યા અને તેણે તેનો સારો ઉપયોગ કર્યો. તેનું બોલૂવીડમાં પ્રથમ પદાર્પણ ઇશ્ક વિશ્ક નામની ફિલ્મથી થયું, તે તરત સફળ થયો અને આ ચોકલેટ બોય માટે આગળ ખુબ સારું ભવિષ્ય હતું. અને તેની સફળતામાં આથી પણ સારી ફિલ્મો એ વધારો કર્યો અને તેને બૉલીવુડમાં સારા અભિનેતા તરીકે પ્રસ્થાપિત કર્યો તથા તેને ફિલ્મફેર એવૉર્ડ પણ જીત્યો એક સારા અભિનેતા માટેનો.

૨. રાકેશ રોશન અને હ્રિતિક રોશન


હ્રિતિક રોશનની સૌ પ્રથમ ફિલ્મ કહો ના પ્યાર હૈ થી જ લોકો જાણતા હતા કે તે એક દિવસ ખુબ મોટો સ્ટાર બનશે. તેને ૬ ફિલ્મફેર એવૉર્ડ અત્યારસુધી મળેલા છે અને તે દુનિયાના સૌથી સારા દેખાતા અભિનેતાઓ માંનો એક છે. જો કે,
તેના પિતા રાકેશ રોશનનું કેરીઅર એટલું સારું ના ચાલ્યું અને તેઓ અંતે ફિલ્મોના ડિરેકશન અને પ્રોડકશન તરફ વળી ગયા.

. આમિર ખાન અને તાહિર હુસૈન


આમિર તેના પરિવારમાંથી આવેલો એકમાત્ર એવો છોકરો નહોતો જે બૉલીવુડમાં ગયો હોય. હકીકતમાં તો તેના પિતા તાહિર હુસૈન એક પ્રોડ્યૂસર, અભિનેતા, લેખક અને ડિરેક્ટર હતા. તેઓએ આમીરની પ્રથમ ફિલ્મ તુમ મેરે હો પ્રોડ્યૂસ કરી હતી, ૧૯૯૦માં. શ્રીમાન પરફેકશનિસ્ટને ચોક્કસ તેની પ્રતિભા તેના પિતા તરફથી વારસામાં મળી હશે, આમિર એ તેનો ખુબ સારો ઉપયોગ કર્યો અને બોલીવુડના ઉત્તમ અભિનેતાઓમાંનો એક બન્યો.

૪. સલમાન ખાન અને સલીમ ખાન


સલમાન ખાનના પિતા સલીમ ખાનએ ફિલ્મમાં અભિનેતા તરીકે પ્રથમ પદાર્પણ કર્યું જયારે ડિરેક્ટર કે. અમરનાથએ તેમના સુંદર દેખાવને એક મેરેજમાં જોયો. તેમણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો એક સહાયક અભિનેતા તરીકે, પણ એક મુખ્ય અભિનેતા બનવાનો તેમને મોકો ના મળ્યો. તેઓ ત્યારબાદ જાવેદ અખ્તરને મળ્યા જેમણે તેમનામાં એક લેખકને જગાવ્યા. પણ સલમાન ખાન બોલીવુડના ખુબ સફળ અભિનેતાઓમાંના એક છે, તેઓ વ્યાવસાયિક રીતે ખુબ સફળ છે અને તે એક માત્ર એવા અભિનેતા છે જે સૌથી વધુ કમાણી કરતી બૉલીવુડ ફિલ્મોમાં ૯ વર્ષથી કામ કરી રહ્યા છે.

૫. આલિયા ભટ્ટ અને સોની રાઝદાન


તેના માતા પિતા બંને મહેશ ભટ્ટ અને સોની રાઝદાન બૉલીવુડ માંથી હોવા છતાં, આલિયાને ખુબ મહેનત કરવી પડી. બેશક તેના પિતા ખુબ જ ઉત્તમ ડિરેક્ટર છે પણ માતા સોની રાઝદાન ઉત્તમ કલાકાર હોવા છતાં રૂપેરી પડદા પર ખાસ સફળતા ના મેળવી શક્યા. આલિયાએ કરન જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી ફિલ્મોમાં પદાર્પણ કર્યું. એવી ઘણી અટકળો ચાલી કે આલિયા ફિલ્મોમાં સારું નહિ કરી શકે, પણ તેણીએ આવા દરેકને ખોટા સાબિત કર્યા. માત્ર એટલું જ નહિ તેણીએ ઘણા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ પણ કર્યા અને જાણીતા સામયિકોના પૃષ્ઠ પર પણ ચમકી.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

બોલીવુડની ખાસ ખબરો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી