જલ્સા કરોને જેંતીલાલ

બોલીવુડના આ અભિનેતાઓ છે મોટા ખાનદાનના જમાઈ, અમુક વિષે તમે નહિ જાણતા હોવ…

અભિનેતા અને પ્રસિદ્ધ ડાયરેક્ટર અતુલ અગ્નિહોત્રીનો જન્મ ૨૪ જુન ૧૯૭૦ ના રોજ પંજાબી પરિવારમાં થયો હતો. અતુલે ૧૯૮૩ માં આવેલી ફિલ્મ ‘પસંદ અપની-અપની’થી બાળ કલાકાર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યુ હતુ. અતુલ અગ્નિહોત્રીની ગણતરી એ સેલિબ્રીટી માં કરવામાં આવે છે જે બોલીવુડ ના નામી ઘરાના ના જમાઈ છે. અતુલે પ્રખ્યાત લેખક સલીમ ખાનની દિકરી અલવીરા સાથે ૧૯૯૬ માં લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો અલિઝા અને અયાન છે. અતુલ અગ્નિહોત્રીના જન્મદિવસ પર અમે તમને આવા જ અમુક બોલીવુડ પરિવારોના જમાઈ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની પ્રેમ કહાની કોઈ રસપ્રદ વાર્તાથી ઓછી નથી. અવારનવાર એવુ થાય છે કે બે લોકો પ્રેમ માં પડે છે અને બાદમાં લગ્ન થઈ જાય છે. અક્ષય અને ટ્વિંકલની લવ સ્ટોરીમાં ઘણી હદ સુધી તો બધુ આવુ જ થયુ પરંતુ એક શરત હાર્યા બાદ આ બન્નેના લગ્ન થઈ શક્યા. અક્ષય કુમારનો ૯ સપ્ટેમ્બર ના રોજ જન્મદિવસ છે તો ચાલો આ અવસર પર અમે તમને જણાવીએ કે તે શરત શું હતી અને કેવી રીતે આ બન્ને સિતારાઓ એ પોતાના સબંધને વિવાહનું નામ આપ્યુ.

ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એન્ટ્રી કર્યા પહેલા અક્ષય કુમાર વેઈટરનું કામ કરતા હતા. અક્ષય કુમારે વર્ષ ૧૯૯૧ માં ‘સોગંધ’ ફિલ્મથી બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૯૦ સુધી અક્ષય કુમારે પોતાને ‘ખિલાડી’ તરીકે હિંદી સિનેમા જગતમાં સ્ટેબલિશ કરી લીધા હતા. સતત ફિલ્મોના નામ માં ‘ખિલાડી’ શબ્દ શામેલ થવાના કારણે અક્ષય કુમારને ખિલાડી કુમાર કહેવામાં આવવા લાગ્યા હતા. અક્ષય પોતાની ઓળખ ઉભી કરી ચૂક્યા હતા જ્યારે કે ટ્વિંકલ ખન્ના એ વર્ષ ૧૯૯૫ માં બોબી દેઓલ સાથે ‘બરસાત’ ફિલ્મથી બોલીવુડ માં ડેબ્યૂ કરી હતી.

કરણ જોહરના પોપ્યુલર શો ‘કોફી વિથ કરણ’માં ટ્વિંકલ અને અક્ષય એકસાથે આવ્યા હતા. આ શો દરમિયાન અક્ષયે જણાવ્યુ કે ટ્વિંકલ ‘મેલા’ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત હતી. ટ્વિંકલને વિશ્વાસ હતો કે આ ફિલ્મ જરૂર ચાલશે. તેમણે મને કહ્યુ હતુ કે ‘જો આ ફિલ્મ નહિ ચાલે તો તે તેના સાથે લગ્ન કરી લેશે’. ‘મેલા’ ફિલ્મ ના ચાલી અને અમે બન્ને એ લગ્ન કરી લીધા. પોતાના જમાના ના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાના જમાઈ અક્ષય કુમાર છે. અક્ષયે ૨૦૦૧ માં ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. બન્નેના બે બાળકો છે આરવ અને નિતારા.

અજય દેવગણે પોતાના જમાનાની પ્રસિદ્ધ અદાકારા તનુજાની દિકરી કાજોલ સાથે ૧૯૯૯માં લગ્ન કર્યા હતા. જોડીના બે બાળકો ન્યાસા અને યુગ છે. હમણા છેલ્લીવાર અજય દેવગણ ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં નજર આવ્યા હતા. આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ હતી. અજય દેવગણ બોલીવુડ ઈંડસ્ટ્રીના એ અભિનેતાઓમાંથી એક છે જેને અભિનયના દમ પર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ઓળખવામાં આવે છે. અજયની દરેક ફિલ્મના રોલ એટલા દમદાર હોઈ છે કે લોકો આજ પણ તેના પાત્રને યાદ કરે છે.

ચાહે તેમની હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ ‘રેડ’ હોઈ કે પછી ‘ગંગાજલ’, ધ લીજેંડ ઓફ ભગત સિંહ’ અને વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ જેવી સુપરહીટ ફિલ્મોમાં જબરદસ્ત અભિનય કરવાના કારણે તેમના ચાહકોનું લિસ્ટ હમેંશા વધ્યુ છે પરંતુ શું તમે જાણો છો અજય દેવગણ ની સફળતા પાછળ કોનો હાથ છે. તો ચાલો જાણો કેવી રીતે અજય કાજોલને મળ્યા બાદ બન્યા એક સફળ અભિનેતા … અજય અને કાજોલની પ્રેમકહાની – અજય દેવગણ અને કાજોલની પ્રેમકહાની બાકી પ્રેમકહાનીઓથી થોડી અલગ છે. આમ તો અજય દેવગણ ખૂબ શાંત માણસ માનવામાં આવે છે પરંતુ સેટ પર તેમનાથી વધારે મજાક કોઈ નથી કરી શકતુ.

જોકે અજય દેવગણ અને કાજોલ એક બીજાથી ઘણા ઓપોઝીટ છે પરંતુ બોલીવુડ ના સૌથી પોપ્યુલર કપલ્સના ટોપ લિસ્ટમાં એમનુ નામ શામેલ છે. અજય અને કાજોલના લગ્ન ૨૪ ફેબ્રુઆરી ૧૯૯૯ ના રોજ થયા હતા. એ સમયે કાજોલ ૨૫ ની હતી અને તેમનું બોલીવુડ માં કરિયર ઉંચાઈઓની ઉડાન ભરી રહ્યુ હતુ અને અજય દેવગણ નું કરિયર સારુ ચાલી રહ્યુ હતુ પરંતુ કાજોલ જેટલુ નહિ.જો આ કપલ વિશે આ કહીએ તો ખોટુ નહિ હોઈ કે કાજોલે અજયનો હાથ ત્યારે પકડ્યો જ્યારે તે બોલીવુડ માં સ્ટ્રગલ કરી રહ્યા હતા. ચોકલેટી હીરો કહેવાતા કુમાર ગૌરવ, સુનિલ દત્તના જમાઈ છે. તેમણે સુનિલ દત્તની દિકરી નમ્રતા સાથે ૧૯૮૪ માં લગ્ન કર્યા હતા. ગૌરવ અને નમ્રતા ના બે બાળકો છે સાંચી અને સિયા. પહેલી ફિલ્મ ‘લવ સ્ટોરી’ થી હીટ થવા છતા કુમાર ગૌરવ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પોતાનું નામ કમાવામાં સફળ ના થઈ શક્યા.

સૈફ અલી ખાને ૨૦૧૨માં રણધીર કપૂર અને બબીતાની દિકરી કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. પ્રેમકહાનીની વાત કરીએ તો કરીના કપૂર અને સૈફ અલી ખાન નું નામ મગજમાં આવે છે. કરીના અને સૈફની પ્રેમકહાનીની શરૂઆત ફિલ્મ ‘ટશન’ ના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. સૈફ એમ પણ તે સમયે પોતાના બાળકો અને પત્ની થી અલગ રહેવા પર ક્રિટિસાઈઝ થઈ રહ્યા હતા. ત્યાં જ તે કરીનાને પ્રેમ પણ કરી બેઠા. બન્નેનાં નજદિકીઓ વધી અને તે એકબીજાને ડેટ કરવા લાગ્યા. ત્યાં જ બન્ને બાદમાં એકબીજા વગર રહી નહોતા શકતા અને ૧૬ ઓક્ટોબર, ૨૦૧૨ ના રોજ લગ્ન ના બંધનમાં બંધાઈ ગયા. આ કામ માં સૈફની પ્રથમ પત્ની અમૃતા એ પણ તેમનો સાથ આપ્યો હતો. જોડીનો એક દિકરો છે તૈમુર.

જણાવી દઈએ કુણાલ ખૈમુ પટૌડી પરિવારના જમાઈ છે. જણાવી દઈએ કે પટૌડી ખાનદાનની હરિયાણા, દિલ્હી અને ભોપલ રિયાસતમાં અરબોની સંપતિ છે. તેમણે શર્મિલા ટાગોરની દિકરી અને સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન સાથે ૨૦૧૫ માં લગ્ન કર્યા હતા. બાળકલાકાર તરીકે બોલીવુડ માં પ્રવેશનાર કુણાલ નું ફિલ્મી કરિયર વધારે ઉંચાઈ સુધી ના પહોંચી શક્યુ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version