ઓરમાન બાળકો સાથે બોલીવૂડની આ મોમનું છે જોરદાર બોન્ડિંગ, જોઇ લો તસવીરોમાં તમે પણ

બોલીવૂડની આ નવી માઓ પોતાના ઓરમાન બાળકો સાથે ધરાવે છે ગજબનું બોન્ડીંગ

ભારત એક એવો દેશ છે જ્યાં લગ્નને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે. અને લગ્ન સંબંધમાં છૂટાછેડાનો વિચાર ભાગ્યે જ કોઈને આવતો હોય છે અને જો એવું થાય તો તેને જરા પણ યોગ્ય ગણવામાં નથી આવતું. ભારતીય સમાજમાં ડીવોર્સને એક પ્રકારનું ટાબુ ગણવામાં આવે છે. અને ઓરમાન માતા અને ઓરમાન બાળકો વચ્ચેના સંબંધોને મોટા ભાગે એક જ નજરે જોવામાં આવે છે. તેને હંમેશા ભેદભાવના ભયની નજરે જ જોવામાં આવે છે. પણ દેશમાં એક એવી જગ્યા છે જ્યાં તેવું નથી અને તે છે મુંબઈની બોલીવૂડ નગરી.

બોલીવૂડની સેલેબ્રીટી માતાઓ પોતાના ઓરમાન બાળકો સાથે અત્યંત સારા સંબંધો ધરાવે છે. પછી ભલે મિડિયા કોઈ પણ ગંદા આરોપો તેમના પર કેમ ન લગાવે તેમની વચ્ચેનું બોન્ડીંગ ક્યારેય નબળુ નથી થતું. તો આજે અમે તમને બોલીવૂડની કેટલીક એવી સેલેબ્રીટી માતાઓ વિષે જણાવીશું જેઓ પોતાના ઓરમાન બાળકો સાથે લોહીના સંબંધ જેવો જ સંબંધ ધરાવે છે.

શબાના આઝમી

image source

1984માં શબાના આઝમીએ બોલીવૂડના જાણીતા કવી અને સ્ક્રીપ્ટ રાઇટર જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા હતા. એ વખતે તેણીએ જાવેદના બન્ને બાળકોનું દીલ પણ જીતવાનું હતું. તે વખતે ફરહાન અખ્તર 10 વર્ષનો હતો અને ઝોયા 12 વર્ષની હતી.

image source

જો કે એકવાર ફહાનને એક ચેટ શોમાં એવું કહેતો સાંભળવામા આવ્યો હતો કે તે હંમેશથી પોતાના પિતા સાથે પોતાની માતા હની ઇરાનીને છોડી દેવા બદલ ઝઘડવા માગતો હતો પણ ધીમે ધીમે સમય પસાર થયો અને તેનું દુઃખ ઓંસરી ગયું. અને ત્યાર બાદ તે હંમેશા પોતાની ઓરમાન માતા શબાના પ્રત્યે કૃતજ્ઞ ભાવ ધરાવતો આવ્યો છે કારણ કે તેણીએ હંમેશા તેમને નિઃસ્વાર્થ પ્રેમ આપ્યો છે. તેમનું શબાના પ્રત્યેનું સમ્માન અવારનવાર જાહેરમાં જોવા મળ્યું છે.

હેલન

ભારત આખું અને એમ કહો કે વિશ્વ પણ જાણતું હશે કે સલમાન ખાનનું મુંબઈ ખાતે આવેલું ગેલેક્સી એપાર્ટમેન્ટ ઘર માત્રને માત્ર એક પ્રેમથી ભરેલા માળા સમાન છે. સલમાન ખાનના આ માળામાં તમે વિવિધ જાતના ધર્મો ધરાવતા લોકોને રહેતા જોઈ શકો છો અને સંબંધો પણ જોઈ શકો છો. આ બધાની શરૂઆત ક્યારથી થઈ ? આ વિતેલા વર્ષોની વાત છે જ્યારે સલમાનના પિતા સલીમ ખાન (જે એક મુસ્લીમ છે) તેમણે બોલીવૂડની ડાન્સીંગ દીવા હેલેન એન રીચર્ડસન (એક ક્રીશ્ચિયન) સાથે લગ્ન કર્યા. માત્ર આટલું જ નહીં પણ સલીમ ખાને પોતાની પ્રથમ પત્ની સલમા ખાનને ડીવોર્સ આપ્યા વગર હેલેન સાથે લગ્ન કર્યા હતા.

image source

ત્યાર બાદ આ કુટુંબના સભ્યો વચ્ચે ક્યારેય પણ કોઈ પણ જાતના ઘર્ષણ કે પ્રતિકુળતા વિષે સાંભળવા નથી મળ્યું. લોકોનું એવું કહેવું છે કે કુટુંબમાં શાંતિ એટલા માટે જળવાયેલી રહી છે કારણ કે હેલનના બધા જ ચાર ઓરમાન દીકરાઓએ ખુબ જ ખુશી ખુશી હેલેનને પોતાની ઓરમાન માતા તરીકે સ્વિકારી લીધી હતી. તમે ઘણા બધા અવોર્ડ ફંક્શનમાં સલમાનને પોતાની ઓરમાન માતા હેલનનો હાથ પકડીને ચાલતા જોયો હશે. અને આખાએ બોલીવૂડે પણ સલમાનની સગી માતા સલમા અને હેલેન વચ્ચેની મિત્રતા જોઈ છે.

કરીના કપૂર ખાન

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે સૈફ અને કરીનાએ એક થવા માટે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પણ ઘણા બધાના ધ્યાનમાં એ ઓછું આવ્યું છે કે કરીના તેમજ સૈફ અલી ખાનના સંતાનો સારા અને ઇભ્રાહીમે એકબીજા સાથે સ્વસ્થ સંબંધો બનાવવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા છે. ઘણા બધા ઇન્ટર્વ્યૂઝમાં કરીનાને સતત પુછવામાં આવ્યું છે કે તેણી સૈફના બાળકો સાથે કેવું બોન્ડીંગ ધરાવે છે, ત્યારે તેણીએ હંમેશા જણાવ્યું છે કે તેણી તેમની સાથે માતા કરતાં એક મિત્ર તરીકે વધારે રહેવાનું પસંદ કરે છે અને તેણી સારા અને ઇબ્રાહીમના ઉછેરના વખાણ કરતાં કહે છે કે તેણી પણ તૈમુરને તેવી જ રીતે ઉછેરવા માગે છે.

માન્યતા દત્ત

image source

સંજય દત્તની પત્ની માન્યતા દત્ત માત્ર એક સારી ઓરમાન માતા જ નથી પણ તેણી સંજય દત્તની સૌથી મોટી દીકરી ત્રિશાલા દત્તની એક સારી મિત્ર પણ છે. આ બન્નેએ અવારનવાર તેમના સ્વસ્થ સંબંધના ઉદાહણો પુરા પાડ્યા છે. તેઓ સોશિયલ મિડિયા પર પણ એકેબીજાની પોસ્ટને એપ્રિશિયેટ કરતાં જોવામાં આવ્યા છે.

સુપ્રિયા પાઠક

image source

સુપ્રિયા પાઠક બોલીવૂડની તેમજ ટેલીવીઝન જગતની જાણીતી અભિનેત્રી છે. તે દેશના જાણીતા અભિનેતા શાહીદ કપૂરની સ્ટેપ મધર છે અને તેણી પોતાના સંતાનોની જેમ શાહીદને ચાહે છે. શાહીદ પંકજ કપૂર અને નીલીમા આઝીમનો છોકરો છે. શાહીદે પણ ક્યારેય પોતાની ઓરમાન માતાના પ્રેમને નકાર્યો નથી. શાહીદે ઘણીવાર પોતાના ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું છે સુપ્રિયાએ અવારનવાર તેને એક્ટિંગ ક્ષેત્રે માર્ગદર્શન આપ્યું છે.

સોની રાઝદાન

image source

સોની રાઝદાન મહેશ ભટ્ટની બીજી પત્ની છે અને તેણીએ મહેશના બાળકો પુજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ સાથે સંબંધોને મજબુત બનાવવામા કશું જ બાકી નથી રાખ્યું. તેમની વચ્ચેના સંબંધોને હંમેશા વખાણવામાં આવ્યા છે. તેણી અને પુજા ભટ્ટ વચ્ચેના માત્ર 16 વર્ષના અંતરે તેમને વધારે નજીક આવવામાં મદદ કરી છે. તેઓ જ્યારે ક્યારેય પણ કોઈ ઇવેન્ટમાં સાથે હાજરી આપતા જોવા મળ્યા છે ત્યારે તેમની વચ્ચેનો અનોખો સંબંધ જોવા મળ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ